ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / કોમેડિયન મુનાવર ફારૂકીની હત્યાનું કાવતરું નિષ્ફળ, દિલ્હીમાં બે શૂટરોની ધરપકડ

મનોરંજન / કોમેડિયન મુનાવર ફારૂકીની હત્યાનું કાવતરું નિષ્ફળ, દિલ્હીમાં બે શૂટરોની ધરપકડ

Published By: Nidhi Panchal

Last Updated: 04:43 PM, 2 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારુકીને મારવાના કાવતરાથી દેશ હચમચી ગયો હતો. પણ પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી આખી સાજિશ ખુલ્લી પડી ગઈ.

ADVERTISEMENT

પ્રખ્યાત સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારુકીની હત્યાનું કાવતરું ઘડનારા બે ગેંગસ્ટરો દિલ્હીમાં થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયા હોવાની માહિતી બહાર આવી છે. ગુરુવારે વહેલી સવારે જૈતપુર-કાલિંદી કુંજ રોડ પર થયેલા આ એન્કાઉન્ટરમાં રોહિત ગોદારા, ગોલ્ડી બ્રાર અને વીરેન્દ્ર ચરણ ગેંગ સાથે જોડાયેલા બે સભ્યોને પોલીસએ પકડી પાડ્યા હતા. પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓ કોમેડિયન મુનાવર ફારુકીને મારવાના કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા હતા.

Munawar-2

આ આરોપીઓની ઓળખ રાહુલ (પાણીપત) અને સાહિલ (ભિવાની) તરીકે થઈ છે. તપાસ મુજબ બંને ગુનેગારોને વિદેશમાં રહેલા માફિયા નેતા રોહિત ગોદારા તરફથી સૂચનાઓ મળી રહી હતી, જે ગોલ્ડી બ્રાર અને વીરેન્દ્ર ચરણ સાથે મળીને ફારુકીની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો.

ફારુકીની જાસૂસી

પોલીસના જણાવ્યા મુજબ, આ આરોપીઓએ મુંબઈ અને બંગલુરુમાં ફારુકીની જાસૂસી પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મુનાવર ફારૂકીએ 2024માં “Big Boss” શો જીત્યો હતો અને હાલમાં તેના 14.2 મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે.

Munawar-3

તપાસ દરમિયાન ખુલ્યું કે રાહુલ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો. તે ડિસેમ્બર 2024માં યમુનાનગરમાં થયેલા ટ્રિપલ મર્ડર કેસમાં વોન્ટેડ હતો. એન્કાઉન્ટર દરમિયાન ગોળી વાગ્યાને કારણે રાહુલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસએ ઘટનાસ્થળ પરથી હથિયાર અને મોટરસાયકલ પણ જપ્ત કરી છે.

app promo5

દિલ્હી પોલીસ અનુસાર, આ ગેંગસ્ટરો ફારુકીની હત્યાની યોજના માટે મુંબઈ, પશ્ચિમ બંગાળ સહિત અનેક સ્થળોએ રેકી કરી રહ્યા હતા. ગુરુવારે સવારે લગભગ 3 વાગ્યે કાલિંદી કુંજ-પુષ્ટા રોડ પર શંકાસ્પદ મોટરસાયકલ દેખાતા જ પોલીસે છટકું ગોઠવીને કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો : 19 વર્ષ પહેલાની એ ફિલ્મ, જેને અનેક એવોર્ડ્સ કર્યા પોતાને નામ, જાણો 'મહાત્મા' કનેક્શન

અધિકારીઓએ જણાવ્યું કે, મુનાવર ફારૂકી અગાઉ તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ગેંગના હિટલિસ્ટ પર હતો. હવે કોણે હત્યાનો ઓર્ડર આપ્યો અને કાવતરામાં બીજું કોણ સામેલ હતું, તે જાણવા માટે બંને શૂટરોની વિગતવાર પૂછપરછ ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Encounter Gangster Munawar Faruqui

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ