બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / અમેરિકાનો હવે આ દેશ પર 50% ટેરિફનો મોટો પ્રહાર! ટ્રમ્પના નિર્ણયથી ફરી ભડક્યું ટ્રેડ વોર
Last Updated: 06:34 AM, 21 July 2026
US Canada Trade War : અમેરિકા અને કેનેડા વચ્ચે વેપારને લઈને ફરી એકવાર તણાવ વધી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આયાત થતા અનેક ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો હોવાનું અનેક મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે. જોકે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આ નિર્ણય બાદ બંને દેશો વચ્ચે ટ્રેડ વોર વધુ તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, કેનેડા અમેરિકાની કાર, ડેરી પ્રોડક્ટ્સ અને આલ્કોહોલિક ઉત્પાદનો સાથે ભેદભાવપૂર્ણ વેપાર નીતિ અપનાવી રહ્યું છે. અમેરિકાનો દાવો છે કે, આ કારણે સ્થાનિક ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું છે. તેથી અમેરિકન ઉત્પાદકોના હિતોને સુરક્ષિત રાખવા માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે. નવી ટેરિફ વ્યવસ્થા હેઠળ કેનેડાથી આવતી અનેક વસ્તુઓ પર 50 ટકા સુધી આયાત શુલ્ક લાગશે. તેમાં રોજિંદા ઉપયોગની કેટલીક વસ્તુઓ ઉપરાંત ઔદ્યોગિક ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે. જોકે ઊર્જા, પોટાશ, મહત્વપૂર્ણ ખનિજ અને માછલી જેવા કેટલાક ઉત્પાદનોને આ નિર્ણયમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
Trump on Canada:
— Republicans against Trump (@RpsAgainstTrump) July 20, 2026
“I told them. I mean, you got to stop these fires from coming in and you know poisoning our air. Our air has been poisoned.
Maybe they should pay us some damages or something, or we should do some tariffs” pic.twitter.com/Xg4eO8YOUM
ADVERTISEMENT
મહત્વની વાત એ છે કે અમેરિકા અગાઉથી જ કેનેડાના સ્ટીલ, એલ્યુમિનિયમ, તાંબા અને અન્ય કેટલાક ઉત્પાદનો પર અલગ-અલગ દરે ટેરિફ વસૂલી રહ્યું છે. બીજી તરફ કેનેડાએ પણ અમેરિકાના સ્ટીલ, એલ્યુમિનિયમ અને કેટલીક વાહનસંબંધિત આયાત પર જવાબી ટેરિફ લાગુ કર્યા છે. જેના કારણે બંને દેશો વચ્ચે લાંબા સમયથી વેપારી મતભેદ ચાલી રહ્યા છે.
આ પણ વાંચો : ઓડેસા પોર્ટથી રવાના થયેલા MV ગોલ્ડન લિયો પર હુમલામાં 4 ભારતીય નાગરિકોના મોત
ADVERTISEMENT
આ તરફ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે કેનેડા અમેરિકન વાહનો અને અન્ય ઉત્પાદનો સાથે સમાન વ્યવહાર કરતું નથી. આ કારણોસર અમેરિકાએ હવે વધુ કડક વલણ અપનાવીને 50 ટકા ટેરિફ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ નવા નિયમો આગામી દિવસોમાં અમલમાં આવશે. વિશ્લેષકોનું માનવું છે કે, આ નિર્ણયની સીધી અસર બંને દેશો વચ્ચેના વેપાર પર પડી શકે છે. અનેક ઉત્પાદનો મોંઘા બનવાની શક્યતા છે, જ્યારે વૈશ્વિક બજારમાં પણ તેની અસર જોવા મળી શકે છે. હવે બંને દેશો વચ્ચે વેપાર અંગે ફરીથી ચર્ચા થાય છે કે ટેરિફ યુદ્ધ વધુ ઉગ્ર બને છે, તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.