બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / યુદ્ધની અસર લાંબા ગાળા સુધી રહેશે, PM મોદીએ રાજ્ય સરકારોને આપ્યા 2 મોટા ટાસ્ક

મોટા સમાચાર / યુદ્ધની અસર લાંબા ગાળા સુધી રહેશે, PM મોદીએ રાજ્ય સરકારોને આપ્યા 2 મોટા ટાસ્ક

Priykant Shrimali

Last Updated: 04:21 PM, 24 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi on Rajya Sabha : પશ્ચિમ એશિયા સંકટ અને ભારતની તૈયારી: લાંબા ગાળાની અસર પર સરકારનું ધ્યાન, અહીં વાંચો તમામ માહિતી એક જ ક્લિકે

PM Modi on Rajya Sabha : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ઊર્જા અને વેપાર પર ગંભીર અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ પર ભારત સરકારે ગંભીરતાથી ધ્યાન આપ્યું છે અને દેશના હિતોને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં આ મુદ્દે ચર્ચા કરતાં જણાવ્યું કે, આ સંકટની અસર માત્ર ટૂંકા ગાળાની નથી, પરંતુ લાંબા ગાળે પણ વિશ્વ અર્થતંત્રને અસર કરશે.

ભારત માટે સૌથી મોટી ચિંતા ગલ્ફ દેશોમાં રહેતા લાખો ભારતીય નાગરિકોની સુરક્ષા છે. સાથે જ હોર્મુઝ સ્ટ્રેટમાં અટવાયેલા જહાજો અને તેમાં કામ કરતા ભારતીય ક્રૂ સભ્યોની સલામતી પણ મહત્વપૂર્ણ મુદ્દો છે. ભારત સતત વિવિધ દેશો સાથે સંપર્કમાં રહીને તણાવ ઘટાડવા અને શાંતિ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યું છે.

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, દેશમાં ઇંધણની અછત નહીં સર્જાય. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે પોતાની ઊર્જા સુરક્ષા મજબૂત બનાવી છે અને હવે અનેક દેશોથી તેલ અને ગેસની સપ્લાય મેળવી રહ્યો છે. આ પગલાંઓ ભારતને વૈશ્વિક સંકટ દરમિયાન વધુ મજબૂત બનાવે છે.

આત્મનિર્ભર ભારત

આ સંજોગોમાં “આત્મનિર્ભર ભારત”નો વિચાર વધુ મહત્વનો બની ગયો છે. હાલમાં ભારતનો મોટો ભાગનો વેપાર વિદેશી જહાજો પર આધારિત છે, જેને કારણે સંકટ સમયે મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી, સ્વદેશી જહાજ નિર્માણને પ્રોત્સાહન આપવા માટે મોટા પાયે યોજના શરૂ કરવામાં આવી છે.

PM મોદીએ રાજ્ય સરકારને આપ્યા 2 મોટા ટાસ્ક

આ તરફ PM મોદીએ રાજ્ય સરકારોને ખાસ ટાસ્ક આપ્યા છે.પ્ર ધાનમંત્રીએ રાજ્ય સરકારોને વર્તમાન પરિસ્થિતિનો લાભ ઉઠાવી રહેલા કાળા બજારિયાઓ અને સંગ્રહખોરો સામે કડક વલણ અપનાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે રાજ્ય સરકારોને બે મુખ્ય ટાસ્ક સોંપ્યા: પ્રથમ આવશ્યક ચીજવસ્તુઓનું સતત નિરીક્ષણ કરવું અને બીજું જ્યાં પણ સંગ્રહખોરીની જાણ થાય ત્યાં તાત્કાલિક પગલાં લેવા.

આ પણ વાંચો : 'જો જંગ ચાલુ રહેશે તો ગંભીર પરિણામ આવશે, ભારત માટે શાંતિ જ સમાધાન' .., મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે રાજ્યસભામાં મોદીનું નિવેદન

સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવી શકાય અને દેશની અર્થવ્યવસ્થા સ્થિર રહે. આ માટે એક આંતર-મંત્રીય જૂથ પણ બનાવવામાં આવ્યું છે, જે હાલની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. આ સંકટ ભલે ગંભીર હોય, પરંતુ ભારત પોતાની મજબૂત આર્થિક સ્થિતિ અને યોગ્ય આયોજનના આધારે તેનો સામનો કરવા તૈયાર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi on Rajya Sabha Middle East Crisis India Energy Security
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ