બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / જંગલમાંથી મળી આવ્યા 7 રહસ્યમય માટીના કળશ, અંદર જોતાં જ વૈજ્ઞાનિકો રાડ ફાટી ગઈ
Last Updated: 03:53 PM, 14 September 2025
બ્રાઝિલના એમેઝોન જંગલોમાં અવાર નવાર નવી નવી શોધ થતી હોય છે. તાજેતરમાં આવી જ એક ખૂબ મહત્વની શોધ થઈ છે. જ્યાં સંશોધકોને એક પડી ગયેલા ઝાડના મૂળ નીચેથી 7 મોટા કળશ મળ્યા છે. તેમાં માણસ, માછલીઓ અને કાચબાના હાડકાં મળી આવ્યા છે. મમિરૌઆ ઇન્સ્ટિટ્યૂટ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટની ટીમે આ કળશ શોધી કાઢ્યું છે. આ સંશોધનથી એમેઝોનના જૂના સમાજ અને તેમના રિવાજો વિશે નવી માહિતી મળી શકે છે. શોધાયેલા આ 3 ફૂટ પહોળા કળશોનું વજન લગભગ 350 કિલો હતું અને તે જમીનથી 16 ફૂટ નીચે દટાયેલા હતા. જેને મમિરૌઆ ઇન્સ્ટિટ્યૂટના પુરાતત્વવિદ્ માર્સિઓ અમરલની ટીમે શોધી કાઢ્યા છે.
ADVERTISEMENT
આ ટીમની એક સંશોધક જ્યોર્જિયા લૈલા હોલેન્ડાએ જણાવ્યું કે આ કળશો ખૂબ મોટા છે, તેની પર કોઈ પણ પ્રકારનું ઢાંકણુ નથી મળ્યુ. તેમનું માનવું છે કે આ કળશોને કદાચ કોઈ જૈવિક પદાર્થથી બંધ કરાયા હશે જે અત્યારે ખરાબ થઈ ગયુ છે. આ જગ્યાએ પહેલા લોકો રહેતા હતા, મતલબ કે, લોકો આ કળશોને અલગ જગ્યાએ દફનાવવાને બદલે તેમના ઘરના ફર્શ નીચે જ નીચે રાખતા હતા.
ADVERTISEMENT
પુરાતત્વવિદો મુજબ, એમેઝોનમાં રહેતા લોકો તેમના વાતાવરણને ખૂબ સારી રીતે સમજતા હતા. આ કળશ એ સાબિત કરે છે કે એમેઝોન કોઈ ખાલી જગ્યા નહોતી પણ ત્યાં લોકો રહેતા હતા અને તે જગ્યાની સારી રીતે સંભાળ પણ રાખતા હતા. હોલેન્ડાએ જણાવ્યું કે, આ કળશ 40 સેન્ટિમીટરની ઊંડાઈએ મળી આવ્યા હતા, જે કદાચ જૂના ઘરોની ભૂમિ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.