ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / IPL News / ગુજરાત ટાઇટન્સની ટીમ બસમાં શોર્ટ સર્કિટ થતા પ્લેયર્સ રસ્તા પર, સિરાજે શેર કરી Insta પોસ્ટ
Last Updated: 08:06 AM, 1 June 2026
ADVERTISEMENT
Gujarat Titans Bus Incident : IPL 2026ની ફાઇનલમાં હારનો સામનો કર્યા બાદ ગુજરાત ટાઇટન્સની ટીમ માટે વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની ફાઇનલ મેચ પૂર્ણ થયા બાદ જ્યારે ટીમ હોટલ તરફ પરત ફરી રહી હતી, ત્યારે તેમની બસમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં ધુમાડો ફેલાઈ ગયો હતો. ઘટનાને કારણે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને તાત્કાલિક બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે રાહતની વાત એ છે કે, આ સમગ્ર ઘટનામાં કોઈપણ ખેલાડી કે સ્ટાફ સભ્યને ઈજા પહોંચી નથી. સુરક્ષાની દૃષ્ટિએ તમામ સભ્યોને રસ્તા પર થોડો સમય રાહ જોવી પડી હતી, ત્યારબાદ વૈકલ્પિક બસની વ્યવસ્થા કરીને તેમને સુરક્ષિત રીતે હોટલ પહોંચાડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
શું કહ્યું મોહમ્મદ સિરાજે ?
વિગતો મુજબ આ ઘટનાની વચ્ચે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક તસવીર પણ ચર્ચાનો વિષય બની છે. તસવીરમાં સિરાજ પોતાના સાથી ખેલાડીઓ સાથે રસ્તા પર બેઠેલા જોવા મળે છે. તેણે તસવીર સાથે ‘બ્રેકડાઉન’ લખીને પરિસ્થિતિ તરફ સંકેત કર્યો હતો. ત્યારબાદ આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ.
ADVERTISEMENT

નોંધનિય છે કે, ગુજરાત ટાઇટન્સ માટે આ દિવસ પહેલેથી જ નિરાશાજનક રહ્યો હતો. ટીમ IPL 2026ની ફાઇનલમાં RCB સામે પાંચ વિકેટે પરાજિત થઈ હતી. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ટીમને સતત પ્રવાસ અને વ્યસ્ત મેચ શેડ્યૂલનો સામનો કરવો પડ્યો હતો. ધર્મશાલાથી મુલ્લાનપુર અને ત્યારબાદ અમદાવાદ સુધીની મુસાફરી દરમિયાન હવામાનની અસરને કારણે આયોજનમાં વિલંબ પણ થયો હતો, જેના કારણે ખેલાડીઓ પર વધારાનો શારીરિક અને માનસિક બોજ પડ્યો હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી.
ADVERTISEMENT
જોકે ટીમ મેનેજમેન્ટે હાર માટે થાકને કારણ ગણવાનું ટાળ્યું છે. ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકીના જણાવ્યા મુજબ, મેચમાં વિરોધી ટીમે ઉત્તમ પ્રદર્શન કર્યું હતું અને જીતનો સંપૂર્ણ શ્રેય તેમને જ મળવો જોઈએ. તેમણે સ્વીકાર્યું કે ગુજરાત ટાઇટન્સનો સ્કોર અપેક્ષા કરતાં ઓછો રહ્યો હતો, પરંતુ ખેલાડીઓએ અંત સુધી લડત આપી હતી. સોલંકીએ વધુમાં જણાવ્યું કે ટીમ હવે પોતાની ભૂલોનું વિશ્લેષણ કરશે અને ભવિષ્યમાં વધુ મજબૂત વાપસી કરવાનો પ્રયાસ કરશે. હાર અને ત્યારબાદ બનેલી બસની ઘટનાએ ચોક્કસપણે ગુજરાત ટાઇટન્સ માટે આ રાતને યાદગાર બનાવી દીધી છે, પરંતુ સકારાત્મક બાબત એ રહી કે તમામ ખેલાડીઓ અને સ્ટાફ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT