બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / માંજલપુર વિધાનસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર, જાણો કોણ છે ભિખાભાઈ રબારી?

વડોદરા / માંજલપુર વિધાનસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર, જાણો કોણ છે ભિખાભાઈ રબારી?

Vishal Khamar

Last Updated: 09:41 PM, 12 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસે માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે ભીખાભાઈ રબારીને પોતાના સત્તાવાર ઉમેદવાર જાહેર કરીને ચૂંટણીનો બ્યુગલ ફૂંકી દીધો છે. આવતીકાલે ભાજપના ઉમેદવાર વિશ્વાસ રેલી યોજીને નામાંકન નોંધાવવા જશે.

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત બાદ હવે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર તરીકે ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ ભીખાભાઈ રબારીના નામની સત્તાવાર જાહેરાત કરી છે.

કોંગ્રેસ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે ભીખાભાઈ રબારી

ભીખાભાઈ રબારી કોંગ્રેસના અનુભવી નેતા છે અને રાજ્ય સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ઉપરાંત તેઓ વિધાનસભા તેમજ જિલ્લા-તાલુકા પંચાયતની વિવિધ ચૂંટણીઓમાં ચૂંટણી પ્રભારી તરીકે મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા હોવાથી સંગઠનમાં તેમની સારી પકડ માનવામાં આવે છે.

યોગેશ પટેલના નિધનના કારણે માંજલપુર બેઠક થઈ છે ખાલી

માંજલપુર બેઠક ભાજપના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડી હતી. હવે આ બેઠક પર યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે.

ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા હોવાથી હવે બંને પક્ષો ચૂંટણી પ્રચારને વધુ વેગ આપશે. માંજલપુર બેઠક પર મતદારોને રીઝવવા માટે આગામી દિવસોમાં પ્રચાર અભિયાન વધુ તેજ બનવાની શક્યતા છે. રાજકીય વિશ્લેષકોના મતે આ પેટાચૂંટણીના પરિણામો વડોદરાના રાજકીય સમીકરણો પર મહત્વપૂર્ણ અસર કરી શકે છે.

સતીષ પટેલ નોંધાવશે ઉમેદવારી

વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આવતીકાલે ભાજપના ઉમેદવાર સતીષ પટેલ વિજય વિશ્વાસ રેલી સાથે ઉમેદવારી ફોર્મ દાખલ કરશે. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાશે તેવી અપેક્ષા છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહી જાહેર સભાને સંબોધશે અને કાર્યકરોમાં ચૂંટણી પ્રચાર માટે ઉત્સાહ ભરીને જીતનો સંકલ્પ વ્યક્ત કરશે.

Vadodara News: વડોદરાની માંજલપુર વિધાનાસભાની પેટાચૂંટણીના ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. બીજેપીએ આ બેઠક પર સતીષ પટેલને ઉતાર્યા છે. આ બેઠક પર પેટાચૂંટણીનું 30 જુલાઈએ મતદાન યોજાનાર છે. તેમજ 3 ઓગસ્ટે મતગણતરી થશે. નોધનીય છે કે, માંજલપુર વિધાનાસભાની બેઠક યોગેશ પટેલના નિધનથી ખાલી પડી છે.

ભારતના ચૂંટણી પંચે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારીપત્રોની ચકાસણી 14 જુલાઈએ થશે અને ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 16 જુલાઈ રહેશે. આ બેઠક માટે 30 જુલાઈએ મતદાન યોજાશે અને 3 ઓગસ્ટે મતગણતરી સાથે પરિણામ જાહેર કરવામાં આવશે.

સતીષ પટેલની સંગઠનમાં સક્રિય ભૂમિકા

સતીષભાઈ પટેલ વર્ષોથી વડોદરા શહેર અને જિલ્લા ભાજપના સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. સંગઠનના પાયાના કાર્યકર તરીકે તેમણે વિવિધ જવાબદારીઓ નિભાવી છે અને કાર્યકરો સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો છે. માંજલપુર સહિત વડોદરાના સ્થાનિક રાજકારણમાં તેમની મજબૂત હાજરી અને સંગઠનાત્મક કુશળતાને કારણે તેઓ પાર્ટીમાં સર્વસ્વીકૃત ચહેરા તરીકે ઓળખાય છે.

ભાજપે આ બેઠક માટે સતીષભાઈના નામની પસંદગી કરીને સ્થાનિક નેતૃત્વ અને સંગઠનને પ્રાથમિકતા આપી છે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ, વિવિધ નામોની ચર્ચા વચ્ચે અંતે સંગઠનમાં તેમની સ્વીકાર્યતા, સ્થાનિક પકડ અને વિવાદોથી દૂર રહીને કામ કરવાની કાર્યશૈલીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ચૂંટણી સમિતિએ તેમના નામને મંજૂરી આપી છે.

માંજલપુર બેઠક વર્ષોથી ભાજપનો મજબૂત ગઢ રહી છે. સ્વ. યોગેશ પટેલ સતત આ બેઠક પરથી વિજય મેળવતા આવ્યા હતા અને વિસ્તારમાં તેમની આગવી ઓળખ હતી. હવે તેમના અવસાન બાદ આ રાજકીય વારસાને જાળવી રાખવાની અને મતદારોનો વિશ્વાસ યથાવત્ રાખવાની મહત્વપૂર્ણ જવાબદારી સતીષભાઈ પટેલના શિરે આવી છે.

આ પણ વાંચોઃ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં AMCનું નામ નોંધાયું, 1 કલાકમાં ભાડજ ખાતે વાવ્યા 3 લાખ 61 હજાર વૃક્ષ

શા માટે યોજાઈ રહી છે પેટાચૂંટણી?

માંજલપુર વિધાનસભા બેઠક ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલના અવસાન બાદ ખાલી પડી હતી. તેઓ લાંબા સમયથી વડોદરાની રાજનીતિમાં સક્રિય રહ્યા હતા અને સતત અનેક વખત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેમના નિધન બાદ ચૂંટણી પંચે ખાલી પડેલી બેઠક માટે હવે પેટાચૂંટણી જાહેર કરી છે. આ પેટાચૂંટણીને 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhikhabhai Rabari Manjalpur By-Election Vadodara News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ