બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:41 PM, 19 September 2025
નેધરલેન્ડના એમ્સ્ટર્ડમ એરપોર્ટ શિફોલનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવું જોવા મળે છે કે, લોકો તેને જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ વીડિયો ત્યાં ઇન્સ્ટોલ કરેલી એક ઘડિયાળનો છે. જે કોઈ સામાન્ય ઘડિયાળ નથી પરંતુ આર્ટ ઈન્સ્ટોલેશન હ્યુમન વોચ છે. તેની પર એક વાર નજર પડ્યા બાદ મુસાફરો આસપાસની બધી બાબતો ભૂલી જાય છે અને તે ઘડિયાળ સામે જ જોયા કરે છે. ચાલો જાણીએ કે આ ઘડિયાળમાં એવું તો શું ખાસ છે.
ADVERTISEMENT
આ ઘડિયાળમાં મશીનરી કાંટા નથી ફરતા પણ તેના બદલે એવું લાગે છે કે કોઈ વ્યક્તિ અંદરથી દર મિનિટે પેઇન્ટ રોલરથી ઘડિયાળના કાંટા ભુંસી નાખે છે અને ફરી તેને દોરે છે. આ વીડિયો વિવિધ સોશિયલ
મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો એસકે અલી નામના મુસાફર દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં એક માણસ ઘડિયાળમાં 6:10 લખે છે અને પછી તેને ભુંસીને 6:11 કરી નાખે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ સીન જોતા પહેલી નજરે તો દરેકને એવું જ લાગે કે, ઘડિયાળની અંદર કોઈ અસલી માણસ છે, જે આ કામ કરી રહ્યો છે. પરંતુ અસલિયત તેનાથી અલગ છે. કેમ કે, આ ઘડિયાળ ડચ આર્ટિસ્ટ માર્ટેન બાસ દ્વારા બનાવેલ 12 કલાકનું વીડિયો રેકોર્ડિંગ છે, જેને લૂપ પર ચલાવવામાં આવે છે, જેથી ઘડિયાળ દરેક વખતે સાચો સમય બતાવતી રહે છે.
આ અનોખી ઘડિયાળનો વીડિયો સોશિયલ મીડિયા પર 1.3 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. જેના પર વિવિધ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. જેમાં લોકો મજાક પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, "ભાઈ એનિમેશન રિયલ માણસ જેવું જ કરી રહ્યો છે". તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે "સેલરી હદથી વધારે હશે તે નક્કી છે". બીજા એક યુઝરે લખ્યું હતું કે, "આ ઘડિયાળવાળો માણસ તો દિવસમાં 24 કલાક કામ કરે છે, થાકતો નથી".
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, આ ઘડિયાળ માત્ર સમય બતાવવાનું માધ્યમ નથી, પરંતુ કલાનો એક અદ્ભુત નમૂનો પણ છે. આ ઘડિયાળ મુસાફરોને અહેસાસ કરાવે છે કે સમય પણ એક આર્ટ છે, જેને ફિલ કરી શકાય છે, અને સાથે એડમાયરેબલ પણ છે. આથી જ આ ઘડિયાળ શિફોલ એરપોર્ટની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બને છે. જો તમે ક્યારેક નેધરલેન્ડની મુસાફરી કરવા જાવ તો એમ્સ્ટર્ડમ એરપોર્ટ પર લગાવેલી આ હ્યુમન વોચ જોવાનું ભૂલતા નહીં. જે તમને આર્ટ અને ટેક્નોલોજીની એક સુંદર અનુભૂતિ કરાવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.