ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ''યહ હોકર રહેગા'', ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પની અંતિમ ચેતવણી, રશિયાને પણ લપેટી લીધું

ધમકી / ''યહ હોકર રહેગા'', ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પની અંતિમ ચેતવણી, રશિયાને પણ લપેટી લીધું

Published By: Priyankka Triveddi

Last Updated: 02:18 PM, 19 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump Greenland: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ગ્રીનલેન્ડના લોકોએ બળવો કર્યો છે જે મુદ્દે ગ્રીનલેન્ડ મુદ્દે હવે ટ્રમ્પ સરકારે ડેન્માર્ક પર દબાવ વધાર્યો છે. ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું કે ''અબ સમય આ ગયા હૈ''

ADVERTISEMENT

Donald Trump Greenland: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજર ગ્રીનલેન્ડ પર છે અને ગ્રીનલેન્ડની જનતા ટ્રમ્પ સામે ઉતરી છે અને તેમણે કહ્યું છે કે અમે બિકાઉ નથી હવે આ મુદ્દો વધુ ગરમાયો છે અને ગ્રીનલેન્ડને લઈને પોતાનો વ્યવહાર વધુ કડક કર્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે ડેન્માર્ક છેલ્લા 20 વર્ષોથી ગ્રીનલેન્ડમાં રશિયાના વધતાં પ્રભાવને રોકવામાં નાકામ રહ્યું છે. આ આધાર પર તેમણે ગ્રીનલેન્ડને અમેરિકાને નિયંત્રણમાં લેવાની જરૂરત દર્શાવી છે. રશિયાને ખતરાનો હવાલો આપતા ટ્રમ્પે ડેન્માર્ક સહિત 7 નાટો દેશ પર ટેરિફ લગાવવાની ચેતવણી આપી છે. યુરોપે આને બ્લેકમેલ ગણાવ્યું છે જ્યારે ટ્રમ્પનું કહેવું છે કે ''અબ સમય આ ગયા હૈ''

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને દાવો કર્યો છે કે નાટોએ ડેન્માર્કને લાંબા સમયથી ચાલી રહેલા રશિયાના ખતરાને દૂર કરવાની ચેતવણી આપી છે. પરંતુ આના પર કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી. તેમણે લખ્યું કે " હવે સમય આવી ગયો છે અને હવે આ થઈને જ રહેશે." આ નિવેદનને ગ્રીનલેન્ડ પર સીધા દબાવના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

આ પહેલા ટ્રમ્પ એ જાહેરાત કરી હતી કે 1 ફેબ્રુઆરી 2026થી ડેન્માર્ક સહિત નાટોના સયોગી દેશો - નૉર્વે, સ્વીડન, ફ્રાંસ, જર્મની, બ્રિટન, નેધરલેન્ડ અને ફિનલેન્ડ પર 10% ટેરિફ લાગશે. ટ્રમ્પે કહ્યું કે 1 જૂનથી આ ટેરિફ વધીને 25% થઈ જશે અને ત્યાં સુધી લાગુ પડશે જ્યાં સુધી " ગ્રીનલેન્ડનો સંપૂર્ણ અને કાયમી નિર્ણય ના આવે."

અમેરિકાને ગોલ્ડન ડોમ માટે ગ્રીનલેન્ડની જરૂર

અમેરિકાને તેની નેશનલ સિક્યોરીટી માટે પ્રસ્તાવિત ‘ગોલ્ડન ડોમ’ મિસાઇલ સંરક્ષણ પ્રોજેક્ટ માટે ગ્રીનલેન્ડ ખૂબ જરૂરી છે. ગ્રીનલેન્ડની ભૌગોલિક સ્થિતિ તે માટે પરફેક્ટ છે. અને આ કારણે જ આ ટાપુ ‘ગોલ્ડન ડોમ’ પ્રણાલીના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

પરંતુ બીજી તરફ ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેન અને ગ્રીનલેન્ડના વડાપ્રધાન મ્યુટ બોરૂપ એગેડેએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે “ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી.” સાથે જ યુરોપિયન નેતાઓએ ટ્રમ્પ તરફથી આપવામાં આવેલી ટેરિફ ધમકીઓને “બ્લેકમેઇલ” અને “અસ્વીકાર્ય દબાણ” ગણાવીને તેની કડક નિંદા કરી છે.

આ પણ વાંચો: પાકિસ્તાનના મોલમાં ભીષણ આગ, 24 કલાક બાદ પણ 50 લોકો ગુમ; કરાંચીના ગુલ પ્લાઝામાં શું થયું?

vtv app promotion

હાલ હાલત એટલી તનનવપૂર્ણ થઈ ગઈ છે કે ડેન્માર્ક પર ઇન્ટરનેશનલ દબાવની વાત કરવામાં આવી રહી છે. અમેરિકા, ડેન્માર્ક અને ગ્રીનલેન્ડ વચ્ચે દરેક 2-3 અઠવાડિયામાં વાતચીત માટે વર્કિંગ ગ્રુપ બનાવવા માટે સંમતિ છે પણ ગ્રીનલેન્ડના ભવિષ્યને લઇએં ત્રણેય વચ્ચે મતભેદ હજુ સુધી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump Greenland Greenland US security US National Security

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ