ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ડોનાલ્ડ ટ્રમ્પની ઈમિગ્રેશન ક્રેકડાઉન પોલિસી, ભારત-અમેરિકા ટ્રાવેલ માર્કેટ પર મોટું સંકટ

H-1B Work Visa / ડોનાલ્ડ ટ્રમ્પની ઈમિગ્રેશન ક્રેકડાઉન પોલિસી, ભારત-અમેરિકા ટ્રાવેલ માર્કેટ પર મોટું સંકટ

Published By: Nirav Kumar

Last Updated: 05:40 PM, 22 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા વધુ એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી ભારત અને અમેરિકાનું ટ્રાવેલ માર્કેટ ખરાબ રીતે પ્રભાવિત થઇ શકે છે. કેમ કે, H-1B વર્ક વિઝા માટે અરજી ફી વધારીને 88 લાખ રૂપિયા કરી દીધી છે.

ADVERTISEMENT

અમેરિકામાં ફરીથી ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી અનેક નિયમોમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. ટેરિફ વોર બાદ હવે વિઝા નિયમોમાં ફેરફારને લઇ ભારત-અમેરિકા ટ્રાવેલ માર્કેટ પર સંકટ આવી શકે છે. ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી  એરલાઇન્સ મુસાફરીમાં ઘટાડો થઈ શકે છે.  કેમ કે, ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વર્ક વિઝા માટે 100,000 ડોલર (આશરે 88 લાખ રૂપિયા) ની અરજી ફીની જાહેરાત કરી છે.  ટ્રમ્પ પ્રશાસનના તાજેતરના આ નિર્ણયને લઇ એવા દાવાઓ થઈ રહ્યા છે કે આ પગલું ટ્રમ્પની ઇમિગ્રેશન ક્રેકડાઉન પોલિસીનો હિસ્સો છે.


ગયા વર્ષની સરખામણીમાં આ જાન્યુઆરીમાં એરલાઇન્સ દ્વારા ભારત અને અમેરિકા વચ્ચે 27% ઓછી મુસાફરી થઇ શકે તેવું અનુમાન એવિએશન રિસર્ચ કંપની સિરિયમનું છે. આ ઘટાડો મુખ્યત્વે એર ઇન્ડિયાની લીડરશિપમાં થઇ રહ્યો છે.  એર ઇન્ડિયા ગત જાન્યુઆરીમાં 444 ફ્લાઇટ્સની તુલનામાં હવે 278 ફ્લાઇટ્સ ઓપરેટ કરશે.

એરલાઈન્સ ઈંડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, કંપનીઓને મુસાફરોની સંખ્યામાં ઘટાડો દેખાઈ રહ્યો છે.  US ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના નેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઓફિસના ડેટા મુજબ ઓગસ્ટમાં US જનારા ભારતીય મુસાફરોની સંખ્યામાં 15%નો ઘટાડો નોંધાયો છે, આ ત્રીજો એવો મહિનો હતો જયારે સતત ઘટાડો જોવા મળ્યો હોય, .એના પહેલા જૂનમાં વાર્ષિક ધોરણે 8% અને જુલાઈમાં 6% ઘટાડો નોંધાયો હતો.

વધુ વાંચો : ટ્રમ્પે બદલ્યા અમેરિકાના વિઝા નિયમ તો કેવી રીતે મળશે છૂટ? દરેક સવાલના જવાબ એક ક્લિકમાં

એક્સપર્ટ અનુસાર, ટ્રમ્પની આ નવી H-1B વિઝા પોલિસી યુએસમાં કામ કરતા ભારતીયના એક મોટા વર્ગની મુસાફરીને ભારે નુકશાન કરી શકે છે. લાંબા ગાળે આ નિર્ણયની અસર ત્યાં રહેતા પરિવારની મુલાકાતો અને ભારતની બિન જરૂરી મુસાફરીમાં ઘટાડા રીતે થઈ શકે છે. એક આંકડા અનુસાર  70% થી વધુ H-1B વિઝા ભારતીયો પાસે છે. જેથી ભારત-અમેરિકા રૂટ પર ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયની નોંધપાત્ર અસર થઇ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

H-1B work visa Trump Administration Donald Trump

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ