બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / છૂટ મળતા જ ભારતે આટલું બધું ઈરાની તેલ ખરીદ્યું! કાર્ગો હોર્મુઝ નદી ક્યારે પાર કરશે?

વિશ્વ / છૂટ મળતા જ ભારતે આટલું બધું ઈરાની તેલ ખરીદ્યું! કાર્ગો હોર્મુઝ નદી ક્યારે પાર કરશે?

Priykant Shrimali

Last Updated: 05:55 PM, 24 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India bought Iranian oil : ફરીથી મળેલી છૂટછાટને ધ્યાનમાં રાખીને ભારતીય કંપનીઓ ફરી એકવાર ઈરાન તરફ વળી રહી છે, અહીં વાંચો તમામ માહિતી એક જ ક્લિકે

India bought Iranian oil : તાજેતરમાં વૈશ્વિક બજારમાં વધતા તેલના ભાવ અને મધ્ય પૂર્વની પરિસ્થિતિ વચ્ચે ભારતે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. અમેરિકાએ ઈરાન પરના પ્રતિબંધોમાં સમયસર રાહત આપતા જ ભારતે ઈરાની ક્રૂડ ઓઇલ ખરીદવાનો નિર્ણય લીધો છે.

માહિતી અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઈરાન પાસેથી અંદાજે 5 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ ખરીદવા માટે સોદો કર્યો છે. ખાસ વાત એ છે કે આ તેલની કિંમત વૈશ્વિક દર કરતા લગભગ 7 ડોલર પ્રતિ બેરલ વધુ નક્કી થઈ હોવાનું જણાવાય છે, જેના કારણે આ સોદો સસ્તો નથી ગણાતો. ભારતે મે 2019 પછી પ્રથમ વખત ઈરાન પાસેથી તેલ ખરીદ્યું છે. તે સમયે અમેરિકી પ્રતિબંધોને કારણે ભારતે ઈરાની તેલ ખરીદી બંધ કરી દીધી હતી. હવે ફરીથી મળેલી આ છૂટછાટને ધ્યાનમાં રાખીને ભારતીય કંપનીઓ ફરી એકવાર ઈરાન તરફ વળી રહી છે.

અમેરિકાએ તાજેતરમાં 30 દિવસ માટે કામચલાઉ છૂટ આપી છે, જેમાં સમુદ્રમાં પહેલાથી લોડ થયેલા ઈરાની તેલને નિર્ધારિત સમયમર્યાદામાં અનલોડ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી ભારત સહિત અનેક દેશોને થોડો રાહત મળી છે. વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ આયાતકાર તરીકે ભારત માટે આ ખરીદી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, ખાસ કરીને ત્યારે જ્યારે મધ્ય પૂર્વમાં તણાવને કારણે પુરવઠા પર અસર પડી રહી છે. આ દરમિયાન ભારતે રશિયન ક્રૂડ ઓઇલની પણ મોટી માત્રામાં ખરીદી કરી છે.

આ પણ વાંચો : યુદ્ધની અસર લાંબા ગાળા સુધી રહેશે, PM મોદીએ રાજ્ય સરકારોને આપ્યા 2 મોટા ટાસ્ક

હવે સૌની નજર એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ Strait of Hormuz પર છે. ઈરાનમાંથી નીકળતા તેલના ટેન્કરો માટે આ માર્ગ ખૂબ જ મહત્વનો છે. આ જ માર્ગ દ્વારા જહાજો અરબી સમુદ્ર પાર કરીને ભારતના પશ્ચિમ કિનારા સુધી પહોંચે છે. સામાન્ય રીતે આ ટેન્કરો ઈરાનના ખાર્ગ ટાપુ જેવા તેલ ટર્મિનલ્સ પરથી રવાના થાય છે અને પછી હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સીધા ભારતના બંદરો જેમ કે જામનગર અને મુંબઈ સુધી પહોંચે છે. જોકે હાલના રાજકીય અને સૈનિકી તણાવને કારણે આ માર્ગ પર કેટલીક મર્યાદાઓ લાગુ પડી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran oil deal India Strait of Hormuz shipping Reliance Industries oil import
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ