ન્યૂઝ અપડેટ્સ
VTV / new guidelines for open schools
ADVERTISEMENT
ADVERTISEMENT
બાળકોને સ્કૂલ આવવાનું રહેશે કે ઓનલાઈન ક્લાસ કરી શકશે, તે નિર્ણય લેવાનો અધિકાર રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે. કેન્દ્ર તરફથી જાહેર કરવામા આવેલી ગાઈડલાઈનમાં કહેવાયું છે કે, રાજ્ય સ્થાનિક સ્થિતીના આધાર પર સ્કૂલ ખોલવાનો નિર્ણય લઈ શકે છે. બાળકોને સ્કૂલ જવા પર નિર્ણય વાલીઓ સાથે વાતચીત કર્યા બાદ થશે. બાળકો જો સ્કૂલે જઈ શકતા નથી, તો તેમની હાજરીને લઈને છૂટ આપવામાં આવશે.
ADVERTISEMENT
કેન્દ્રએ કહ્યું કે, જો સ્કૂલમાં યોગ્ય જગ્યા છે, તો બાળકોને રમવાની છૂટ, ગીત સંગીત સહિત અન્ય એક્ટિવિટીની છૂટ હશે, સ્કૂલના સમયને ઓછા કરી શકાય છે. ક્લાસ રૂમમાં બે વિદ્યાર્થીઓની વચ્ચે અંતર કમસેકમ છ ફૂટનું હશે. જો કોઈ સ્ટાફ કંટેનમેંટ ઝોનમા રહે છે, તો તેને સ્કૂલ આવવાની મંજૂરી નહીં હોય.
5 ટકાથી ઓછા કોવિડ પોઝિટીવ રેટવાળા ખોલી શકશે સ્કૂલ
ADVERTISEMENT
નીતિ આયોગના સભ્ય વીકે પોલના જણાવ્યા અનુસાર કોવિડ 19ના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળ્યો છે અને પહેલાની સ્થિતીમાં સુધારો આવ્યો છે. દેશભરમાં 268 જિલ્લામાં કોવિડ પોઝિટીવ રેટ 5 ટકાથી ઓછા મળી રહ્યા છે અને પહેલાની સ્થિતીમાં સુધારો આવ્યો છે. દેશભરમાં 268 જિલ્લામાં કોવિડ પોઝિટીવ રેટ 5 ટકાથી ઓછા છે. આ જિલ્લામાં સ્પષ્ટ પણે સ્કૂલો ખોલવાની દિશામાં આગળ વધી શકાય છે. આ સંબંધમાં નિર્ણય રાજ્ય સરકારોએ કરવાનો રહેશે. જે બાદ રાજ્ય ઈચ્છે તો, સ્કૂલોને ફરીથી ખોલી શકાય છે.

ADVERTISEMENT
11 રાજ્યોમાં સંપૂર્ણ પણે ખુલી ગઈ છે શાળાઓ
આ બાજૂ શિક્ષણમંત્રાલયના અધિકારીઓનનું એક નિવેદન આવ્યું છે કે, 11 રાજ્યોમાં સ્કૂલ એકદમ ખુલી ગઈ છે, જ્યારે 16 રાજ્યોમાં મોટા ભાગની હાયર સેકન્ડરી સ્કૂલો ખોલી દેવામાં આવી છે. તો વળી 9 રાજ્યો એવા છે, જ્યાં સ્કૂલ બંધ છે. આ તમામની વચ્ચે કેન્દ્ર સરકારે આ સંબંધમાં એક નવી અને સંશોધિત ગાઈડલાઈન અને કોવિડ પ્રોટોકોલ જાહેર કર્યો છએ. આ તમામ પ્રોટોકોલનુ પાલન સ્કૂલ ખોલવા દરમિયાન કરવામાં આવશે.
ADVERTISEMENT
સ્કૂલો માટે કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો