બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'આજે રાતે મોટો હુમલો...'', તણાવ વચ્ચે ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી

US Iran War / 'આજે રાતે મોટો હુમલો...'', તણાવ વચ્ચે ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી

Pravin Joshi

Last Updated: 08:21 PM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. હોર્મુઝની ખાડીમાં કોમર્શિયલ જહાજો પર થયેલા હુમલા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે રાત્રે જ ફરી ઈરાન પર મોટો લશ્કરી હુમલો કરવાની ખુલ્લી ધમકી આપી છે.

પશ્ચિમ એશિયામાં એકવાર ફરી યુદ્ધની સ્થિતિ સર્જાઈ ગઈ છે અને ભારે તણાવ વધી ગયો છે. હોર્મુઝ વિસ્તારમાં ત્રણ ઓઇલ ટેન્કરો પર થયેલા હુમલા બાદ અમેરિકાએ ઈરાન વિરુદ્ધ નવા સૈન્ય હુમલા શરૂ કરી દીધા છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન પર ભયાનક હુમલો કરવાની નવી ધમકી આપીને વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, સંભવતઃ તેઓ આજે રાત્રે જ ફરીથી ઈરાન પર મોટો સૈન્ય હુમલો કરશે.

trump-normal

ટ્રમ્પ તરફથી આ ધમકી એવા સમયે આપવામાં આવી છે જ્યારે તેમણે અગાઉ ઈરાનને 'કેન્સર' ગણાવ્યું હતું. જેના જવાબમાં તેહરાને (ઈરાન) પણ કહી દીધું છે કે તેઓ યુદ્ધ માટે સંપૂર્ણ તૈયાર છે. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે, "આ કોઈ સામાન્ય યુદ્ધ નથી. આ તો ઈરાનને પરમાણુ હથિયારોથી મુક્ત કરવાની એક ન્યાયી કાર્યવાહી છે. શક્ય છે કે હું આજે રાત્રે જ તેમના પર વધુ એક જોરદાર પ્રહાર કરું. હું તેમને અત્યારે માત્ર નાની ચેતવણી આપી રહ્યો છું."

trump-simple

ટ્રમ્પની ધમકી પર ઈરાનનો સણસણતો જવાબ

આજે રાત્રે હુમલો કરવાની ટ્રમ્પની જાહેરાત બાદ ઈરાનની તીખી પ્રતિક્રિયા સામે આવી છે. ઈરાનની વિદેશ નીતિ સમિતિના પ્રવક્તા ઈબ્રાહિમ રેઝાઈએ અમેરિકાને પડકાર ફેંકતા કહ્યું કે, "આવો, અમે તમારી જ રાહ જોઈ રહ્યા છીએ. અમે વચન આપીએ છીએ કે આ યુદ્ધ પછી એક પણ અમેરિકી સૈનિક જીવતો પાછો નહીં ફરે." બીજી તરફ, ઈરાનના પૂર્વ વિદેશ મંત્રી અલી અકબર વેલાયતીએ પણ મોટું નિવેદન આપતા કહ્યું કે, ઈરાને પહેલા જ સ્પષ્ટ ચેતવણી આપી દીધી હતી કે આ વ્યૂહાત્મક વિસ્તાર નાના દેશોના રાજકીય દાવપેચ ખેલવા માટેનું મેદાન નથી.

Iran-US-conflict

સિવિલિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર પ્લાન્ટ્સ ઉડાવી દેવાની ધમકી

ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક તેવર અહીં જ ન અટક્યા, તેમણે ઈરાનના દરિયાઈ ખારા પાણીને પીવાલાયક બનાવવાના પ્લાન્ટ્સ તરફ ઈશારો કરતા કહ્યું કે, જે પાણી લોકો માટે ખૂબ જરૂરી છે, જો જરૂર પડશે તો અમે તેને પણ તબાહ કરી દઈશું. જોકે હું વ્યક્તિગત રીતે એવું કરવા નથી માંગતો અને આ મારી છેલ્લી પસંદગી હશે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન ટ્રમ્પે ખુલ્લી ચેતવણી આપી હતી કે હવે અમેરિકા જે પ્રકારનો હુમલો કરશે, તેનાથી ઈરાનની ઘણી મહત્વની વસ્તુઓ પલભરમાં નેસ્તનાબૂદ થઈ જશે. હવે અમેરિકી સેના ઈરાનના પાવર પ્લાન્ટ્સને પણ નિશાન બનાવી શકે છે.

Strait of Hormuz

હોર્મુઝની ખાડીમાં કડક નોકાસેના નાકાબંધીની તૈયારી

નાટો સમિટ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે અનેક કોમર્શિયલ જહાજો પર તાજેતરમાં થયેલા હુમલા બાદ અમેરિકા ઈરાનની આસપાસ ફરીથી નૌકાસેનાની કડક નાકાબંધી લાગુ કરી શકે છે. તેમણે કહ્યું, અમે ટૂંક સમયમાં ફરીથી નાકાબંધી કરી શકીએ છીએ અને આ કડક નાકાબંધી માત્ર ઈરાન માટે જ હશે. બાકીના દેશો મુક્તપણે કંઈ પણ કરી શકે છે.

આ પણ વાંચોઃ બિઝનેસ / શું પેટ્રોલ-ડીઝલ સસ્તું થઇ જશે? સાઉદી અરબથી આવ્યા ગુડ ન્યૂઝ

ઈરાને પોતાના વ્યૂહાત્મક એરપોર્ટ બંધ કર્યા

અમેરિકા સાથે સતત વધી રહેલા ભયાનક સૈન્ય તણાવ વચ્ચે ઈરાનના દક્ષિણ હોર્મોઝગાન પ્રાંતના તમામ એરપોર્ટ આગામી આદેશ સુધી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. પ્રાંતના એરપોર્ટ ડિરેક્ટર જનરલ કાઝેમ તવસ્સોલીએ બુધવારે આ મહત્વની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઈરાનનો હોર્મોઝગાન પ્રાંત દેશના દક્ષિણી દરિયા કિનારે આવેલો હોવાથી લશ્કરી અને આર્થિક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક ક્ષેત્ર માનવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

USIranWar DonaldTrump StraitOfHormuz
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ