ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / આરોગ્ય / ઉનાળાના તડકાથી બચાવવી છે સ્કીનની ચમક? જાણો ત્વચાને ગ્લોઇન્ગ રાખવાની આસાન રીત

સમર ટીપ્સ / ઉનાળાના તડકાથી બચાવવી છે સ્કીનની ચમક? જાણો ત્વચાને ગ્લોઇન્ગ રાખવાની આસાન રીત

Published By: Nirav Kumar

Last Updated: 01:51 AM, 31 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં અમુક લોકોને સ્કીન રીલેટેડ પ્રોબ્લેમ જોવા મળે છે. જેમાં ટેનિંગ, પિમ્પલ્સ કે ડ્રાયનેસ જેવી સમસ્યાઓ વધવા લાગે છે. એવામાં ત્વચાની સંભાળ કરવા અમુક નેચરલ ઉપાય કામમાં આવી શકે છે.

ADVERTISEMENT

ઉનાળો શરુ થતા જ તડકો, પરસેવો અને ધૂળ આપણી ત્વચા પર પ્રભાવ પાડે છે. ઘણીવાર લોકો તેમની વ્યસ્ત લાઈફસ્ટાઈલને લીધે ત્વચાની કેર કરતા નથી. એવામાં જ્યારે ટેનિંગ, પિમ્પલ્સ કે ડ્રાયનેસ જેવી સમસ્યાઓ વધવા લાગે છે ત્યારે જ તેઓ ધ્યાન આપે છે. જેઓ દરરોજ બહાર જાય છે તેમની ત્વચાને વધુ નુકસાન થાય છે. પરંતુ સવાલ એ છે કે ગરમીમાં પણ ભેજ અને ચમક જાળવવા માટે શું કરી શકાય? આપણે અહીંયા અમુક ટીપ્સ વિષે જાણીશું જે ઉનાળામાં પણ તમારી ત્વચાને ચમકતી રાખવામાં મદદ કરી શકે છે.

ઉનાળામાં તમારી ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી?

  • પાણી આધારિત સીરમનો ઉપયોગ કરો

ગરમીમાં ભારે ક્રીમ કરતાં લાઈટ પાણી આધારિત સીરમ વધુ ફાયદાકારક છે. તે ઝડપથી શોષાય છે અને ત્વચાને અંદરથી ભેજયુક્ત બનાવે છે, જેનાથી તે ફ્રેસ અને ચમકદાર દેખાય છે.

vtv app promotion
  • કુદરતી સ્ક્રબથી કરો સાફ

પરસેવાને કારણે ત્વચા પર ગંદકી જમા થાય છે. આથી અઠવાડિયામાં એક કે બે વાર ચણાનો લોટ, કોફી અથવા ઓટ્સ જેવા હળવા કુદરતી સ્ક્રબથી તમારી ત્વચાને સાફ કરવી બેસ્ટ છે. આ મૃત ત્વચાને દૂર કરે છે અને ત્વચા ક્લીન દેખાય છે.

  • હળવો મેકઅપ વાપરો

ઉનાળામાં, વધુ પડતો મેકઅપ છિદ્રોને બંધ કરી શકે છે. આથી હળવો મેકઅપ વાપરો અને ઓઈલી પ્રોડક્ટ ટાળો. ડ્રાયનેસ અટકાવવા માટે લિપ બામ લગાવવું પણ જરૂરી છે.

વધુ વાંચો : ચંદનથી બનેલા ફેસપેકથી કાચની જેમ ચમકશે ચહેરો, ડાઘ-ધબ્બા થઈ જશે દૂર

  • સૂર્યથી રક્ષણ અને હાઇડ્રેટેડ રહેવું જરૂરી

ઉનાળામાં બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લગાવવી એ એક જરૂરી આદત બનવી જોઈએ. તમારી ત્વચા માટે યોગ્ય SPF ધરાવતું સનસ્ક્રીન પસંદ કરો અને જો તમારે લાંબા સમય સુધી તડકામાં રહેવું પડે એવું હોય તો થોડા કલાકો બાદ તેને ફરીથી લગાવો. ડિહાઇડ્રેશન પણ નિસ્તેજ ત્વચાનું કારણ બની શકે છે. આથી દિવસભર પુષ્કળ પાણી પીવું જરૂરી છે. તમે તમારા રોજિંદા જીવનમાં નારિયેળ પાણી, લીંબુ પાણી, છાશ અને તાજા ફળોનો રસ પણ સામેલ કરી શકો છો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Skin Care Skin Problems Summer

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ