ન્યૂઝ અપડેટ્સ
VTV / Technology / સેમસંગે ગેલેક્સી XR હેડસેટ કર્યો લોન્ચ, ઓછી કિંમતમાં એપલ વિઝન પ્રો જેવા દમદાર ફિચર
Last Updated: 09:51 AM, 23 October 2025
ADVERTISEMENT
દક્ષિણ કોરિયન કંપની Samsung એ લાંબા સમય પછી હવે તેના Galaxy XR હેડસેટને લોન્ચ કરી દીધો છે. જે ગૂગલના Android XR ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતું પહેલું ડિવાઈસ હશે.હાલ તેને માત્ર દક્ષિણ કોરિયા અને અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યો છે અને આવનારા સમયમાં તે બીજા માર્કેટમાં પણ આવી શકે છે. સેમસંગે આને ગૂગલ અને ક્લાલકોમ સાથે મળીને બનાવ્યો છે અને તેમાં યુઝર્સને Gemini AIનો સપોર્ટ મળશે. જે માર્કેટમાં પહેલાથી રહેલા એપલ વિઝન પ્રોને ટક્કર આપશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
545 ગ્રામ વજન વાળા આ હેડસેટમાં માઈક્રો- OLED ડિસ્પ્લે છે. આ ક્વાલકોમના Snapdragon XR2+ Gen 2 પ્રોસેસર યુઝ કરે છે અને તેમાં 16GB રેમ અને 256GB સ્ટોરેજ મળે છે. જેમાં 6.5MPનો 3D કેમેરા સિસ્ટમ, 2 હાઈ રિજોલ્યુશન વાળું કેમેરા સેન્સર, 6 ટ્રેકિંગ કેમેરા સેન્સર, 4 આઈ ટ્રેકિંગ કેમેરા અને ડેપ્થ સેન્સર લાગેલા છે. જે 2 ટૂ-વે સ્પીકર સાથે આવ્યો છે, જે સ્પેટિયલ ઓડિયોને સપોર્ટ કરે છે. સિંગલ ચાર્જ પર આ ફોન 2.5 કલાકનો વીડિયો પ્લેબેક આપે છે.
ADVERTISEMENT
ગૂગલનું કહેવું છે કે Android XR પહેલું એવું એન્ડ્રોઈડ પ્લેટફોર્મ છે જે પુરી રીતે જેમિનીના સમય માટે બનાવવામાં આવ્યું છે. જે લોકો માટે એક્સપ્લોર, કનેક્ટ અને ક્રિએટ કરવાના નવા રસ્તો ખોલશે. નવા Galaxy XR હેડસેટમાં યુઝર તેમનો અવાજ, આંખો અને હાથના ઈશારાથી ઈન્ટરેક્ટ કરી શકશે. જેમાં જેમિનીનું ડીપ ઈન્ટીગ્રેશન મળશે અને તે એક ઈન્ટેલિજેન્ટ આસિસ્ટન્ટ તરીકે કોન્ટેક્ટ સજીને રિસપોન્ડ કરશે. ગૂગલે તેના માટે મેપ્સ, ફોટોઝ, મીટ, ક્રોમ, ટીવી અને યૂટ્યુબ સહિત ઘણી એપ્સને ઓપ્ટેમાઈઝ કરી છે. આ હેડસેટમાં ગૂગલ મેપ્સમાં યુઝરને ઈમર્સિવ વ્યૂનું ફિચર મળ્યું છે, જેની મદદથી કોઈ પણ લેન્ડમાર્કને 3Dમાં એક્સપ્લોર કરવામાં આવી શકે છે. આ રીતે યૂટ્યુબ પર સ્પેટિયલ ટેબ 180 અને 360 ડિગ્રી કન્ટેન્ટ જોવામાં મદદ કરશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 26 સપ્ટેમ્બરથી અડધાથી પણ ઓછા ભાવે મળશે સેમસંગના સ્માર્ટ TV, જાણો ક્યા અને કેવી રીતે
ADVERTISEMENT
આ હેડસેટની કિંમત લગભગ 1.58 લાખ રૂપિયાની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો છે, જે એપલ વિઝન પ્રોની તુલનામાં લગભગ અડધી છે. લોન્ચ ઓફર હેઠળ ગ્રાહકોને એક વર્ષ માટે ગૂગલ AI પ્રો, યૂટ્યુબ પ્રીમિયમ, ગૂગલ પ્લે પાસ, યૂટ્યુબ ટીવીનું પ્લસ સબ્સક્રિપ્શન અને NBA લીગ પાસ વગેરે ફ્રી આપવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT