બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:08 AM, 25 March 2026
US court fines Meta : સોશિયલ મીડિયા જગતમાં મોટી અસર પેદા કરનાર નિર્ણયમાં Meta Platformsને અમેરિકાની અદાલતે ભારે દંડ ફટકાર્યો છે. Facebook, Instagram અને WhatsApp જેવી લોકપ્રિય સેવાઓ ચલાવતી આ કંપની પર લગભગ 375 મિલિયન ડોલર (અંદાજે 3100 કરોડ રૂપિયા)નો દંડ લાદવામાં આવ્યો છે.
ADVERTISEMENT
SANTA FE, N.M. (AP) — New Mexico jury finds Meta's platforms are harmful to children's mental health and imposes $375 million penalty.
— NewsWire (@NewsWire_US) March 24, 2026
આ નિર્ણય અમેરિકાના New Mexicoમાં આપવામાં આવ્યો હતો, જ્યાં જ્યુરીએ લાંબી સુનાવણી બાદ કંપનીને દોષિત ગણાવી હતી. કેસ દરમિયાન રજૂ થયેલી દલીલો અનુસાર, કંપનીને ખબર હતી કે તેના પ્લેટફોર્મ બાળકો માટે જોખમ ઉભું કરી શકે છે, છતાં પણ આ માહિતી ખુલ્લેઆમ જાહેર કરવામાં આવી નહોતી. આરોપો મુજબ, કંપનીએ નફાને મહત્વ આપતા બાળકોની સલામતી અને માનસિક સ્વાસ્થ્યને અવગણ્યા હતા. જ્યુરીએ એ પણ માન્યું કે કંપનીએ બાળકોની નબળાઈનો ફાયદો ઉઠાવ્યો અને ગેરમાર્ગે દોરતી માહિતી આપી.
ADVERTISEMENT

આ પણ વાંચો : છૂટ મળતા જ ભારતે આટલું બધું ઈરાની તેલ ખરીદ્યું! કાર્ગો હોર્મુઝ નદી ક્યારે પાર કરશે?
ADVERTISEMENT
કોર્ટના નિર્ણયમાં જણાવાયું કે, આ માત્ર એક ભૂલ નહોતી, પરંતુ ઘણા વખત ગ્રાહક સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. દરેક ઉલ્લંઘન માટે અલગ દંડ ગણવામાં આવતા કુલ રકમ ખૂબ મોટી થઈ ગઈ. આ ચુકાદો ટેક કંપનીઓ માટે એક ચેતવણી સમાન માનવામાં આવે છે. નિષ્ણાતોના મત મુજબ, આ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વધુ કડક નિયમો લાગુ થઈ શકે છે, ખાસ કરીને બાળકોની સુરક્ષા બાબતે. હાલમાં કંપની તરફથી વિગતવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી, પરંતુ આવનારા સમયમાં આ મામલો વધુ આગળ વધે તેવી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.