ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / પ્રથમ મહિલા ચીફ જસ્ટિસના હાથમાં સોંપાશે નેપાળના PM પદની કમાન! ભારત સાથે ધરાવે છે નજીકનો નાતો

મોટી અપડેટ / પ્રથમ મહિલા ચીફ જસ્ટિસના હાથમાં સોંપાશે નેપાળના PM પદની કમાન! ભારત સાથે ધરાવે છે નજીકનો નાતો

Published By: Priykant Shrimali

Last Updated: 07:53 AM, 12 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nepal Sushila Karki : એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કેમને ત્યાંના શિક્ષકો, મિત્રો અને ગંગા નદીના કિનારા આજે પણ યાદ છે. ઉનાળાની રાતોમાં છત પર સૂવું એ પણ યાદગાર અનુભવો હતા, જાણો કોણ છે નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન

ADVERTISEMENT

Nepal Sushila Karki : નેપાળની રાજનીતિક પરિસ્થિતિએ આજે એક નવો વળાંક લીધો છે. દેશના પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી હવે નેપાળના પહેલા મહિલા વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ દ્વારા તેમને વડા પ્રધાન પદ માટે શપથ લેવડાવવાની તૈયારી ચાલી રહી છે. કાર્કીના નામ પર જનરેશન Z (Gen Z) વચ્ચે વિશાળ સર્વસંમતિ છે. કાઠમંડુના લોકપ્રિય મેયર બાલેન શાહ સહિત અનેક યુવા નેતાઓ અને નાગરિકોને તેમનો ખુલ્લો ટેકો છે.

ન્યાયધિકારીથી વડા પ્રધાન સુધીનું સફર

સુશીલા કાર્કી માત્ર નેપાળની પહેલી મહિલા ચીફ જસ્ટિસ જ નથી પણ એક એવી શક્તિશાળી વ્યક્તિ છે, જેમણે ન્યાયપાલિકા દ્વારા દેશના ભ્રષ્ટાચાર સામે સ્પષ્ટ અને દ્રઢ વલણ દાખવ્યું. 2016માં ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ થયેલી કાર્કીનો કાર્યકાળ ભલે એક વર્ષનો રહ્યો હોય તેમ છતાં તેમણે તે સમયમાં અનેક ઐતિહાસિક નિર્ણયો આપ્યા જેને કારણે સરકારના કેટલાક વર્ગોમાં અસ્વીકાર પણ થયો. 2017માં તેમની સામે મહાભિયોગ લાવવામાં આવ્યો હતો અને તેમનું સસ્પેન્શન થયું હતું. કાર્કી માટે આ સમય કોઈ નિરાશાનો સમય નહોતો પરંતુ લોકપ્રિયતાની શરૂઆત હતી. લોકો તેમને માત્ર એક ન્યાયમૂર્તિ તરીકે નહીં પણ એક સચોટ અને નિર્ભય નેતા તરીકે જોવામાં લાગ્યા.

શિક્ષણ અને જીવનનો આરંભ

સુશીલા કાર્કીનો જન્મ 7 જૂન 1952ના રોજ નેપાળના બિરાટનગર શહેરમાં થયો હતો. તેઓ તેમના માતા-પિતાના સાત સંતાનોમાં સૌથી મોટી હતી. 1972માં તેમણે BA પૂર્ણ કર્યું અને 1975માં ભારતની જાણીતી બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માંથી રાજકીય વિજ્ઞાનમાં આ્ટર્સ કર્યું. 1978માં ત્રિભુવન યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી અને ત્યારબાદ કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી.

આ પણ વાંચો : 'ભારત-અમેરિકા વચ્ચે વધારે મતભેદ નથી', ટેરિફને લઇ ટ્રમ્પના રાજદૂતનું મોટું નિવેદન

ભારત અંગેના વિચારો

BHU ના દિવસો તેમને આજે પણ યાદ છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કેમને ત્યાંના શિક્ષકો, મિત્રો અને ગંગા નદીના કિનારા આજે પણ યાદ છે. ઉનાળાની રાતોમાં છત પર સૂવું એ પણ યાદગાર અનુભવો હતા. કાર્કી ભારત વિશે હંમેશાં સકારાત્મક અભિપ્રાય ધરાવે છે. તેમણે કહ્યું કે, ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો માત્ર રાજકીય સ્તરે નહીં, પણ લોકસ્તરે પણ ખૂબ જ ઉંડા અને સંવેદનશીલ છે. અમારા ઘણા સંબંધીઓ અને ઓળખીતાઓ ભારતમાં રહે છે. અમે ભારતના લોકોને આપણા ભાઈઓ અને બહેનો માનીએ છીએ. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે, ભારત-નેપાળ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવાનો સમય આવી ગયો છે. જ્યારે બે દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ હોય, ત્યારે બેસીને નીતિ નિર્ધારણ કરવો જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sushila Karki Nepal violence Nepal

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ