બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પે બદલ્યા અમેરિકાના વિઝા નિયમ તો કેવી રીતે મળશે છૂટ? દરેક સવાલના જવાબ એક ક્લિકમાં

H-1B Visa Rules / ટ્રમ્પે બદલ્યા અમેરિકાના વિઝા નિયમ તો કેવી રીતે મળશે છૂટ? દરેક સવાલના જવાબ એક ક્લિકમાં

Pravin Joshi

Last Updated: 09:04 PM, 21 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે H-1B વિઝા પર લાદવામાં આવેલી નવી ફી ફક્ત નવી અરજીઓ પર લાગુ થાય છે, હાલના વિઝા ધારકો પર નહીં. આ નિયમ 21 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને H-1B વીઝા અંગે નવા નિયમો જાહેર કર્યા છે. હવે આ વીઝા માટે અરજી કરતી વખતે કંપનીઓએ એક વખત માટે 1 લાખ ડૉલર ફી જમા કરાવવી પડશે. આ નિયમ 21 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે આ વધારાની ફી માત્ર નવા અરજદારો પર લાગુ પડશે, હાલના વીઝા ધારકો અથવા નવિનીકરણ કરાવનારા પર તેનો કોઈ અસર નહીં થાય.

H-1B Visa

માત્ર એકવાર લાગશે ફી

વ્હાઈટ હાઉસ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ રકમ દર વર્ષે નહીં પણ માત્ર એક વખત જ ચૂકવવાની રહેશે. એટલે કે, હાલ જે લોકો H-1B વીઝા પર અમેરિકામાં છે, તેઓને કે તેમના નવિનીકરણ પર વધારાનો ખર્ચ નહીં કરવો પડે. તેમ જ જે લોકો અમેરિકા છોડીને ફરી પાછા આવવા માંગે છે, તેમના પ્રવાસ અધિકારમાં પણ કોઈ ફેરફાર નહીં થાય.

H1B-visa

કોને મળશે છૂટ?

નવી ગાઈડલાઈન મુજબ જો કોઈ વિદેશી નિષ્ણાતની નિમણૂક અમેરિકાના રાષ્ટ્રીય હિત માટે અગત્યની હોય અને દેશની સુરક્ષા કે જનહિત પર તેનો નકારાત્મક પ્રભાવ ન પડે, તો ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી છૂટ આપી શકે છે. સાથે જ હવે કંપનીઓએ દર અરજી પહેલા સાબિત કરવું પડશે કે તેઓએ 1 લાખ ડૉલરની ફી ભરેલી છે.

trump-simple

વીઝા ધારકો માટે રાહત

USCIS (યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ)એ સ્પષ્ટ કર્યું છે કે 21 સપ્ટેમ્બર પહેલા કરવામાં આવેલી અરજીઓ પર કોઈ અસર નહીં થાય. હાલના વીઝા ધારકો પોતાના જૂના નિયમો મુજબ જ અમેરિકા આવી-જઈ શકે છે.

નવા નિયમના મુખ્ય મુદ્દા

  • નવો વીઝા અરજી કરનારાઓને જ ફી ભરવી પડશે.
  • ફી એક વખત જ લાગશે, દર વર્ષે નહીં.
  • ઊંચું વેતન અને વધુ કુશળતા ધરાવતા અરજદારોને પ્રાથમિકતા મળશે.
  • ફી ન ભરાય તો અરજી સીધી રદ કરવામાં આવશે.

આ નિયમ હાલ 12 મહિનાની મુદત માટે લાગુ કરવામાં આવ્યો છે, ત્યારબાદ તે વધારવાનો નિર્ણય રાષ્ટ્રપતિ કરશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

H-1B વીઝા શું છે?

H-1B વીઝા એક non-immigrant પ્રોગ્રામ છે, જેમાં અમેરિકન કંપનીઓ વિદેશી નિષ્ણાતોને નોકરી પર લઈ શકે છે. આ મુખ્યત્વે IT, એન્જિનિયરિંગ, મેડિકલ અને સાયન્સ ક્ષેત્રમાં લાગુ પડે છે. સામાન્ય રીતે 3 વર્ષ માટે મળે છે અને મહત્તમ 6 વર્ષ સુધી લંબાવી શકાય છે.

નવો નિયમ શું કહે છે?

હવે દરેક નવા H-1B વીઝા એપ્લિકેશન પર એક વખતનો $1 લાખનો ફી ભરવો પડશે.

હાલના વીઝા ધારકો પર અસર થશે?

ના. હાલના વીઝા ધારકો કે તેમના રીન્યુઅલ પર આ નિયમ લાગુ નહીં થાય.

શું આ ફી દર વર્ષે ભરવી પડશે?

ના. માત્ર એક વખત જ ભરવાની રહેશે.

હાલના વીઝા ધારકો અમેરિકા છોડીને પાછા આવી શકશે?

હા. તેમના પ્રવાસ અધિકારોમાં કોઈ બદલાવ થયો નથી.

કોને છૂટ મળી શકે?

જ્યાં નિમણૂક અમેરિકાના રાષ્ટ્રીય હિતમાં ગણાશે ત્યાં છૂટ મળી શકે છે.

ફીની તપાસ કોણ કરશે?

સ્ટેટ ડિપાર્ટમેન્ટ સુનિશ્ચિત કરશે કે ફી ભરવામાં આવી છે કે નહીં.

પ્રાથમિકતા કોને મળશે?

વધુ કુશળતા અને ઊંચા વેતન ધરાવતા ઉમેદવારોને.

આ પણ વાંચોઃ 'હું બ્રાહ્મણ છું અને...', નીતિન ગડકરીનું નિવેદન કેમ વાયરલ થયું?

જો ફી નહીં ભરી તો શું થશે?

અરજી ફગાવી દેવામાં આવશે અને પ્રવેશ નહીં મળે.

આ નિયમ કેટલો સમય લાગુ રહેશે?

હાલ માટે 12 મહિના સુધી. ત્યાર બાદ રાષ્ટ્રપતિના નિર્ણય અનુસાર લંબાવવામાં આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DonaldTrump H1Bvisa H 1B visa rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ