બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વિશ્વ / સુરતના સમાચાર / સિંગાપોરમાં 1.3 કરોડના હીરાની ફિલ્મી સ્ટાઈલમાં ચોરી, સુરત સાથે છે કનેક્શન

ક્રાઇમ / સિંગાપોરમાં 1.3 કરોડના હીરાની ફિલ્મી સ્ટાઈલમાં ચોરી, સુરત સાથે છે કનેક્શન

Published By: Priykant Shrimali

Last Updated: 12:27 PM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Singapore Diamond Theft : સિંગાપોરમાં લગભગ ₹1.30 કરોડની કિંમતનો 4.95 કેરેટનો હીરો ચોરવા માટે સુરતથી બે ભારતીયોએ એવો પ્લાન બનાવ્યો કે જાણે કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ હોય. સિંગાપોર પહોંચતા પહેલાં બંનેએ સુરતમાં એ જ આકાર, વજન અને સીરિયલ નંબરનો નકલી હીરો તૈયાર કરાવ્યો. પ્લાન મુજબ એક યુવકે જ્વેલરી શોપના કર્મચારીનું ધ્યાન ભટકાવવાનું હતું અને બીજાએ અસલી હીરાની જગ્યાએ નકલી હીરો મૂકી દેવાનો હતો.

Singapore Diamond Theft : સિંગાપોરમાં લગભગ ₹1.30 કરોડની કિંમતનો 4.95 કેરેટનો હીરો ચોરવા માટે બે ભારતીયોએ એવો પ્લાન બનાવ્યો કે જાણે કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ હોય. સિંગાપોર પહોંચતા પહેલાં બંનેએ સુરતમાં એ જ આકાર, વજન અને સીરિયલ નંબરનો નકલી હીરો તૈયાર કરાવ્યો. પ્લાન મુજબ એક યુવકે જ્વેલરી શોપના કર્મચારીનું ધ્યાન ભટકાવવાનું હતું અને બીજાએ અસલી હીરાની જગ્યાએ નકલી હીરો મૂકી દેવાનો હતો. પ્લાન મુજબ બંનેએ હીરો બદલી પણ નાખ્યો અને અસલી હીરો મોઢામાં છુપાવીને દુકાનની બહાર પણ નીકળી ગયા. પરંતુ તેમની એક ભૂલ આખા પ્લાન પર ભારે પડી. દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં તેમની દરેક હરકત રેકોર્ડ થઈ ગઈ હતી. સિંગાપોર છોડીને ભારત ભાગે તે પહેલાં જ બંને ચાંગી એરપોર્ટ પરથી ઝડપાઈ ગયા.

સુરતથી શરૂ થયો હતો ચોરીનો પ્લાન

આ કેસમાં 41 વર્ષીય મંગરોલિયા મનોજકુમાર કુર્જીભાઈએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. સિંગાપોરની કોર્ટે તેને 2 વર્ષ, 2 મહિના અને 2 અઠવાડિયાની જેલની સજા ફટકારી છે. જ્યારે તેનો સાથી 30 વર્ષીય સેરાસિયા મિલન રમણિકભાઈની સજાની સુનાવણી શુક્રવારે થવાની છે. બંને એક કોમન મિત્રના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે સિંગાપોરમાં હીરાની ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાનને સફળ બનાવવા માટે સિંગાપોર જતા પહેલાં સુરતમાં અસલી હીરા જેવો જ નકલી હીરો બનાવડાવ્યો હતો. નકલી હીરોનો આકાર, વજન અને સીરિયલ નંબર પણ અસલી હીરા જેવો જ રાખવામાં આવ્યો હતો, જેથી દુકાનમાં હીરો બદલ્યા બાદ તરત કોઈને શંકા ન જાય.

એકનું કામ ધ્યાન ભટકાવવાનું, બીજાનું હીરો બદલવાનું

બંને 19 જૂન, 2026ના રોજ ચાંગી એરપોર્ટ મારફતે સિંગાપોર પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ ચાઇનાટાઉન વિસ્તારમાં આવેલી ડાયનોશે જ્વેલરી શોપમાં ગયા હતા. બપોરે લગભગ 3 વાગ્યે બંનેએ દુકાનમાં જઈને હીરો જોવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યાર બાદ મનોજકુમારે સેલ્સ મેનેજર સાથે વાતચીત શરૂ કરી અને તેનું ધ્યાન દુકાનમાં રાખેલી અન્ય વસ્તુઓ તરફ દોર્યું. આ દરમિયાન તેણે પોતાના સાથી મિલનને ઈશારો કર્યો. મિલને તક મળતા જ નકલી હીરો કાઢ્યો અને અસલી 4.95 કેરેટના હીરાની જગ્યાએ મૂકી દીધો. અસલી હીરો તેણે પોતાના મોઢામાં છુપાવી લીધો. બંનેને લાગ્યું કે તેમનો પ્લાન સફળ થઈ ગયો છે. પરંતુ તેઓ એ ભૂલી ગયા હતા કે દુકાનમાં CCTV કેમેરા પણ લાગેલા હતા.

હીરોની તપાસ થતાં જ આખો ભાંડો ફૂટ્યો

હીરો લઈને બંને દુકાનમાંથી બહાર નીકળી ગયા. જતા સમયે તેમણે સેલ્સ મેનેજરને કહ્યું કે તેઓ હીરો ખરીદવા અંગે વિચારીને પછી નિર્ણય કરશે. બંનેના ગયા બાદ સેલ્સ મેનેજરે હીરાની ઓપ્ટિકલ જેમસ્ટોન આઈડેન્ટિફિકેશન મશીનથી તપાસ કરી. તપાસમાં હીરો નકલી હોવાનું સામે આવ્યું. ત્યાર બાદ દુકાનના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી. તેમાં બંને આરોપીઓની સમગ્ર હરકત કેદ થઈ ગઈ હતી. પોલીસને જાણ થતાં બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી.

હોટેલમાંથી વહેલા ચેકઆઉટ, સાંજે ભારતની ફ્લાઈટ બુક કરાવી

ચોરી બાદ બંને સીધા હોટેલ પર પરત ફર્યા હતા. અહીંથી તેમણે નિર્ધારિત સમય પહેલાં જ ચેકઆઉટ કરી દીધું હતું. ત્યાર બાદ એ જ સાંજે ભારત પરત ફરવા માટે ફ્લાઈટ બુક કરાવી હતી. પરંતુ સિંગાપોર છોડવાનો તેમનો પ્લાન પણ નિષ્ફળ ગયો. રાત્રે લગભગ 8:50 વાગ્યે બંને ચાંગી એરપોર્ટના ટર્મિનલ-3 પર ઈમિગ્રેશન પાર કરી રહ્યા હતા, ત્યારે પોલીસે બંનેને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન મિલનના બેગમાંથી ચોરી કરેલો અસલી હીરો પણ મળી આવ્યો હતો.

'ભારતમાં મારા બે બાળકો છે, સજા ઓછી કરો'

મનોજકુમાર સામે 20 જૂને આરોપો નક્કી કરવામાં આવ્યા હતા અને ત્યારથી તે જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો. કોર્ટમાં સજા ઓછી કરવાની અપીલ કરતા મનોજકુમારે ટ્રાન્સલેટરની મદદથી જણાવ્યું હતું કે ભારતમાં તેના બે બાળકો છે. તેથી તેને ઓછી સજા આપવામાં આવે.

આ પણ વાંચો : ચાંદખેડામાં ઝુંડાલ સર્કલ પાસે દીપડો રોડ ક્રોસ કરતો હોવાનો દાવો, જુઓ Photo

જોકે, સરકારી વકીલ યિપ ચેંગ યીએ કોર્ટમાં દલીલ કરી હતી કે બંને આરોપીઓ માત્ર ચોરીના ઈરાદાથી જ સિંગાપોર આવ્યા હતા. ચોરી માટે અગાઉથી પ્લાન બનાવવામાં આવ્યો હતો, સુરતમાં નકલી હીરો તૈયાર કરાવ્યો હતો અને અસલી હીરો ચોરી કર્યા બાદ સિંગાપોરમાંથી ભાગી જવાની પણ યોજના બનાવી હતી. સિંગાપોરના કાયદા મુજબ ઈમારતની અંદર ચોરીના ગુનામાં આરોપીને 7 વર્ષ સુધીની જેલની સજા અને દંડ થઈ શકે છે. હવે આ ફિલ્મી ચોરીના કેસમાં બીજા આરોપી મિલન રમણિકભાઈને કોર્ટ શું સજા ફટકારે છે, તેના પર સૌની નજર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Changi Airport Arrest Fake Diamond Singapore Diamond Theft

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ