બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / WhatsAppમાં લગાવી શકશો ફેસબુક જેવો કવર ફોટો, આવનાર છે શાનદાર ફિચર્સ

New Feature / WhatsAppમાં લગાવી શકશો ફેસબુક જેવો કવર ફોટો, આવનાર છે શાનદાર ફિચર્સ

Bijal Vyas

Last Updated: 05:31 PM, 11 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંપની વ્યક્તિગત પ્રોફાઇલ માટે Cover Photo ફીચર પર કામ કરી રહી છે, જે યૂઝર્સે તેમની પ્રોફાઇલને વધુ પર્સનલ બનાવી શકશે. આ સુવિધા પહેલા એન્ડ્રોઇડ માટે બીટા વર્ઝનમાં જોવા મળી હતી અને હવે iOS માટે તેનું ટેસ્ટ કરી રહ્યું છે.

WhatsApp iOS યૂઝર્સ માટે એક નવું અને રસપ્રદ ફીચર વિકસાવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, કંપની વ્યક્તિગત પ્રોફાઇલ માટે Cover Photo ફીચર પર કામ કરી રહી છે, જે યૂઝર્સે તેમની પ્રોફાઇલને વધુ પર્સનલ બનાવી શકશે. આ સુવિધા પહેલા એન્ડ્રોઇડ માટે બીટા વર્ઝનમાં જોવા મળી હતી અને હવે iOS માટે તેનું ટેસ્ટ કરી રહ્યું છે. ફેસબુક અને લિંક્ડઇન જેવા પ્લેટફોર્મની જેમ, WhatsApp પ્રોફાઇલમાં પણ ટોચ પર કવર ઇમેજ હશે.

WhatsAppમાં મળશે Cover Photo લગાવાની સુવિધા

ફીચર ટ્રેકર WABetaInfo ના રિપોર્ટ અનુસાર, WhatsApp iOS યૂઝર્સ માટે એક નવું કવર ફોટો ફીચર ડેવલપ કરી રહ્યું છે. આ ફીચર WhatsApp બીટા માટે iOS 26.1.10.71 અપડેટમાં જોવા મળ્યું છે, જે TestFlight એપ દ્વારા ઉપલબ્ધ છે.આ અપડેટ પ્રોફાઇલ ઇન્ટરફેસમાં એક નવુ સેક્શન જોડવામાં આવ્યુ છે જ્યાં કવર ફોટો દેખાશે. આ ઇમેજ પ્રોફાઇલ ફોટોની ઉપર સીધી દેખાશે. તેની ડિઝાઇન Facebook અને LinkedIn જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવી જ હોવાનું કહેવાય છે.

whatsapp-banned-final

પ્રોફાઇલ ઇન્ટરફેસમાં કેવી દેખાશે Cover Photo

રિપોર્ટ અનુસાર, WhatsApp એક ડેડિકેટેડ બેનર એરિયા તૈયાર રહ્યું છે જ્યાં કવર ફોટો દેખાશે. આ બેનર પ્રોફાઇલ ફોટોની ઉપર બેસશે અને પ્રોફાઇલને વધુ વિઝ્યુઅલ અપીલ કરશે.એકવાર આ ફિચર એક્ટિવ થયા પછી, જ્યારે પણ યૂઝર કોઈ કોન્ટેક્ટની પ્રોફાઇલ જોશે અથવા તેમની પ્રોફાઇલ સેટિંગ્સ ખોલશે ત્યારે કવર ફોટો દેખાશે. આ ફિચર પહેલાથી જ WhatsApp બિઝનેસ એકાઉન્ટ્સમાં હાજર છે, જ્યાં કંપનીઓ તેનો ઉપયોગ તેમના બ્રાન્ડને હાઇલાઇટ કરવા માટે કરે છે.

Cover Photo સેટ કરવાની પદ્ધતિ શું હશે

Cover Photo પસંદ કરવાની પ્રક્રિયા WhatsApp Business એકાઉન્ટ જેવી જ હોવાની આશા છે. યૂઝર્સ કવર ફોટો પર ટેપ કરી શકે છે અને નવા ફોટા પર ક્લિક કરી શકે છે અથવા તેમની ગેલેરીમાંથી કોઈ ઇમેજ સિલેક્ટ કરી શકે છે. જરૂર પડવા પર કવર ઇમેજને રીપોજિશન અથવા રિપ્લેસ પણ શકશે. WhatsApp યૂઝર્સે સમયાંતરે તેમની પ્રોફાઇલ અપડેટ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપશે, જે તેમને વધુ વ્યક્તિગત અને આકર્ષક બનાવશે.

whatsapp-last

વોટ્સએપના બીજા નવા ફીચર્સ પણ ચર્ચામાં

કવર ફોટો ફીચર ઉપરાંત, WhatsApp એ તાજેતરમાં ઘણા નવા અપડેટ્સ રજૂ કર્યા છે. કંપનીએ નવા સભ્ય ટેગ્સ રજૂ કર્યા છે, જે યૂઝરના નામ સાથે જોડવામાં આવે છે, ત્યારે તેમના વિશે વધુ માહિતી આપે છે. એક નવું Text Stickers ફીચર પણ ઉમેરવામાં આવ્યું છે, જે તમને કોઈપણ શબ્દ ટાઇપ કરી સ્ટીકર બનાવી શકે છે. WhatsApp Event Reminder ફીચર પણ લોન્ચ કર્યું છે.

જેમાં ગ્રુપ ચેટમાં ઇવેન્ટ્સ બનાવતી વખતે ઇનવાઇટ કરેલા યૂઝર્સને કસ્ટમ રિમાઇન્ડર્સ મેળી શકે છે. આ બધી સુવિધાઓ WhatsAppને વધુ ઇન્ટરેક્ટિવ બનાવવાની દિશામાં મોટુ પગલુ માનવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

WhatsApp New Feature Feature Beta Testing Profile Cover Photo
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ