ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / પાકિસ્તાનના મોલમાં ભીષણ આગ, 24 કલાક બાદ પણ 50 લોકો ગુમ; કરાંચીના ગુલ પ્લાઝામાં શું થયું?

આગ દુર્ઘટના / પાકિસ્તાનના મોલમાં ભીષણ આગ, 24 કલાક બાદ પણ 50 લોકો ગુમ; કરાંચીના ગુલ પ્લાઝામાં શું થયું?

Published By: Priyankka Triveddi

Last Updated: 10:37 AM, 19 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan News: કરાંચીના ગુલ પ્લાઝા શોપિંગ મોલમાં શનિવારે રાતે લાગેલી આગ પર તો રવિવારે રાતના 10 વાગે કાબૂ મેળવી લીધી હતો પણ આ ઘટનાના 24 કલાક પછી હજુ સુધી પણ...,

ADVERTISEMENT

Pakistan Mall Fire Incident: પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાંચીમાં M A જિન્ના રોડ પર આવેલા જાણીતા ગુલ પ્લાઝા શોપિંગ મોલમાં શનિવારે રાતે ભીષણ આગ લાગી હતી અને જેના લીધે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ બની ગયો હતો. આગ એટલી ભીષણ હતી કે ફાયરની ટીમને આ આગ પર કાબૂ લાવતા 24 કલાકથી વધુનો સમય લાગ્યો હતી. હજુ પણ આ મોલમાં કુલિંગ પ્રક્રિયા ચાલે છે. સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને આ આગની ઘટનામાં ફાયરકમી સહિત 6 લોકોના મોતની પુષ્ટિ કરી છે અને આ ઘટનાને 24 કલાકથી વધુ થઈ ગયું હોવા છતાં પણ હજુ સુધી 50-60 લોકો લાપતા છે જેમની શોધખોળ માટે બચાવ ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે.

પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ મુજબ સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે આ ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકો માર્યા ગયા હોવાની જાણકારી આપી છે જેમાં કરાંચી મેટ્રોપોલિટન કોર્પોરેશન (KMC)ના કાર્યકર ફુરકાન શૌકતનો પણ સમાવેશ થાય છેઃ. આ દુર્ઘટનામાં 22 લોકો ઘાયલ થયા છે જેમને સમયને ઇજા થઈ હતી. આ લોકોને પ્રાથમિક ઉપચાર પછી હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું કારણ માનવામાં આવી રહ્યું છે.

60 લોકો હજુ પણ ગુમ

મુખ્યમંત્રીએ કહ્યું કે " આ ખૂબ દુખદ ઘટના છે. લગભગ 58-60થી વધારે લોકો ગુમ છે. ઈશ્વર તેમને સુરક્ષિત રાખે. " સ્થાનિક મીડિયાનો દાવો છે કે દક્ષિણ જિલ્લા કાર્યાલયે પરિવારોથી 53 ગાયબ લોકોના રિપોર્ટ મળ્યા છે. આ દુર્ઘટના પછી મોલની બહાર વેપારીઓ અને પરિવારજનોની ભારે ભીડ જામી હતી. સાઉથ જિલ્લા પ્રશાસને અત્યાર સુધીમાં 53 લોકોના ગાયબ થયા હોવાની અધિકારીત રિપોર્ટ મળી છે. જ્યારે મુખ્યમંત્રીએ આ સંખ્યા 60થી પાર થવાની આશંકા બતાવી છે. પ્રશાસને ગુમ થયેલા લોકોની જાણકારી માટે એક હેલ્પલાઈન નંબર પણ બહાર પાડ્યો છે જે - 0313-5048048, 021-99206372, 021-99205625,021-99205670, 021-99201196, 021-99205691 છે.

બિલ્ડિંગ ગમે ત્યારે પડી શકે

રેસ્ક્યૂ 1122 ના COO અબીદ જલાલએ ચેતવણી આપી છે કે આ આગના કારણે ઇમારત જર્જરિત થઈ ગયું છે. બિલ્ડિંગનો પાછળનો ભાગ પહેલાથી જ પડી ગયો છે અને સામેનો હિસ્સો પણ પાડવાની આની પર છે. તેમણે જણાવ્યું કે આગ એટલી ભયાનક હતી કે તેં પર કાબૂ મેળવવા માટે 26 ફાયર ટેન્ડર અને 125 થી વધુ બચાવ કર્મીઓને 24 કલાકનો સમય લાગ્યો હતો. રવિવારની સાંજ સુધીમાં 70% કાબૂ મેળવ્યો હતો જેમાં 1122 ની ટીમ બિલ્ડિંગની અંડર જઈ ચૂકી છે.

આ પણ વાંચો: ગાઝામાં 'શાંતિદૂત' બનશે ભારત! રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને પીસ બોર્ડમાં જોડાવા આપ્યું આમંત્રણ

Vtv App Promotion

કેવી રીતે લાગી આગ

પ્રાથમિક રિપોર્ટમાં જે સામે આવ્યું છે કે આગ લગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવાઈ રહ્યું છે. જે એક દુકાનમાં જ્વલનશીલ સામગ્રીથી શરૂ થઈ અને ધીમે ધીમે પુરા મિલમાં ફેલાઈ ગઈ હતી. મોલમાં લગભગ 1000-1200 દુકાનો હતી જેમાં ક્રોકરી, કપડાં, ઇલેક્ટ્રિકલ સામાન, કોસ્મેટિક, પરફ્યુમ અને જ્વલનશીલ સામગ્રી ભરેલી હતી. ઇમારત 1980ના દશક જૂની છે જેમાં બેઝમેન્ટ સહિત 3 માળ છે. વેપારીઓના સંગઠન All City Traders Ittehad Association નું અનુમાન છે કે આ અગ્નિકાંડમાં લગભગ 200-250 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Karachi Fire Gul Plaza Mall fire Pakistan Fire Incident

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ