બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:46 AM, 12 September 2025
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં નવા US રાજદૂત તરીકે પોતાના નજીકના સહયોગી અને વ્હાઇટ હાઉસના પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસના ડિરેક્ટર સર્જિયો ગોરને પસંદ કર્યા છે. સેનેટ કમિટીમાં તેમના નામાંકન પર ચર્ચા દરમિયાન ગોરે જણાવ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધિત કેટલાક મતભેદો છે, પરંતુ તે બહુ મોટા નથી. તેમનું માનવું છે કે આગામી થોડા અઠવાડિયામાં ટેરિફ અને વેપાર સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવી જશે.
ADVERTISEMENT

સર્જિયો ગોરે જણાવ્યું કે ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ભારતે રશિયન તેલ ખરીદવાનું બંધ કરવું પડશે. જોકે તેમણે એ પણ કહ્યું કે વેપાર અને તેલ ખરીદી જેવા મુદ્દાઓ હોવા છતાં અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો સારા, મજબૂત અને વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ADVERTISEMENT
ગોરે વધુમાં જણાવ્યું કે અમેરિકા અને ભારતના ભવિષ્યના લક્ષ એકસરખા છે અને બંને દેશો વચ્ચેના સંબંધો ચીન સાથેના સંબંધો કરતા સારા છે. તેમણે યાદ અપાવ્યું કે બ્રિક્સ જેવા ફોરમ પર પણ ભારત ઘણીવાર અમેરિકાના પક્ષમાં રહ્યું છે. સર્જિયો ગોરના નામાંકનને અમેરિકા-ભારત સંબંધોમાં એક નવી શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે, જેમાં વેપાર, સુરક્ષા અને વ્યૂહાત્મક ભાગીદારીના મુદ્દાઓ મુખ્ય બની રહેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સેનેટ પેનલ સમક્ષ સર્જિયો ગોરનો પરિચય કરાવતા US સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો અત્યંત મહત્વપૂર્ણ છે. તેમના અનુસાર આ સંબંધો ભવિષ્યમાં વિશ્વના રાજકીય અને વ્યૂહાત્મક નકશાને આકાર આપશે.

ADVERTISEMENT
અમેરિકી સેનેટર માર્કો રૂબિયોએ કહ્યું કે 21મી સદીની દુનિયાની સૌથી મોટી વાર્તા ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં લખાશે. આ વિસ્તારમાં ભારતનું ખાસ સ્થાન રહેશે. તેમણે કહ્યું કે એટલા માટે અમેરિકા હવે ઇન્ડો-પેસિફિક કમાન્ડને વધારે મહત્વ આપી રહ્યું છે. રૂબિયોએ ઉમેર્યું કે અમેરિકા અને ભારત હાલ મોટા બદલાવના સમયમાં છે. યુક્રેન યુદ્ધની અસર અને બીજા પ્રાદેશિક પડકારો સામે લડવા માટે બંને દેશોને એકસાથે કામ કરવું પડશે, એમ તેમણે જણાવ્યું.
ADVERTISEMENT
હાલમાં અમેરિકા અને ભારત વચ્ચેનો વાર્ષિક વેપાર 190 બિલિયન ડોલરથી વધુ છે. અમેરિકા લાંબા સમયથી ભારતને ચીન સામે સંતુલન લાવવા માટે એક મહત્વનો સાથીદાર માને છે. પરંતુ વેપારમાં કેટલાક તણાવ ઉભા થયા છે. ઉદાહરણ તરીકે, ભારતે પોતાના કૃષિ અને ડેરી બજાર ખોલવા ઇનકાર કર્યો. આ કારણે ટેરિફ (કર) અંગેની વાટાઘાટો મુશ્કેલ બની.
આ પણ વાંચો : 'ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરે નહીંતર...' ડોનાલ્ડ ટ્રમ્પના મંત્રીએ ફરી ધમકી આપી
અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. શરૂઆતમાં આ ટેરિફ 25 ટકા હતો, પણ પછી વધારીને 50 ટકા કરવામાં આવ્યો. આ નિયમ 27 ઓગસ્ટથી લાગુ થયો છે. અમેરિકા કહે છે કે ભારતે રશિયાથી વધુ તેલ ખરીદ્યું અને એ જ આ વધારાના ટેરિફનું મુખ્ય કારણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.