ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / જોઇ, વિશ્વની સૌ પ્રથમ મહિલા AI મિનિસ્ટર? જે ભ્રષ્ટાચાર પર લગાવશે લગામ

ટેક્નોલોજી / જોઇ, વિશ્વની સૌ પ્રથમ મહિલા AI મિનિસ્ટર? જે ભ્રષ્ટાચાર પર લગાવશે લગામ

Last Updated: 05:06 PM, 12 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુરોપના એક દેશે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના હેતુસર પોતાના મંત્રીમંડળમાં AI મંત્રીનો સમાવેશ કરી બધાને ચોંકાવી દીધા છે. AI મંત્રી હવે પબ્લિક પ્રોક્યોરમેન્ટ (સરકારી ટેન્ડર અને કોન્ટ્રાક્ટ)નું ધ્યાન રાખશે.

ADVERTISEMENT

દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ વધી રહ્યો છે.  હવે તેનો ઉપયોગ રાજકારણમાં પણ જોવા મળ્યો છે. યુરોપના અલ્બેનિયાએ તાજેતરમાં આ અંગે પહેલ કરી છે. અલ્બેનિયાના પ્રધાનમંત્રી એડી રામા(Edi Rama)એ તેમના નવા મંત્રીમંડળમાં એક એવા મંત્રીનો સમાવેશ કર્યો છે, જે માણસ નહીં પણ  ડિજિટલ ફોર્મમાં છે. આ AI મંત્રીનું નામ ડિએલા (Diella) છે, જેનો અલ્બેનિયન ભાષામાં મતલબ "સૂર્ય" થાય છે.

  • કોણ છે Diella?
    અલ્બેનિયાના લોકો માટે Diella કોઈ નવો ચહેરો નથી. તે જાન્યુઆરી 2025 થી તે અલ્બેનિયાના સરકારી ઓનલાઈન પોર્ટલ ઇ-અલ્બેનિયા પર નાગરિકોને મદદ કરી રહી છે. અહીંયા તે લગભગ 95% સરકારી સેવાઓને સરળ બનાવવામાં ગાઈડ કરે છે. લોકો વૉઇસ કમાન્ડ દ્વારા દસ્તાવેજો, અરજીઓ અને અન્ય સરકારી પ્રોસેસમાં Diellaની મદદ લે છે. હવે પ્રધાનમંત્રી એડી રામાએ તેને મોટી ભૂમિકા આપીને તેને મંત્રીમંડળમાં સામેલ કરી દીધી છે.
  • ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો હેતુ

પ્રધાનમંત્રી એડી રામાએ જાહેરાત કરી છે કે ડિએલા(Diella)  હવે પબ્લિક પ્રોક્યોરમેન્ટ  (સરકારી ટેન્ડર અને કોન્ટ્રાક્ટ)નું ધ્યાન રાખશે. તેનો મુખ્ય હેતુ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો અને પારદર્શિતા લાવવાનો છે. અલ્બેનિયા લાંબા સમયથી ભ્રષ્ટાચાર અને લાંચના મામલામાં સમાચારમાં રહ્યું છે. અલ્બેનિયાના સરકારી ટેન્ડરોમાં અનિયમિતતા અને રાજકીય ફેવરિટિઝમની ફરિયાદો કોમન છે.

  • સરકારી કોન્ટ્રાક્ટ AI દ્વારા તપાસવામાં આવશે
    આ અંગે એડી રામાએ જણાવ્યું છે કે, હવે સરકારી કોન્ટ્રાક્ટ અને ટેન્ડરો માણસોને બદલે AI દ્વારા તપાસવામાં આવશે અને મંજૂર કરાશે. એટલે કે, કઈ કંપનીને કોન્ટ્રાક્ટ મળશે તે ડિએલા(Diella) નક્કી કરશે અને તે સંપૂર્ણરીતે  યોગ્યતા અને ડેટા પર આધારિત હશે, ન કે કોઈ રાજકીય દબાણ પર.

એડી રામાએ કહ્યું કે,  "ડિએલા અમારા મંત્રીમંડળના પ્રથમ સભ્ય છે, જે શારીરિક રીતે હાજર નથી પરંતુ વર્ચ્યુઅલ રીતે દરેક જગ્યાએ છે." તેમને તેને "સરકારી કોન્ટ્રાકટની સેવક" ગણાવી. e-Albania પર Diella પરંપરાગત અલ્બેનિયન ડ્રેસ પહેરેલી જોવા મળે છે, જે લોકોને ટેકનોલોજીની સાથે પોતાની સંસ્કૃતિની ઝલક પણ આપે છે.

  • નાબૂદ થશે ભ્રષ્ટાચાર ?

અલ્બેનિયાનું આ પગલું આમ તો આવકારદાયક  છે. પરંતુ લોકોને સવાલ થઇ રહ્યા છે કે, શું અલ્ગોરિધમ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ  ભ્રષ્ટાચારને દૂર કરી શકશે, જેની સાથે વોચડોગ એજન્સીઓ અને બીજા લોકો પણ સંઘર્ષ કરી રહ્યા છે? એક્સપર્ટ અનુસાર જો આ પ્રયોગ સફળ થાય તો આ મોડેલ અન્ય દેશો માટે પણ પ્રેરણા બની શકે છે.

  • લોકોની પ્રતિક્રિયા

અલ્બેનિયાના સ્થાનિક મીડિયાએ આ નિર્ણયને  એક મોટો ફેરફાર ગણાવ્યો છે. તેઓનું માનવું છે કે, સરકાર હવે ટેકનોલોજીને માત્ર એક સાધન નહીં પરંતુ શાસનનો એક્ટિવ પાર્ટનર પણ બનાવી રહી છે. તો સામાન્ય લોકો તે જાણવા માટે ઉત્સુક છે કે શું સરકારી કોન્ટ્રાકટમાં લાંચ અને દલાલી સમાપ્ત થશે કે નહીં.

વધુ વાંચો : EU બાદ હવે G7ને અમેરિકાની અપીલ, કહ્યું 'ભારત-ચીન પર 100 ટકા ટેરિફ ઠોકી દો'

  • જોખમ પણ મોટું

આમ, ડિએલા અલ્બેનિયાના પ્રથમ AI કેબિનેટ મંત્રી છે, જેને પબ્લિક પ્રોક્યોરમેન્ટ  (સરકારી ટેન્ડર અને કરાર) ની જવાબદારી સોંપવામાં આવી છે. તેને બનાવવાનો હેતુ ભ્રષ્ટાચાર અને લાંચને રોકવાનો છે. અત્યાર સુધી કોઈ પણ દેશમાં AI ને કેબિનેટ મંત્રી બનાવવામાં નથી આવ્યું. આવું કરનારો અલ્બેનિયા પહેલો દેશ છે. જો આ પ્રયોગ સફળ થશે તો તે મોટી ક્રાંતિ લાવી શકે છે, પરંતુ તેમાં જોખમ પણ મોટું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AI minister Edi Rama Public Procurement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ