ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / રાજાના નવાબી શોખ! દર વર્ષે નવી દુલ્હન, 15 રાણી અને 30 બાળકો સાથે પહોંચ્યો અબુધાબી, શેખની આંખો ફાટી
Last Updated: 01:21 PM, 7 October 2025
ADVERTISEMENT
આફ્રિકન દેશ ઈસ્વાતિનીના રાજા મસ્વાતી તૃતીય ફરી એકવાર ચર્ચામાં છે. આ રાજા તેમની શાહી લાઈફસ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે, પણ આ વખત તેમની ચર્ચા તેમની 15 પત્ની અને 30 બાળકોને લઈને થઈ રહી છે. મસ્વાતી તૃતીયનો એક જુનો વીડિયો સોશિયલ મીડિયો પર વાયરલ થઈ રહ્યો છે,જેમાં તે 15 પત્ની, 30 બાળકો અને લગભગ 100 નોકરો સાથે જોવા મળી રહ્યો છે. ઈસ્વાતિનીને પહેલા સ્વાજીલેન્ડ તરીકે ઓળખવામાં આવતું હતું.
ADVERTISEMENT
આ વીડિયો UAE મુલાકાતનો છે. પહેલી વખત આ વીડિયો જુલાઈમાં સામે આવ્યો હતો. જેમાં રાજા અને તેમના પરિવાર અને સ્ટાફનું અબુધાબી એરપોર્ટ પર ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું હતું. જોકે,જ્યારે તે આટલા બધા લોકો સાથે ત્યાં પહોંચ્યા તો સુરક્ષા વ્યવસ્થા માટે મોટો પડકાર બની ગયો હતો અને અધિકારીઓએ ત્રણ ટર્મિનલ બંધ કરવા પડ્યા હતા.
King Mswati III arrives at the Manhyia Palace to tour the historic Palace Museum, marking a significant moment in his official visit. pic.twitter.com/FTZA4LyJYr
— The Asante Nation (@Asante_nation) June 25, 2025
ADVERTISEMENT
પોતાની લાઈફ સ્ટાઈલ માટે દુનિયામાં જાણીતા મસ્વાતી પાસે 1 અબજ ડોલર કરતા વધુ અંદાજિત સંપત્તિ છે. તેમની પાસે અનેક આલીશાન મહેલ, લક્ઝી કારોનો કાફલો અને પ્રાઈવેટ જેટ જેવી સુવિધાઓ છે. મસ્વાતીની 15 રાણીઓ છે તેમના પિતાએ પણ 125 મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. રાજા મસ્વાતી તૃતીય દર વર્ષે રીડ ડાન્સ સમારોહમાં પોતાની નવી દુલ્હન પસંદ કરે છે. આ વિસ્તારનો આ પરંપરાગત રિવાજ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મસ્વાતી તૃતીયની શાહી અંદાજની ચર્ચા થઈ રહી છે અને ઘણા લોકો તેની ટિકા પણ કરી રહ્યા છે. કારણ કે તેમના દેશમાં ગરીબી છે અને રાજા આ રીતે શાહી લાઈફ જીવી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, આજ કારણે મસ્વાતી તૃતીયની પ્રજા પાસે વીજળી નથી. બીજા એક યુઝરે સવાલ કર્યો કે, શું આ દેશ એટલો અમીર છે કે એની પાસે પોતાનું પ્રાઈવેટ જેટ હોય?, વધુ એક કોમેન્ટમાં લખ્યું કે, આ માણસ પ્રાઈવેટ જેટમાં ફરી રહ્યો છે અને તેના દેશના લોકો ભૂખમરાથી મરી રહ્યા છે.
આ પણ વાંચોઃ 15 પત્ની, 100 થી વધારે નોકર... કોણ છે આ રાજા જેનો વીડિયો થઇ રહ્યો છે ધનાધન વાયરલ
ADVERTISEMENT
આફ્રિકાના છેલ્લા પૂર્ણ રાજતંત્ર વાળા નાના દક્ષિણ આફ્રીકી રાષ્ટ્ર ઇસ્વાતિની(અગાઉ સ્વાઝીલેન્ડ) પર રાજા મસ્વાતી તૃતિય 1986થી શાસન કરી રહ્યા છે. ઘણા અહેવાલો અનુસાર તેમની વ્યક્તિગત સંપત્તિ 1 બિલિયન ડોલરથી વધુ છે. જ્યારે શાહી પરિવાર પુષ્કળ સંપત્તિનો આનંદ માણે છે, ત્યારે તેમના દેશના મોટાભાગના નાગરિકોનું જીવન એક અલગ કહાની કહે છે. અહેવાલો દર્શાવે છે કે ઇસ્વાતિનીની વસ્તીના આશરે 60 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Nigeria Military Plane Crash / નાઈજીરિયાના ઓન્ડોમાં મિલિટરી ATR-42 વિમાન ક્રેશ, 25 મુસાફરો અને 7 ક્રૂ સહિત તમામ 32 લોકોનાં મો*ત
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT