બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ભાજપની સહયોગી સહિત 474 પાર્ટીના રજીસ્ટ્રેશન કર્યા રદ

નેશનલ / ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ભાજપની સહયોગી સહિત 474 પાર્ટીના રજીસ્ટ્રેશન કર્યા રદ

Priykant Shrimali

Last Updated: 12:13 PM, 21 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Election Commission : ચૂંટણી પંચે આખા દેશમાં છેલ્લા છ વર્ષથી કોઈપણ પ્રકારની ચૂંટણી ન લડનારા 474 જેટલા પક્ષોને અયોગ્ય ગણાવીને યાદીમાંથી હટાવી દીધા, જુઓ અહીં આખું લિસ્ટ

Election Commission : આપણાં દેશની ચુંટણી પ્રણાલીને વધુ પારદર્શક અને પ્રભાવી બનાવવા માટે ચુંટણી પંચે નિષ્ક્રિય રાજકીય પક્ષો સામે કડક પગલાં લેવા શરૂ કર્યા છે. આ અભિયાન અંતર્ગત ખાસ કરીને તમિલનાડુમાં મોટા પાયે રાજકીય પક્ષોની નોંધણી રદ કરવામાં આવી છે. આખા દેશમાં છેલ્લા છ વર્ષથી કોઈપણ પ્રકારની ચૂંટણી ન લડનારા 474 જેટલા પક્ષોને અયોગ્ય ગણાવીને ચુંટણી પંચે પોતાની યાદીમાંથી હટાવી દીધા છે. આમાંથી 42 પક્ષો તમિલનાડુના છે, જેમાં કેટલાક રાજ્યની સત્તાધારી પાર્ટી DMK અને NDA સહયોગીઓના સહયોગી પક્ષો પણ સામેલ છે.

તમિલનાડુના 42 પક્ષો પર કાર્યવાહી

વિગતો મુજબ તમિલનાડુમાં 42 રાજકીય પક્ષોને રદ કરવાનું કારણ તેમનું છ વર્ષથી ચૂંટણી ન લડવું છે. ઉપરાંત વધુ 39 પક્ષો એવા છે જેમણે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોના ઓડિટેડ ખાતાઓ (2021-22, 2022-23 અને 2023-24) સબમિટ કર્યા નથી. આ પક્ષોએ ચૂંટણી લડી હતી પણ વિધાનસભા અથવા લોકસભા ચૂંટણી ખર્ચના અહેવાલો પેશ કર્યા વગર ચૂપચાપ રહી ગયા. ચૂંટણી પંચે આ નિર્ણય દ્વારા એક સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે માત્ર નામ માટે પક્ષો બનાવીને લાભ લેતા રાજકીય સંગઠનો સામે હવે કોઈ છૂટછાટ નહીં અપાય.

મોટાં નામો પણ યામાંથી બહાર

ચૂંટણી પંચે જે તમિલનાડુના પક્ષોની નોંધણી રદ કરી છે, તેમાં નીચેના ચર્ચાસ્પદ નામોનો સમાવેશ થાય છે.

  • મણિથનેયા મક્કલ કાચી (MMK) – પાપનાસમના ધારાસભ્ય એમએચ જવાહિરુલ્લાની આગેવાની હેઠળ.
  • કોંગુનાડુ મક્કલ દેસિયા કાચી (KMDK) – થિરુચેંગોડના ધારાસભ્ય ER ઇશ્વરન દ્વારા સંચાલિત.
  • તમિલગા મક્કલ મુનેત્ર કઝગમ (TMMK) – ભાજપના સાથી તરીકે લોકસભા ચૂંટણી લડનારા જોન પાંડિયનનું નેતૃત્વ.
  • આમાંથી KMDK પાસે એક સાંસદ અને એક ધારાસભ્ય છે, જ્યારે MMK પાસે બે ધારાસભ્યો છે-છતાં આ પક્ષોએ નિયમિત રીતે નાણાકીય હિસાબ અને અન્ય જરૂરી માહિતી રજૂ કરી ન હતી.

અન્ય પાર્ટીઓ પણ લપેટમાં

સૂત્રો અનુસાર મણિથનેયા જનનયાગા કાચી (MJK)-થમીમુન અન્સારીના નેતૃત્વ હેઠળ, 2016 અને 2021માં AIADMK ટિકિટ પર ચૂંટણી લડી હતી. પેરુન્થલાઈવર મક્કલ કાચી- પેરામ્બુર બેઠક પરથી ચૂંટણી લડનારા એન.આર. ધનપાલનના નેતૃત્વ હેઠળ. આ બધા પક્ષોએ બીજાં પક્ષોના પ્રતીક હેઠળ ચૂંટણી લડી હતી અને પોતાની જાતે ચુંટણી નહીં લડી હોવાના કારણે પણ નોંધણી રદ થઈ છે.

સૌથી મોટું સફાઈ અભિયાન

આ પગલાં માત્ર તમિલનાડુ સુધી સીમિત નથી. છેલ્લા બે મહિનાની અંદર, દેશમાં કુલ 808 રાજકીય પક્ષોને નોંધણીમાંથી દૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત 359 અન્ય RUPPs (Registered Unrecognised Political Parties) સામે પણ તપાસ ચાલુ છે. જો આ પક્ષો જરૂરી દસ્તાવેજો ન આપે તો ટૂંક સમયમાં તેમની પણ નોંધણી રદ થશે. આ કારણે દેશભરમાં નોંધણી રદ થયેલા પક્ષોની સંખ્યા 833 સુધી પહોંચી શકે છે.

અહીં જુઓ સંપૂર્ણ લિસ્ટ : EC Cleaning up of the Electoral System Continues

RUPPsને શું લાભ મળતો?

પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 29A હેઠળ નોંધાયેલા રાજકીય પક્ષોને ચૂંટણી પ્રતીકો, કર મુક્તિ અને અન્ય કેટલીક સહુલિયતો મળે છે. જો પણ આ પક્ષો સતત છ વર્ષ સુધી કોઈ ચૂંટણી લડતા નથી અથવા નિયમ મુજબ જરૂરી માહિતી આપતા નથી, તો તેમનું નોંધાયેલું સ્થાન રદ કરવામાં આવે છે.

આ પણ વાંચો : PM મોદી આજે સાંજના 5 વાગ્યે દેશને કરશે સંબોધિત, ડબલ ગિફ્ટને લઈને કરી શકે મોટું એલાન

શું કહેવું છે ચુંટણી પંચનું ?

ચુંટણી પંચનું કહેવું છે કે, આ પગલાંઓ દેશની લોકશાહી પ્રણાલીને મજબૂત બનાવવા માટે જરૂરી છે. જો પક્ષો માત્ર કાગળ પર છે અને કોઈ રાજકીય પ્રવૃત્તિ નથી કરી રહ્યા તો એવા પક્ષો પર કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે. આ અભિયાન દ્વારા ચૂંટણી પદ્ધતિમાં પારદર્શકતા વધશે, દુરુપયોગ અટકશે અને જાહેર જીવનમાં જવાબદારી લવાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

tamil nadu Deregistration of Political Parties Election Commission
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ