ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / આરોગ્ય / ચાલુ વર્ષે આ દવાઓ પર સરકારે મૂક્યો પ્રતિબંધ, હાઈડોઝ પેરાસીટામોલ અને ડાયાબિટિસની દવા સામેલ
Last Updated: 08:17 PM, 23 December 2024
ADVERTISEMENT
ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વર્ષ 2024માં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અનેક દવાઓ માર્કેટમાંથી હટાવી લેવાઈ હતી. તેમાં 156 જેટલી દવાઓ સામેલ થતી હતી. આવો જાણીએ તે મહત્વની દવાઓ વિશે જેના પર ભારત સરકારે બેન લગાવ્યો છે.
ADVERTISEMENT
શરદી, ઉધરસ જેવી સામાન્ય સમસ્યાઓની સારવાર માટે વપરાતી દવા 'ફેનિલેફ્રીને' પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઘણા સંશોધનોમાં તે સાબિત થયું છે કે ફેનિલેફ્રીને વધુ પડતો ઉપયોગ ખતરનાક બની શકે છે, જે કાર્ડિયાક અરેસ્ટ જેવી સ્થિતિ પણ પેદા કરી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મલ્ટીવિટામિન્સ અને મિનરલ્સના કોમ્બિનેશનવાળી દવાઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય 'સેફિટિન' અને 'કોલિસ્ટિન' જેવી એન્ટિબાયોટિક્સ પણ બજારમાંથી હટાવી લેવાઈ છે, કારણ કે તેના ઉપયોગથી બેક્ટેરિયાની પ્રતિરોધક ક્ષમતા વધી શકે છે.
ADVERTISEMENT
માઈગ્રેન, પેટમાં દુખાવો, એસિડિટી અને ઉલ્ટી જેવી સમસ્યાઓની સારવાર માટે વપરાતી કેટલીક દવાઓ પર પણ ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
ADVERTISEMENT
પેરાસીટામોલનો ઉપયોગ સામાન્ય રીતે દર્દમાં રાહત માટે થાય છે, પરંતુ તેની વધુ માત્રા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આથી પેરાસિટામોલની વધુ માત્રા ધરાવતી દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેના વધુ પડતા સેવનથી લીવર અને કિડની પર નકારાત્મક અસર પડી શકતી હતી.
.
ADVERTISEMENT
મહિલાઓમાં ઈનફર્ટિલિટી સમસ્યાની સારવાર માટે ઘણી દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે આરોગ્ય મંત્રાલયે એવી દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
વિટામિન ડીની વધુ માત્રાવાળી દવાઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે વિટામિન ડીનું વધુ પડતું સેવન હાડકાં અને કિડની માટે હાનિકારક હોઈ શકે છે. આ સાથે, આંખના ઇન્ફેક્શનના સારવારમાં ઉપયોગમાં લેવાતી ઘણી દવાઓ પણ પાછી ખેંચી લેવામાં આવી છે, જેમાં નેફાઝોલિન + ક્લોરફેનિરામાઇનમેલેટ અને ફિનાઈલફ્રાઇન જેવી દવાઓનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT