ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / રાતે ઊંઘ ન આવતી હોય તો આ બીમારીનો સંકેત, તરત કરાવજો સારવાર નહીંતર જીવ પર જોખમ
Last Updated: 04:31 PM, 16 November 2025
ADVERTISEMENT
કિડની આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. તે શરીરને સ્વસ્થ અને સંતુલિત રાખવા માટે જવાબદાર છે. કિડની આપણા શરીર માટે એક પ્રકારના ફિલ્ટરિંગ પ્લાન્ટ તરીકે પણ કામ કરે છે. જો આ ફિલ્ટર્સ કામ કરવાનું બંધ કરી દે છે, તો શરીરમાં હાનિકારક કચરો અને વધારાનું પ્રવાહી એકઠું થવા લાગે છે જે ફક્ત તમારી કિડનીના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તમારી લાઈફ પણ જોખમાય છે.
ADVERTISEMENT
કિડની શરીરના રાસાયણિક સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે દરરોજ આશરે 200 લિટર લોહી ફિલ્ટર કરે છે. જો તે બીમાર હોય તો તેઓ અનેક સંકેતો આપે છે. અપૂરતી ઊંઘ પણ એક સંકેત છે.
ADVERTISEMENT
કિડનીની બિમારી હોય એવા મોટા ભાગના લોકોને ઊંઘને લઈને સમસ્યાઓ હોય છે. જેને અવગણવી ન જોઈએ. આજે સમજાવીશું કે આવું કેમ થાય છે.
ADVERTISEMENT
કિડની રોગ અને અનિદ્રા વચ્ચે મજબૂત સંબંધ છે. જ્યારે કિડની યોગ્ય રીતે ફિલ્ટર ન કરી શકે ત્યારે ઝેર (જેમ કે યુરિયા અને ક્રિએટિનાઇન) પેશાબ દ્વારા બહાર કાઢવાને બદલે લોહીના પ્રવાહમાં રહે છે. જે શરીરની આરામ કરવાની ક્ષમતાને વિક્ષેપિત કરે છે અને દર્દીઓ માટે ઊંઘ મુશ્કેલ બનાવે છે.

ADVERTISEMENT
રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ (RLS) એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જે કિડની રોગના દર્દીઓમાં ખૂબ જ સામાન્ય છે. તે પગમાં વિચિત્ર ઝણઝણાટ અથવા ખંજવાળનું કારણ બને છે, જેના કારણે દર્દી સતત પગ હલાવે છે. આ સ્થિતિ ઘણીવાર રાતે અને આરામ કરતી વધુ થાય છે જેના કારણે ઊંઘ મુશ્કેલ બને છે અને વારંવાર જાગવાનું કારણ બને છે. તે ઘણીવાર આયર્નની ઉણપ અથવા મિનરલ અસંતુલિત હોવાના કારણે થાય છે.
ADVERTISEMENT
સ્લીપ એપનિયા
કિડની રોગ હોય એવા લોકોમાં સામાન્ય લોકો કરતાં સ્લીપ એપનિયા પણ સામાન્ય છે. આ એવી સ્થિતિ છે જ્યાં ઊંઘ દરમિયાન વારંવાર શ્વાસ લેવાનું શરૂ થાય છે અને બંધ થાય છે, જેના કારણે વારંવાર જાગવું અને વિક્ષેપ પડે છે જેના કારણે દર્દી દિવસભર થાક અનુભવે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ પ્રેગ્નન્સીમાં નાળિયેર પાણી પીવાથી ગોરા ચિટ્ટા બાળકો પેદા થાય? જાણો સચ્ચાઈ
કિડની શરીરમાં હોર્મોનલ સંતુલન જાળવવામાં મદદ કરે છે જ્યારે કિડની રોગગ્રસ્ત હોય છે. ત્યારે ઊંઘ-નિયમન કરનારા હોર્મોન્સ (જેમ કે મેલાટોનિન)નું સંતુલન ખોરવાઈ શકે છે ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે અને સુવામાં મુશ્કેલી થાય છે.
(DISCLAIMER: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT