ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Tech & Auto / ટેક અને ઓટો / મોંગોલિયામાં એવું તો શું મળી આવ્યું કે, વૈજ્ઞાનિકો પણ રહી ગયા દંગ

OMG / મોંગોલિયામાં એવું તો શું મળી આવ્યું કે, વૈજ્ઞાનિકો પણ રહી ગયા દંગ

Last Updated: 05:25 PM, 20 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈજ્ઞાનિકોને મોંગોલિયાનમાંથી સૌથી જૂના ડાયનાસોરના અવશેષ મળી આવ્યા છે. આ અવશેષ લગભગ 108 વર્ષ જૂનૂ છે. આડાયનાસોરની ખોપડી ગુંબજ આકારની છે.

ADVERTISEMENT

મોંગોલિયાના ગોબી રણમાંથી વૈજ્ઞાનિકોએ  પેચીસેફાલોસૌરસ નામના એક પ્રાચીન ડાયનાસોરના અવશેષ શોધી કાઢ્યા છે. જે બે પગવાળુ શાકાહારી ડાયનાસોર હતુ.  જેની વિશિષ્ટ ઓળખ ગુંબજ આકારની તેની ખોપરી છે. અહીંયા એક યુવાન ડાયનાસોરનુ હાડપિંજર મળ્યુ છે. જે આશરે 108 મિલિયન વર્ષ જૂનુ હોવાનુ કહેવાય છે, આ બાબત તેને સૌથી જૂનુ અને સૌથી પેચીસેફાલોસૌર અવશેષ બનાવે છે. તે બીજા અવશેષો કરતાં આશરે 15 મિલિયન વર્ષ જૂનુ છે. આ ડાયનાસોર આશરે 1 મીટર લાંબુ હતુ.

  • ઉંમર કેવી રીતે નક્કી કરાઈ?
    સંશોધકોએ આ ડાયનાસોરની ઉંમર તેના હાડકામાં રહેલા રિંગ્સને જોઈ નક્કી કરી હતી, જે વૃક્ષના થડમાં જોવા મળતા રિંગ્સ જેવી લાગે છે. એના પરથી એ પણ જાણવા મળ્યુ કે, તેની ખોપરી પરનો ગુંબજ પૂર્ણ રીતે વિકસિત થયેલો હતો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેનો ઉપયોગ લડાઈ અને શક્તિ દર્શાવવા માટે કરવામાં આવતો હશે.
  • માથા પર ગુંબજ કેમ હશે?
    વિજ્ઞાનીકોનું એવુ માનવું છે કે આ ડાયનાસોર ગુંબજનો ઉપયોગ સામાજિક અને યૌન વ્યવહાર માટે કરતા હશે. નેચરપત્રીકા અનુસાર, નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક લિન્ડસે જાનોએ આ અંગે કહ્યુ હતું કે, આ ગુંબજનો ઉપયોગ શિકારીઓથી રક્ષણ અને તાપમાનને કંટ્રોલ કરવા માટે થતુ. આ  સિવાય સાથીઓને આકર્ષવા માટે પણ ઉપયોગ થતો હશે.
  • નવું નામ શું ?

આ ડાયનાસોરનું નામ વિજ્ઞાનીઓએ જાવાસેફાલ રાખ્યું છે, કારણ કે તે જ્યાં રહેતુ હતુ ત્યાં બીજા શાકાહારી ડાયનાસોરના અવશેષો પણ મળી આવ્યા છે. જેમાં માછલી, કાચબા અને મગરના કેટલાક સંબંધીઓ પણ મળી આવ્યા છે. લિન્ડસે જાનોએ જણાવ્યુ કે, "જવાસેફાલે શોધાયા તે પહેલાં અમને પેચીસેફાલોસોર વિશે માત્ર તેના મજબૂત ગુંબજોમાંથી  વિશે જાણકારી મળતી હતી.


વધુ વાંચો :જંગલમાંથી મળી આવ્યા 7 રહસ્યમય માટીના કળશ, અંદર જોતાં જ વૈજ્ઞાનિકો રાડ ફાટી ગઈ

  • અવશેષની અંદર શું મળ્યુ?
    ડાઇનાસોરના અવશેષોમાં ગેસ્ટ્રોલિથ્સ પણ મળી આવ્યા હતા. ગેસ્ટ્રોલિથ્સ છોડને પીસવામાં મદદ કરતુ હતુુ. વૈજ્ઞાનિકો પેચીસેફાલોસોરસના ઉત્ક્રાંતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો એવા અવશેષો શોધવાના પ્રયાસમાં છે કે, તેમના વિચિત્ર ગુંબજો કેવી રીતે રચાયા અને તેના બીજા ડાયનાસોર સાથે શું સંબંધ હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dinosaur Fossil Mongolia Pachycephalosaurus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ