ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ટેક અને ઓટો / Give only 1 rupee and take home. New Scooty: Getting a banger offer for 3 days

મોટી જાહેરાત / માત્ર 1 રૂપિયો આપી ઘેર લઈ જાઓ નવી સ્કૂટી: 3 દિવસ માટે મળી રહી છે ધમાકેદાર ઓફર

Published By: Premal

Last Updated: 01:13 PM, 9 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે સ્કૂટી ખરીદવાનુ વિચારી રહ્યાં છો તો ફક્ત 1 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર નવી ઝળહળતી સ્કૂટી ખરીદીને ઘરે લાવી શકો છો. દેશની નામી ટૂ વ્હીલર કંપની Hero MotoCorp એ મંગળવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે આ સંદર્ભે મોટી જાહેરાત કરી છે.

ADVERTISEMENT

  • ફક્ત 1 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર સ્કૂટી ખરીદીને ઘરે લાવી શકશો
  • Hero MotoCorp એ કરી મોટી જાહેરાત
  • ઑફર મનપસંદ શહેરોમાં શરૂ કરવામાં આવી, 11 માર્ચ સુધી ચાલુ રહેશે

11 માર્ચ સુધી ચાલુ રહેશે ઑફર

Hero MotoCorp મુજબ આ ઑફર મનપસંદ શહેરોમાં જ શરૂ કરવામાં આવી છે અને 11 માર્ચ સુધી ચાલુ રહેશે. આ દરમ્યાન તમે નજીકના કોઈ પણ હીરો શોરૂમ પર જઇને કોઈ પણ સ્કૂટી અથવા સ્કૂટર ખરીદી શકો છો. કંપનીનો દાવો છે કે 1 રૂપિયાના ડાઉન પેમેન્ટની સુવિધાની સાથે જ કેશ બોનસની ઑફર પણ શરૂ કરવામાં આવી છે. કંપની મુજબ, મેસ્ટ્રો એજ 125, ડેસ્ટિની 125 અને પ્લેજર પ્લસ ખરીદનારી મહિલાઓને 4000 રૂપિયા સુધીનું કેશ બોનસ મળી રહ્યું છે. આ સાથે ડેસ્ટિની 125, બાઈકની ખરીદી પર 2 હજાર રૂપિયાનું લૉયલ્ટી બોનસ પણ મળી રહ્યું છે. 

મહિલાના નામે કરાવી શકો છો બુકિંગ

કંપનીનુ કહેવુ છે કે જો કોઈ પરિવાર તેના પરિવારની મહિલાના નામ પર પણ બુકિંગ કરાવે છે તો તેને પણ આ ઑફર આપવામાં આવશે. માર્કેટમાં Destini 125ની કિંમત 70,400 રૂપિયા, Maestro Edge 125ની 73,450 રૂપિયા અને Maestro Edge 110ની કિંમત 66,820 રૂપિયા ચાલી રહી છે. એવામાં 4 થી 6 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ તમારા માટે મોટી રાહત રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cash Bonus Hero MotoCorp International Women’s Day Two Wheeler Company hero motocorp

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ