ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / શેરબજારને સોમવાર ફળ્યો! સેન્સેક્સ નિફ્ટી વધારા સાથે ખૂલ્યા, રોકાણકારોને હાશકારો

બિઝનેસ / શેરબજારને સોમવાર ફળ્યો! સેન્સેક્સ નિફ્ટી વધારા સાથે ખૂલ્યા, રોકાણકારોને હાશકારો

Last Updated: 09:45 AM, 7 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Market Today Latest News : સારા વૈશ્વિક સંકેતો વચ્ચે BSEનો 30 શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 238 પોઈન્ટના વધારા સાથે 81926 ના સ્તર પર ખુલ્યો

ADVERTISEMENT

Stock Market Today : સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં શેરબજારે તેના પાંચ દિવસના લાંબા ઘટાડા પર આજે બ્રેક લગાવી છે. સારા વૈશ્વિક સંકેતો વચ્ચે BSEનો 30 શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 238 પોઈન્ટના વધારા સાથે 81926 ના સ્તર પર ખુલ્યો. જ્યારે NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 69 પોઈન્ટ વધીને 25084 પર ખુલવામાં સફળ રહ્યો છે.

સ્થાનિક શેરબજારમાં સતત 5 સત્રોથી ચાલી રહેલ ઘટાડાનો ટ્રેન્ડ આજે અટકી શકે છે. કારણ કે વૈશ્વિક સંકેતો કંઈક આવું જ સંકેત આપી રહ્યા છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવાર અને 7 ઓક્ટોબરે એશિયન બજારોમાં મિશ્ર કારોબાર થયો હતો જ્યારે શુક્રવારે અમેરિકન શેરબજારો મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા. ગિફ્ટ નિફાઈએ પણ સારા સંકેત આપ્યા છે.

યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા યુએસ જોબ્સના ડેટા પછી નવેમ્બરમાં 50 બીપીએસના બદલે માત્ર 25 બીપીએસનો ઘટાડો કરવાની બજારની અપેક્ષાઓ ટોચ પર છે. CMEના FedWatch ટૂલ અનુસાર વેપારીઓ હવે ક્વાર્ટર-પોઇન્ટ રેટ કટની 95 ટકા તકની અપેક્ષા રાખે છે જે ગયા સપ્તાહના મધ્યમાં 65 ટકાથી વધીને અને 5 ટકા નો કટની શક્યતા છે.

વધુ વાંચો : ..તો બંધ થઈ જશે તમારું પેન્શન! આ ડોક્યુમેન્ટ જમા કરાવી દેજો, છેલ્લી લાઈફ લાઈન

આ પહેલા શુક્રવારે ભારતીય શેરબજારના સૂચકાંકો લગભગ એક ટકાના ઘટાડા સાથે સતત પાંચમા સત્રમાં ખોટ કરીને બંધ થયા હતા. સેન્સેક્સ 808.65 પોઈન્ટ્સ અથવા 0.98 ટકાના ઘટાડા સાથે 81,688.45 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 235.50 પોઈન્ટ્સ અથવા 0.93 ટકાના ઘટાડા સાથે 25,014.60 પર બંધ થયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Indian Stock Market Bank Nifty
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ