ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'જો જંગ ચાલુ રહેશે તો ગંભીર પરિણામ આવશે, ભારત માટે શાંતિ જ સમાધાન' .., મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે રાજ્યસભામાં મોદીનું નિવેદન

નેશનલ / 'જો જંગ ચાલુ રહેશે તો ગંભીર પરિણામ આવશે, ભારત માટે શાંતિ જ સમાધાન' .., મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે રાજ્યસભામાં મોદીનું નિવેદન

Published By: Priyankka Triveddi

Last Updated: 03:28 PM, 24 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવાર 24 માર્ચના રોજ રાજ્યસભામાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના અલગ અલગ પહેલું પર ભારતની રણનીતિ અને તેમની વાત રાખી હતી,. તેમણે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે દેશ સામે નવી કસોટીઓ વિશે પણ જાણકારી આપી. સાથે જ ખાડી દેશોમાં રહેતા ભારતીયો પર પડતાં પ્રભાવ અને સંકટના વ્યાપારિક અને આર્થિક પરિણામો વિશે દેશને જાણ કરી હતી.

ADVERTISEMENT

PM Modi Rajya Sabha Speech: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ પર રાજ્યસભામાં વક્તવ્ય દેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 24 માર્ચના રોજ જણાવ્યું કે આ સંકટે આખી દુનિયામાં ગંભીર ઉર્જા સંકટ ઊભો કર્યો છે. આ સાથે જ વડાપ્રધાનએ જણાવ્યું કે હોર્મુંઝ સ્ટ્રેટમાં ઈરાન દ્વારા જહાજોના રસ્તા જે રોકવામાં આવી રહ્યા છે તે અસ્વીકાર્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સદનને જણાવ્યું કે આ સંકટના સમયમાં ભારતે સંવાદને રસ્તો અપનાવ્યો છે અને તેના આધારે ભરી તેના જહાજોને હોર્મુંઝ સ્ટ્રેટરહી બહાર નીકળવાની સફળતા મળી છે. વડાપ્રધાને કહ્યું કે અમે પશ્ચિમ એશિયામાં દરેક પક્ષો સાથે વાતચીત કરી છે. પીએમએ જણાવ્યું કે યુદ્ધ શરૂ થયા પછી પશ્ચિમ એશિયાના તમામ નજીકના દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષો સાથે 2 વાર વાતચીત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે ખાડી દેશોમાં વસેલા ભારતીયોની સુરક્ષા અને આજીવિકા સરકાર માટે એક મોટી ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું જે ભારત શાંતિપૂર્ણ સમાધાનના પક્ષમાં છે.

યુદ્ધથી ઉર્જા સંકટ વધ્યું

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ સંઘર્ષના લીધે ભારતન સામે ઘણી કસોટીઓ આવીને ઊભી રહી ગઈ છે. તેમણે કહ્યું કે આ યુદ્ધથી વેપારના દરેક રસ્તા પ્રભાવિત થઈ રહ્યા છે. ગેસ, ફર્ટિલાઇઝર જેવી જરૂરી વસ્તુઓના સપ્લાય પરભાવિત થઈ રહ્યા છે. ગલ્ફ દેશોમાં એક કરોડથી વધુ ભારતીયો રહે છે જેમની સુરક્ષા પણ ભારત માટે એક મોટી ચિંતાનો વિષય છે.

હોર્મુંઝમાં અટકાયત સ્વીકાર્ય નહિ

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત ઈરાન, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ સાથે સતત સંપર્કમાં રહી હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહે તે માટે ચર્ચાઓ કરી રહ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે વાણિજ્યિક જહાજો પર હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈપણ અવરોધ સ્વીકાર્ય નથી. તેમજ ઊર્જા માળખા પર થતા હુમલાઓની ભારતે કડક નિંદા કરી છે. હોર્મુઝ સ્ટ્રેટ ક્રૂડ ઓઇલ, ગેસ અને ખાતરના પુરવઠા માટે મહત્વપૂર્ણ માર્ગ હોવાથી સંઘર્ષ બાદ જહાજોની અવરજવર મુશ્કેલ બની છે. આ સ્થિતિમાં ભારત સરકાર રાજદ્વારી પ્રયાસો દ્વારા દેશમાં ગેસ અને તેલનો સતત પુરવઠો જળવાઈ રહે તે માટે ઉકેલો શોધી રહી છે અને તાજેતરમાં વિવિધ દેશોમાંથી ક્રૂડ ઓઇલ અને LPG ભરેલા જહાજો ભારત પહોંચ્યા હોવાનું પણ જણાવ્યું છે સાથે જ આગળ પણ આવા પ્રયાસો ચાલુ રહેશે.

શાંતિ માટે સંવાદ જ એક રસ્તો

તેમણે જણાવ્યું કે ભારત આ સંકટના ઉકેલ માટે સંવાદ અને વાતચીતને જ એકમાત્ર માર્ગ માને છે અને યુદ્ધ દરમિયાન માનવજીવનને જોખમમાં મૂકવું માનવતાના હિતમાં નથી. ભારત સતત તમામ પક્ષોને શાંતિપૂર્ણ ઉકેલ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરી રહ્યું છે. સાથે જ તેમણે માહિતી આપી કે સંઘર્ષ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં અંદાજે 3.75 લાખ ભારતીયો સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે. જ્યારે ઈરાનમાંથી 1000થી વધુ ભારતીયોને સલામત રીતે પાછા લાવવામાં આવ્યા છે. જેમાં 700થી વધુ તબીબી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત તાજેતરના દિવસોમાં વિવિધ દેશોમાંથી ક્રૂડ ઓઈલ અને LPG ભરેલા જહાજો ભારત પહોંચ્યા છે, જેથી ઊર્જા પુરવઠો સતત જળવાઈ રહે તે માટે સરકાર પ્રયાસરત છે.

ભારતીયોની સુરક્ષા પ્રાથમિકતા

તેમણે જણાવ્યું કે યુદ્ધ શરૂ થયા બાદ ભારતે પશ્ચિમ એશિયાના મોટા ભાગના દેશો સાથે બે તબક્કાની ચર્ચાઓ કરી છે અને હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રાખવા મુદ્દે પણ વિચારવિમર્શ કર્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત સતત તમામ પક્ષોને શક્ય તેટલી વહેલી તકે શાંતિપૂર્ણ ઉકેલ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરી રહ્યું છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે આ કટોકટીની પરિસ્થિતિમાં વિશ્વભરના ભારતીયોની સલામતી અને સુરક્ષા ભારત સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ પણ વાંચો: રેલ્વે મંત્રીએ કરી મોટી જાહેરાત, 18 કલાક પહેલા બનશે રેલ્વે ચાર્ટ, બોર્ડિંગ સ્ટેશનો 30 મિનિટ અગાઉ બદલી શકાશે

સંકટ સમયે સરકાર સતર્ક

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ કટોકટીના સમયમાં સરકાર સંપૂર્ણ સંવેદનશીલતા અને જવાબદારી સાથે કાર્ય કરી રહી છે અને વિશ્વભરના તમામ ભારતીયોની સલામતી સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. તેમણે સ્વીકાર્યું કે કેટલાક હુમલાઓના કારણે કેટલાક ભારતીયોએ પોતાના જીવ ગુમાવ્યા છે તથા કેટલાકને ઇજાઓ પહોંચી છે. હાલ ઘાયલ લોકોને યોગ્ય તબીબી સારવાર આપવામાં આવી રહી છે અને સરકાર તેમની તમામ જરૂરિયાતો પૂરી પાડવા પ્રયત્નશીલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Foreign Policy PM Modi Rajya Sabha Speech Middle East Crisis

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ