ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જમવાનું બનાવતી વખતે આટલી બાબતોનું અવશ્ય ધ્યાન રાખજો, નહીંતર કુકર ફાટતા ઘાયલ થશો

ટિપ્સ / જમવાનું બનાવતી વખતે આટલી બાબતોનું અવશ્ય ધ્યાન રાખજો, નહીંતર કુકર ફાટતા ઘાયલ થશો

Last Updated: 01:29 PM, 12 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં ગુજરાતનાં બનાસકાંઠાના પાલનપુરની એક શાળામાં બાળકો માટે મધ્યાહન ભોજનની રસોઈ થઈ રહી તે દરમિયાન કુકર ફાટવાની ઘટના બની હતી. અને આ દુર્ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને રસોડામાં પણ બધુ વેરણ છેરણ થયું હતું. ત્યારે આવી કોઈ ઘટના બને એ પહેલા તમે રસોઈ કરતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખશો તો તમે પણ આવી કોઈ દુર્ઘટનાને ટાળી શકશો.

ADVERTISEMENT

દરેક ઘરમાં હવે પ્રેશર કુકરનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે. કુકરનો વપરાશ સામેની સાથે ગેસ પણ બચાવે છે. તો કુકરના વપરાશમાં જો સહેજ પણ લાપરવાહી રાખશો તો મોટી દુર્ઘટનાને નોતરશો. હાલમાં જ બનાસકાંઠાના પાલનપુરમાં એક શાળામાં મધ્યાહન ભોજન દરમિયાન કુકર ફાટવાની ઘટના બની હતી જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

ત્યારે ચાલો જાણીએ સેફટી ટિપ્સ.

જબરદસ્તી કુકર ના ખોલો

ઘણીવાર રસોઈ કર્યા પછી જમવાની એટલી ઉતાવળ હોય છે કે આપણે ઉતાવળમાં કુકર ઠંડુ થાય એ પહેલા જ ખોલતા હોઈએ છીએ. ગેસ પરથી કુકર ઉતારો ત્યારે થોડીવાર સુધી તેમાં વરાળ હોય છે અને પ્રેશર પણ હોય છે, એવામાં જો તમે તરત જ કુકર ખોલો છો તો તે ફાટી શકે છે માટે તેને થોડી વાર ઠરવા દો અને સિટીથી બધી વરાળ કાઢીને પછી જ કુકર ખોલો.

ઓવર હીટિંગથી બચો

કૂકરમાં જમવાનું બનતા વધારે વાર નથી લગતી માટે કુકરને ગેસ પર વધારે સમય માટે ના રાખો. ઘણી વાર ઓવર હીટિંગના કારણે પણ કૂકરમાં વિસ્ફોટ થઈ શકે છે, વધારે સમય જો કુકર ગેસ પર રહે તો અંદરનું પ્રેશર વધી જાય છે અને તેના ફાટવાના ચાંસ વધી જાય છે.

કૂકરમાં માપમાં વસ્તુ ભરો

ઘણીવાર આપણે કુકરમાં ઠાંસી-ઠાંસીને જરૂરતથી વધારે વસ્તુ ભરી દઈએ છીએ, આવું કરવું પણ ખાતરનાયક સાબિત થઈ શકે છે. કૂકરમાં જમવાનું બનાવતા સમયે તેમાં 3/4 ભાગ જેટલું જ ભરવું જોઈએ. જો કુકરમાં વધારે પ્રમાણમાં વસ્તુ ભરેલી હશે તો તેમાં વરાળ નીકળવાની જગ્યા રહેશે નહીં અને તે ફાટશે.

વધુ વાંચો: પાલનપુરની સ્કૂલમાં રસોઈ બનાવતા કુકર ફાટ્યું, બે લોકો ઈજાગ્રસ્ત, ખસેડાયા હોસ્પિટલ, જુઓ દ્રશ્યો

આ વસ્તુઓનું પણ રાખો ધ્યાન

કૂકરમાં પાણીની માત્રા પણ યોગ્ય પ્રમાણમાં રાખવી જોઈએ, તેલ વધારે અને પાણી ઓછું એવું કરવું જોઈએ નહીં. આ ઉપરાંત પણ નાની નાની વસ્તુઓ ધ્યાનમાં લેવી જોઈએ જેવી કે કુકરની સાફ-સફાઇ યોગ્ય રીતે કરો. સારી બ્રાન્ડનું કુકર વાપરો. ખૂબ જૂના કે તૂટેલા કુકરનો ઉપયોગ ના કરો. સિટી વગરના કુકરમાં રસોઈ ના કરો. કૂકરમાં રબર અને સેફટી વાલ્વને ચેક કરતાં રહો અને જરૂર પડે બદલાવતા રહો અને કુકરનું ઢાંકણું યોગ્ય રીતે બંધ કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pressure Cooker Kitchen Tips Safety Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ