ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / ચંદનથી બનેલા ફેસપેકથી કાચની જેમ ચમકશે ચહેરો, ડાઘ-ધબ્બા થઈ જશે દૂર

સ્કીનકેર / ચંદનથી બનેલા ફેસપેકથી કાચની જેમ ચમકશે ચહેરો, ડાઘ-ધબ્બા થઈ જશે દૂર

Published By: Jinal Chauhan

Last Updated: 03:34 PM, 28 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સદીઓથી ભારતીય સ્કીન કેરમાં ચંદનનો ઉપયોગ કરવામાં આવે છે. આજે અમે તમને ઘરે ચંદનનો ફેસ પેક કેવી રીતે બનાવવો તે બતાવીશું જે તમને ચહેરાની સમસ્યાઓ દૂર કરવામાં અને ચમકતી ત્વચા મેળવવામાં મદદ કરશે.

ADVERTISEMENT

દરેક માણસ ઈચ્છે છે કે તેનો ચહેરો ચમકે અને સુંદર દેખાય. તેના માટે લોકો મોંઘી ક્રીમ કે પાર્લર જાય છે પણ તમારા ઘરે રહેલું ચંદન પાઉડર પણ બહુ કામનું છે. ચંદનનો નિયમિત ઉપયોગ કરવાથી ચામડીની તકલીફ ઓછી થાય છે સ્કિન નરમ રહે છે અને ચહેરા પર કુદરતી ચમક આવે છે. હવે તમે ઘરે સરળ રીતે ચંદનનો ફેસ પેક બનાવીને તમારી સ્કિનને ગ્લો કરી શકો છો.

ચંદન અને ગુલાબજળ ફેસપેક

ચંદન અને ગુલાબજળનો ફેસ પેક બનાવવા માટે 1 ચમચી ચંદન પાઉડર અને 2 ચમચી ગુલાબજળ લો અને બન્નેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. પહેલા ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો,.પછી આ પેસ્ટ ચહેરા પર લગાવો અને 10–15 મિનિટ સુધી રાખો. સૂકાઈ જાય પછી ઠંડા પાણીથી ધોઈ લો. આ ફેસ પેકથી સ્કિનને ઠંડક મળે છે, પિમ્પલ અને દાગ ઓછા થાય છે અને ચહેરો કુદરતી રીતે ચમકે છે.

SkincareTips (1)

ચંદન અને હળદર ફેસપેક

ચંદન અને હળદરનો ફેસ પેક બનાવવા માટે 1 ચમચી ચંદન પાઉડ અડધી ચમચી હળદર અને 1 ચમચી દૂધ લો. બધી વસ્તુઓ મિક્સ કરીને પેસ્ટ બનાવો. ચહેરો સાફ કરીને આ પેક 10–15 મિનિટ સુધી લગાવી રાખો પછી ઠંડા પાણીથી ધોઈ લો. આ પેકથી સ્કિનમાં ગ્લો વધે છે પિમ્પલ ઓછા થાય છે અને ચામડીના ઇન્ફેક્શનથી પણ બચાવ થાય છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ચોખાના આ નુસ્ખાથી મેળવો ગ્લોઇંગ સ્કિન, આ રીતે કરો ઉપયોગ

ચંદનનો મધનો ફેસપેક

ચંદન અને મધનો ફેસ પેક બનાવવા માટે 1 ચમચી ચંદન પાઉડર અને અડધી ચમચી મધ લો અને બન્નેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. પહેલા ચહેરો ઠંડા પાણીથી સારી રીતે ધોઈ લો, પછી આ પેસ્ટ ચહેરા પર લગાવીને 10–15 મિનિટ સુધી રાખો. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આ ફેસ પેકથી સ્કિન નરમ અને મોઇશ્ચરાઈઝ રહે છે ચહેરાની નિરસતા (ડલનેસ) અને ઝુર્રીઓ ઓછી થાય છે અને સ્કિન ટાઇટ બને છે. ચંદનનો આ ફેસ પેક સ્કિન માટે બહુ ફાયદાકારક છે, પરંતુ ચહેરા પર લગાવતાં પહેલા એકવાર નાનો પેચ ટેસ્ટ જરૂર કરી લેવો જોઈએ.

DISCLAIMER: હેલ્થને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ પણ હોઇ શકે છે. તેથી નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. અન્યથા https://www.vtvgujarati.com/ કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

glowing skin tips chandan face pack

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ