ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / EU બાદ હવે G7ને અમેરિકાની અપીલ, કહ્યું 'ભારત-ચીન પર 100 ટકા ટેરિફ ઠોકી દો'

ડબલ ગેમ / EU બાદ હવે G7ને અમેરિકાની અપીલ, કહ્યું 'ભારત-ચીન પર 100 ટકા ટેરિફ ઠોકી દો'

Published By: Priykant Shrimali

Last Updated: 09:31 AM, 12 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump : ટ્રમ્પ ઈચ્છે છે કે, G7 દેશો ભારત અને ચીન તરફથી રશિયન તેલની ખરીદી પર 50% થી 100% સુધીના ટેરિફ લાદે જેથી રશિયાને યુક્રેન સામેના યુદ્ધમાં મળતું આર્થિક સમર્થન અટકાવવામાં આવે, જાણો શું છે સમગ્ર મામલો ?

ADVERTISEMENT

Donald Trump : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને હાલના રાજકીય નેતા ડોનાલ્ડ ટ્રમ્પે નવા વિવાદાસ્પદ પગલાની શરૂઆત કરી છે. એક અહેવાલ અનુસાર ટ્રમ્પ ઈચ્છે છે કે, G7 દેશો ભારત અને ચીન તરફથી રશિયન તેલની ખરીદી પર 50% થી 100% સુધીના ટેરિફ લાદે જેથી રશિયાને યુક્રેન સામેના યુદ્ધમાં મળતું આર્થિક સમર્થન અટકાવવામાં આવે. આ મુદ્દા પર ચર્ચા કરવા માટે G7 દેશોના નાણામંત્રીઓ શુક્રવારના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજશે.

યુએસ ટ્રેઝરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ચીન અને ભારત દ્વારા ખરીદવામાં આવતું રશિયન તેલ પુતિનના યુદ્ધ મશીનને આર્થિક બળ પુરું પાડી રહ્યું છે, જે યુક્રેનિયન લોકોની હત્યાને લંબાવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, યુદ્ધ સમાપ્ત થયા બાદ આ ટેરિફ હટાવી લેવામાં આવશે. અમેરિકાના આ દૃષ્ટિકોણ અનુસાર, આ પગલું એના "શાંતિ અને સમૃદ્ધિ વહીવટ"નો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેનાથી રશિયાને શાંતિની વાટાઘાટો માટે દબાણ હેઠળ લાવવાનો પ્રયાસ છે.

એક અમેરિકન અધિકારીએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે અમેરિકા આ ​​પગલું ત્યારે જ લેશે જો તેના યુરોપિયન ભાગીદારો તેને સમર્થન આપે. આ પગલાનો હેતુ ભારત અને ચીનને રશિયન તેલ ખરીદવાથી રોકવાનો છે, જેથી યુદ્ધ માટે રશિયાને મળી રહેલા આર્થિક સમર્થનને રોકી શકાય. અગાઉ, ટ્રમ્પે યુરોપિયન યુનિયન (EU) ને ભારત અને ચીન પર 100% સુધીના ટેરિફ લાદવાની અપીલ કરી હતી. ટ્રમ્પ કહે છે કે આમ કરવાથી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર આર્થિક દબાણ વધશે.

EU ની સંમતિ અંગે સંશય

આ તરફ જ્યારે અમેરિકા આ પગલાને મંજૂરી આપવા યુરોપિયન યુનિયન (EU) તરફ જોય રહ્યું છે ત્યારે બ્રસેલ્સ તરફથી સહમતિ મળવી કઠિન જણાઈ રહી છે. EU માને છે કે,ભારત અને ચીન જેવા મોટા વેપાર સાથીઓ પર કડક ટેરિફ લાદવાથી આર્થિક જોખમો તથા બદલાની કાર્યવાહી થઈ શકે છે. જોકે યુરોપિયન યુનિયન પોતે 2027 સુધીમાં રશિયન ઊર્જા પરની નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ કરવાની યોજના પર આગળ વધી રહી છે અને નવા પ્રતિબંધો લાદવાના પક્ષમાં છે.

કેનેડાની પુષ્ટિ અને સંકેત

G7 નું હાલનું અધ્યક્ષપદ ધરાવતો કેનેડા પણ આ મુદ્દા પર ચિંતિત છે. કેનેડાએ બેઠકની પુષ્ટિ આપી છે અને કહ્યું છે કે તે રશિયાની યુદ્ધ ક્ષમતાઓ પર વધુ દબાણ લાવવાના વધુ પગલાં લેવા માટે તૈયાર છે.

આ પણ વાંચો : પ્રથમ મહિલા ચીફ જસ્ટિસના હાથમાં સોંપાશે નેપાળના PM પદની કમાન! ભારત સાથે ધરાવે છે નજીકનો નાતો

ભારત અને ચીનની સ્થિતિ મહત્વપૂર્ણ

ભારત અને ચીન હાલમાં રશિયાથી મોટા પ્રમાણમાં તેલ ખરીદી રહ્યા છે ખાસ કરીને ડિસ્કાઉન્ટેડ ભાવ પર. અમેરિકાનું માનવું છે કે, જો આ દેશો પર ટેરિફ લાગુ કરવામાં આવે, તો તે તેમનો વ્યવસાયિક નિર્ણય બદલવામાં મોટું દબાણ ઊભું કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

America Russia Donald Trump

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ