ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પ્રેગ્નન્સીમાં નાળિયેર પાણી પીવાથી ગોરા ચિટ્ટા બાળકો પેદા થાય? જાણો સચ્ચાઈ
Last Updated: 08:00 PM, 15 November 2025
ADVERTISEMENT
ગર્ભાવસ્થા એ દરેક સ્ત્રી માટે ખાસ સમય મનાય છે. ગર્ભાવસ્થા દરમિયાન આહાર અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પણ આ સમય દરમિયાન સ્ત્રીઓ ઘણીવાર અમુક માન્યતાઓમાં વિશ્વાસ કરે છે. આવી જ એક માન્યતા છે કે ગર્ભાવસ્થા દરમિયાન નાળિયેર પાણી પીવાથી બાળક ગોરું પેદા થાય છે. આથી ઘણી સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન વધુ નાળિયેર પાણી પીવાનું શરૂ કરે છે તે જાણ્યા વગર કે આ દાવો સાચો છે ખોટો? તો ચાલો જાણીએ કે શું દરરોજ નાળિયેર પાણી પીવાથી ખરેખર બાળક ગોરું પેદા થાય છે અને આ દાવામાં કેટલી સચ્ચાઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં દાવો કરવામાં આવે છે કે નાળિયેર પાણી પીવાથી બાળક ગોરી ત્વચાવાળું જન્મે છે. આ વીડિયોમાં એવો પણ દાવો હોય છે કે ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિના દરમિયાન નાળિયેર પાણી પીવામાં આવે તો બાળક ગોરી ત્વચાવાળું જન્મે છે. પણ ઘણા ડૉક્ટરએ આ દાવાઓને સંપૂર્ણ રીતે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. ડૉક્ટરો માને છે કે નાળિયેર પાણીનો બાળકના રંગ સાથે કોઈ સંબંધ નથી. ડૉક્ટરો મુજબ, એવા કોઈ મેડિકલ પુરાવા નથી કે કોઈ પોષક તત્વો બાળકની ત્વચાનો રંગ બદલી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
નાળિયેર પાણી પીવાથી આવનારા બાળકનો રંગ બદલાતો નથી તે વાત સાચી છે પણ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. નાળિયેર પાણીમાં કેલ્શિયમ, પોટેશિયમ અને ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરને હાઇડ્રેટ કરવામાં, ઉર્જા આપવામાં અને પાચન સુધારવામાં મદદ કરે છે. નાળિયેર પાણી ગરમી, ઉલટી અને ડિહાઇડ્રેશનમાં પણ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર ધરાવતી સગર્ભા સ્ત્રીઓએ ડૉક્ટરની સલાહ લીધા બાદ જ નાળિયેર પાણી પીવું જોઈએ. નાળિયેર પાણીમાં નેચરલ સુગર અને પોટેશિયમ હોય છે, જે સગર્ભા સ્ત્રીઓમાં ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારી શકે છે.
(DISCLAIMER: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT