બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વરસાદમાં નુકસાનીનું વળતર આપવા ધારાસભ્ય અનંત પટેલની માગ, CMને લખ્યો પત્ર, આ નિયમનો કર્યો વિરોધ
Last Updated: 08:20 PM, 12 July 2026
નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાન બાદ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે અસરગ્રસ્તો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. અનંત પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને વરસાદી નુકસાન અંગે તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી છે.
ADVERTISEMENT
ધારાસભ્યએ SDRF અને NDRFના રાહત નિયમોમાં તાત્કાલિક સુધારો કરવાની માંગ કરી છે. તેમણે ખાસ કરીને ઘરમાં પાણી ભરાવાની 48 કલાકની શરતનો વિરોધ કર્યો છે. અનંત પટેલે જણાવ્યું કે, માત્ર 48 કલાક સુધી પાણી ભરાયેલું રહે ત્યારે જ સહાય આપવાનો નિયમ વાસ્તવિક પરિસ્થિતિને અનુરૂપ નથી.
ADVERTISEMENT
તેમણે સવાલ ઉઠાવ્યો કે, જો કોઈ ઘરમાં 10થી 24 કલાક સુધી પાણી ભરાય તો શું તેનાથી નુકસાન થતું નથી? તેમણે માંગ કરી છે કે 48 કલાકની શરત દૂર કરીને વાસ્તવિક નુકસાનના આધારે અસરગ્રસ્તોને વળતર આપવામાં આવે.

ADVERTISEMENT
અનંત પટેલે વરસાદથી થયેલી નુકસાનીનો સર્વે ઝડપી ગતિએ પૂર્ણ કરવાની અને સહાયની રકમ સીધી અસરગ્રસ્તોના બેંક ખાતામાં જમા કરવાની માંગ કરી છે. સાથે જ પૂર અને વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને ઘરવખરીના નુકસાન માટે તાત્કાલિક રોકડ સહાય આપવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે.
ધારાસભ્યએ ખેડૂતો, નાના વેપારીઓ અને દૈનિક મજૂરો માટે અલગ રાહત યોજના જાહેર કરવાની માંગ કરી છે, જેથી વરસાદી આપત્તિથી પ્રભાવિત લોકો ઝડપથી આર્થિક રીતે ઉભા થઈ શકે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કલોલમાં હાર્દિક ઠાકોરની હત્યાનો ભેદ ઉકેલાયો! પડોશી દંપતીની ધરપકડ, ગળું દબાવી કરી હત્યા
નવસારી જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને સંપત્તિને નુકસાન પહોંચ્યાની સ્થિતિ વચ્ચે સરકાર દ્વારા રાહત કામગીરી વધુ ઝડપી બનાવવાની માંગ ઉઠી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.