બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સિંગર અલ્કા યાજ્ઞિકને પદ્મ ભૂષણ, ક્રિકેટર રોહિત શર્માને પદ્મશ્રી, 65 હસ્તીઓને મળ્યો એવોર્ડ
Last Updated: 08:29 PM, 23 June 2026
દેશની સેવામાં અને વિવિધ ક્ષેત્રોમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારી પ્રતિભાઓને સન્માનિત કરવા માટે મંગળવારે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં પદ્મ પુરસ્કારોના બીજા તબક્કાનો ભવ્ય સમારોહ યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના હસ્તે 65 હસ્તીઓને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કર્યા હતા. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં કુલ 2 પદ્મવિભૂષણ, 7 પદ્મભૂષણ અને 56 પદ્મશ્રી પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેબિનેટના ટોચના મંત્રીઓ હાજર રહ્યા હતા અને વિજેતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ADVERTISEMENT
R. Madhavan honoured with Padma Shri award, wife Sarita, son Vedaant accompany him at Civil Investiture Ceremony
— ANI Digital (@ani_digital) June 23, 2026
Read @ANI Story | https://t.co/EBYCIsc4WG#RMadhavan #PadmaShri #Cinema pic.twitter.com/MQDQM4XnIa
નોંધનીય છે કે, આ વર્ષે દેશભરમાંથી કુલ 131 લોકોને પદ્મ પુરસ્કારો માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પહેલા યોજાયેલા પ્રથમ તબક્કાના સમારોહમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર સહિત 66 હસ્તીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
Former Indian skipper Rohit Sharma conferred Padma Shri
— ANI Digital (@ani_digital) June 23, 2026
Read @ANI Story | https://t.co/53wjseGu9S#RohitSharma #PadmaShri #cricket pic.twitter.com/RCuI9IIyun
ADVERTISEMENT
દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પૈકીના એક એવા પદ્મવિભૂષણથી આ વખતે પૂર્વ સુપ્રીમ કોર્ટના જજ કેટી થોમસને જનસેવા (જાહેર બાબતો) ના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપવા બદલ સન્માનિત કરાયા હતા. આ સાથે જ વરિષ્ઠ મલયાલમ પત્રકાર પી. નારાયણનને સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં તેમની ઉત્કૃષ્ટ સેવાઓ માટે પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.
Mammootty receives Padma Bhushan from President Droupadi Murmu, son Dulquer cheers for him
— ANI Digital (@ani_digital) June 23, 2026
Read @ANI Story | https://t.co/rCsCA2vJOD#Mammootty #PadmaBhushan #cinema pic.twitter.com/iZFijryBjp
ADVERTISEMENT
આ સમારોહમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને રમતગમતમાં અદભુત પ્રદર્શન માટે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. મનોરંજન જગતની વાત કરીએ તો, પ્રખ્યાત પ્લેબેક સિંગર અલ્કા યાજ્ઞિકને પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અલ્કા યાજ્ઞિકે સ્ટેજ પર એવોર્ડ લેતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા, જે ક્ષણ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. આ સિવાય સાઉથ સિનેમાના સુપરસ્ટાર અભિનેતા મમૂટીને પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ મુર્મૂએ સિંગર અલકા યાજ્ઞિકને પદ્મ ભૂષણ એવોર્ડ આપ્યો, એવોર્ડ લેવા આવતાં PMના કર્યાં ચરણસ્પર્શ કર્યાં#PadmaBhushan #AlkaYagnik #PresidentMurmu #IndiaAwards #Bollywood #Honour #VTVDigital pic.twitter.com/pxEeYx97po
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 23, 2026
ADVERTISEMENT
ભૂતપૂર્વ ભારતીય ટેનિસ સ્ટાર ડૉ. વિજય અમૃતરાજને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એશિયન ટેનિસને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ અપાવનારા વિજય અમૃતરાજે પોતાના કરિયરમાં 16 એટીપી ટાઇટલ જીત્યા છે, જે એક એશિયન રેકોર્ડ છે. તેઓ સતત 14 વર્ષ સુધી એશિયામાં નંબર 1 ખેલાડી રહ્યા હતા અને નિવૃત્તિ બાદ સફળ બ્રોડકાસ્ટર બન્યા હતા. બીજી તરફ, ઝારખંડ આંદોલનના મુખ્ય સૂત્રધાર અને 'દિશોમ ગુરુ' તરીકે જાણીતા પૂર્વ કેન્દ્રીય કોલસા મંત્રી, સાંસદ અને 3 વાર ઝારખંડના મુખ્યમંત્રી રહી ચૂકેલા શિબુ સોરેનને જાહેર સેવા માટે મરણોપરાંત પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ મુર્મૂએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યાં#RohitSharma #PadmaShri #PresidentMurmu #TeamIndia #Cricket #IndiaAwards #VTVDigital pic.twitter.com/ObYxHl1ZGX
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 23, 2026
આ વર્ષે પદ્મ પુરસ્કારોમાં દેશના અંતરિયાળ વિસ્તારના કલાકારોને વિશેષ સ્થાન મળ્યું છે:
ગુરુ સંગ્રુસંગ પોંગનેર: નાગાલેન્ડના રહેવાસી એવા ગુરુ સંગ્રુસંગને પદ્મશ્રી એનાયત કરાયો છે. તેઓ છેલ્લા 6 દાયકા એટલે કે આશરે 60 વર્ષથી 'આઓ નાગા' લોકકલાને જીવંત રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં પોતાની પરંપરાગત આદિવાસી પોશાક પહેરીને એવોર્ડ લેવા પહોંચ્યા હતા.
મંગલા કપૂર: ભારતીય શાસ્ત્રીય ગાયિકા મંગલા કપૂરને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. ગ્વાલિયર ઘરાનામાંથી સંગીતની દીક્ષા લેનારા મંગલા કપૂરે સંગીતના પ્રદર્શન, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ભારતીય ક્લાસિકલ મ્યુઝિકને સમૃદ્ધ બનાવ્યું છે.
આ પણ વાંચો : અચાનક આગ લાગે ત્યારે બચવા શું કરવું? જાણો જીવ બચાવવાના મહત્વના ઉપાય
સીમાચલ પાત્ર: ઓડિશાની 'પ્રહલાદ નાટક' પરંપરાને બચાવવા અને તેને પ્રોત્સાહિત કરવા માટે સીમાચલ પાત્રને પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. જ્યારે તેઓ એવોર્ડ લેવા ગયા ત્યારે તેમણે ધ્રૂજતા હાથે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચરણ સ્પર્શ કર્યા હતા, જેને જોઈને આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Lucknow Coaching Centre Fire / 2016માં મળી હતી ડિમોલિશનની નોટિસ, 2 મહિનામાં જ આદેશ કર્યો રદ, તંત્ર પણ જવાબદાર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.