બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ઓડેસા પોર્ટથી રવાના થયેલા MV ગોલ્ડન લિયો પર હુમલામાં 4 ભારતીય નાગરિકોના મોત

વિશ્વ / ઓડેસા પોર્ટથી રવાના થયેલા MV ગોલ્ડન લિયો પર હુમલામાં 4 ભારતીય નાગરિકોના મોત

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:50 PM, 20 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ukraine Ship Attacked: યુક્રેનના ઓડેસા બંદર પરથી રવાના થઈ રહેલા કાર્ગો જહાજ MV GOLDEN LEO પર થયેલા હુમલામાં ચાર ભારતીય ખલાસીઓ મોત થયા છે. અને એક ભારતીય ગંભીર રીતે ઘાયલ થયો હતો.

ભારતે યુક્રેનના ઓડેસા બંદર પર એક જહાજ પર થયેલા હુમલાની નિંદા કરી છે, જેમાં ચાર ભારતીયોના મોત થયા છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, "અમે આ હુમલાની નિંદા કરીએ છીએ." મંત્રાલયે જણાવ્યું હતું કે 19 જુલાઈની સાંજે યુક્રેનના ઓડેસા બંદરથી નીકળતી વખતે તેમના જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ચાર ભારતીય નાગરિકોના મોત થયા હતા અને એકની હાલત ગંભીર હતી.

હુમલા સમયે એમવી ગોલ્ડન લીઓ નામના જહાજમાં પાંચ ભારતીય નાગરિકો સહિત 17 ક્રૂ સભ્યો હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે, "યુક્રેનમાં અમારું મિશન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે."

ભારતે આ હુમલાની સખત નિંદા કરતા કહ્યું હતું કે કોમર્શિયલ શિપિંગને નિશાન બનાવવું, નાગરિક ક્રૂને જોખમમાં મૂકવા અથવા નેવિગેશન અને વેપારની સ્વતંત્રતામાં અવરોધ ઊભો કરવો એ અત્યંત દુ:ખદ છે અને તેને ટાળવું જોઈએ.

VTV Digital 1

આ પણ વાંચોઃ વર્લ્ડ / પેરુમાં કાળ બનીને આવ્યો ભૂકંપ, 5નાં મોત, 300થી વધુ થયા બેઘર

યુક્રેન અધિકારીઓએ જણાવ્યું હતું કે જહાજ પર રશિયન ક્રૂઝ મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેન નૌકાદળના અનુસાર રશિયાએ ગિની-બિસાઉ-ધ્વજવાળા જહાજ ગોલ્ડન લીઓ પર ત્રણ ક્રૂઝ મિસાઇલોથી હુમલો કર્યો હતો. આના કારણે આગ લાગી હતી. આ જહાજ મક્કા લઇ જઇ રહ્યું હતું અને તેમાં ભારત અને સીરિયાના ક્રૂ સભ્યો હતા. યુક્રેનના સીપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે રાતભર શોધ અને બચાવ કામગીરી ચાલુ રહી હતી, જેમાં નવ ક્રૂ સભ્યો અને એક મૈરીટાઇમ પાયલટના મોત થયા હતા. જહાજના 17 ક્રૂ સભ્યોમાંથી આઠને બચાવી લેવામાં આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ukraine Indian Odesa

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ