બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:00 PM, 21 September 2025
Nitin Gadkari : દેશના કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી ફરી એકવાર તેમના નિવેદનને લઈને ચર્ચામાં આવી ગયા છે. વાસ્તવમાં નાગપુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમણે બ્રાહ્મણ સમુદાય વિશે કર્યું નિવેદન હવે સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડિંગમાં છે. પોતાના ખુલાસાઓ અને નિર્ભીક અભિગમ માટે જાણીતા ગડકરીએ કહ્યું કે, મજાકમાં હું હંમેશા કહું છું કે, જો ભગવાને મારા પર કોઈ સૌથી મોટો ઉપકાર કર્યો હોય, તો એ છે કે તેઓએ અમને અનામત ન આપી. તેના પછીના શબ્દો પણ એટલા જ નોંધપાત્ર હતાં. કારણ કે અનામત મળત, તો અમે પણ મગજ વાપરવાનું બંધ કરી દેત! આ નિવેદનથી સંવેદનશીલ મુદ્દાઓ જેવી કે અનામત વ્યવસ્થા, જાતિવાદ, અને સામાજિક સમાનતાની ચર્ચા ફરીથી તીવ્ર બની ગઈ છે.
ADVERTISEMENT
જાતિવાદ અને અનામત : જૂની વિવાદાસ્પદ ચર્ચાઓનું નવું રૂપ
ગડકરી પોતે અનેક વખત જાતિવાદના વિરોધમાં વાત કરી ચૂક્યા છે. તેમને માનીતા છે કે, વ્યક્તિનું મૂલ્ય તેની જાતિ કે ધર્મથી નહીં, પણ ગુણોથી થતુ હોય છે. પરંતુ તેમનું તાજેતરનું નિવેદન જયારે તેઓ બ્રાહ્મણ તરીકે પોતાને રજૂ કરે છે અને અનામત ન મળવાને “ઉપકાર” તરીકે જુએ છે, ત્યારે ઘણી આંખો ઉઘડી ગઈ છે. આ તરફ હવે ટિકાકાર કહે છે કે બ્રાહ્મણો ઐતિહાસિક રીતે શિક્ષિત અને સામાજિક રીતે પાવરફુલ રહ્યા છે, તેથી તેમને અનામત ન મળવી એ સમાનતાની પદ્ધતિનો ભાગ છે, ન કે અન્યાય. આ ઉપરાંત ઘણા લોકો એ વાત તરફ ઇશારો કરે છે કે, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં બ્રાહ્મણો સરકારી નોકરીઓ અને શિક્ષણમાં મોટી હદ સુધી સ્થાન ધરાવે છે.
ADVERTISEMENT

EWS અનામત એક સંતુલિત દૃષ્ટિકોણ?
ADVERTISEMENT
જેમ ગડકરીએ દર્શાવ્યું કે, બ્રાહ્મણોને અનામત મળતી નથી, તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકારે "આર્થિક રીતે નબળા વર્ગો (EWS)" માટે અનામત લાગુ કરી છે જેમાં બ્રાહ્મણો સહિત અન્ય સામાન્ય વર્ગના ગરીબો સામેલ છે. સમર્થકો આ પગલાને સંતુલિત ગણાવે છે કારણ કે આ અનામત કેવળ જાતિ પર નહિ, પરંતુ આર્થિક આધાર પર છે.
આ પણ વાંચો : ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ભાજપની સહયોગી સહિત 474 પાર્ટીના રજીસ્ટ્રેશન કર્યા રદ
ADVERTISEMENT
હવે જાણૉ મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતના બ્રાહ્મણો વચ્ચે તફાવત
ગડકરીએ આ પ્રસંગે મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતીય રાજ્યોના બ્રાહ્મણોની સ્થિતિની સરખામણી પણ કરી. ઉત્તર પ્રદેશ અને બિહારમાં દુબે, મિશ્રા, ત્રિપાઠી જેવા અટક ધરાવનાર બ્રાહ્મણો હજુ પણ રાજકીય રીતે શક્તિશાળી છે. જ્યારે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયે પ્રભાવ જમાવ્યો છે. તેમ છતાં તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્રના બ્રાહ્મણો હજુ પણ શૈક્ષણિક અને બુદ્ધિજીવી ક્ષેત્રોમાં પ્રભાવશાળી છે. ગડકરીનું નિવેદન માત્ર વ્યક્તિગત મંતવ્ય છે કે પછી એની પાછળ કોઈ ઊંડો રાજકીય સંદેશ છે? કેટલીક તરફ, તેમના નિવેદનને બહાદુર અભિગમ માનવામાં આવે છે-જ્યાં એક નેતા સ્પષ્ટ શબ્દોમાં પોતાનું માન્ય વ્યક્ત કરે છે. પરંતુ બીજી તરફ, ટીકાકાર કહે છે કે આવા શબ્દોથી એ સામાજિક સમાનતા માટે ચાલતી લડતને નુકસાન પહોંચાડી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.