ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / એ ડ્રિન્ક્સ, જે 2024માં Google પર સૌથી વધારે સર્ચ કરાઇ, જાણો બનાવવાની રીત

લાઇફસ્ટાઇલ / એ ડ્રિન્ક્સ, જે 2024માં Google પર સૌથી વધારે સર્ચ કરાઇ, જાણો બનાવવાની રીત

Last Updated: 03:42 PM, 12 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ લોકો આલ્કોહોલ ઉપરાંત કોકટેલ અને મોકટેલને પણ ખૂબ પસંદ કરે છે, તે સ્વાદમાં ઘણું સરસ હોય છે. ત્યારે ચાલો જાણીએ આજે એક એવા ડ્રિંક વિશે જે 2024 માં ગૂગલમાં સૌથી વધુ સર્ચ થયું છે.

ADVERTISEMENT

હવે ડિસેમ્બર પૂરો થવામાં છે અને ઠંડી એ પણ જોર પકડયું છે ત્યારે વાત કરીએ એક એવા ડ્રિંકની જે વર્ષ 2024 માં ગૂગલમાં ટ્રેન્ડિંગમાં રહ્યું, આ ડ્રિંકનું નામ છે પોર્નસ્ટાર માર્ટિની. ચાલો જાણીએ તેને બનાવવાની રીત.

મોસ્ટ ગૂગલ સર્ચ ડ્રિંક

વર્ષ 2024 માં જે ડ્રિંક પ્રસિદ્ધ થયું છે તે વર્ષ 2002માં લંડનમાં ડગલસ અનક્રા નામના વ્યક્તિએ તૈયાર કર્યું હતું. આ ડ્રિંક તેના યુનિક સ્વાદ અને સર્વ કરવાની રીત માટે ખૂબ જ લોકપ્રિય છે. તેને વેનીલા ફ્લેવર વાળી વૉડકા, પેશન ફ્રુટ લિકર, પેશન ફ્રૂટ પ્યુરી, તાજો લીંબુનો રસ, વેનીલા સિરપ અને સ્પાર્કલિંગ વાઇન સાથે તૈયાર કરવામાં આવે છે. સર્વ કરતી વખતે, તેને પેશન ફ્રુટના ટુકડાથી સજાવવામાં આવે છે અને તેની સાથે સ્પાર્કલિંગ વાઇનના શૉટ સાથે આપવામાં આવે છે.

આ ફેમસ માર્ટીની બનાવવા માટે જરૂરી સામગ્રી

  • વોડકા: 50 મિલી
  • પેશન ફ્રુટ લિકર: 25 મિલી
  • પેશન ફ્રુટ પ્યુરી: 25 મિલી
  • તાજો લીંબુનો રસ: 15 મિલી
  • વેનીલા સીરપ: 10 મિલી
  • પ્રોસેકો (ગાર્નિશ માટે): 1 નાનો શોટ
  • પેશન ફ્રુટ (ગાર્નિશિંગ માટે અડધો ટુકડો)
  • બરફના ટુકડા

વધુ વાંચો: જમવાનું બનાવતી વખતે આટલી બાબતોનું અવશ્ય ધ્યાન રાખજો, નહીંતર કુકર ફાટતા ઘાયલ થશો

કોકટેલ બનાવવાની રીત

સૌ પ્રથમ કોકટેલ શેકરમાં બરફના ટુકડા ભરો. આ પછી તેમાં વોડકા, પેશન ફ્રુટ લિકર, પેશન ફ્રુટ પ્યુરી, લાઈમ જ્યુસ અને વેનીલા સિરપ નાખીને તે શેકરને બંધ કરી દો. શેકરને 15-20 સેકન્ડ માટે સારી રીતે હલાવો જેથી કરીને તમામ ફ્લેવર્સ એકબીજામાં મિક્સ થઈ જાય. હવે આને કોકટેલ ગ્લાસ (માર્ટિની ગ્લાસ) માં બારીક સ્ટ્રેનરની મદદથી રેડો. પેશન ફ્રૂટના નાના ટુકડાથી ડ્રિન્કને ગાર્નિશ કરો અને શૉટ ગ્લાસ માં તેને સર્વ કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cocktail Famous Drink Lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ