ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / LNG ભરેલા જહાજ પર હોર્મુઝમાં હુમલો, ગુજરાત પહોચે તે પહેલા ડ્રોન છોડાયું

World / LNG ભરેલા જહાજ પર હોર્મુઝમાં હુમલો, ગુજરાત પહોચે તે પહેલા ડ્રોન છોડાયું

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:57 AM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hormuz: કતરથી ગુજરાતના દહેજ આવી રહેલા LNG વહન કરતા ટેન્કર અલ-રકિયાત પર હોર્મુઝ સ્ટ્રેટ નજીક શંકાસ્પદ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

Hormuz: કતરથી ગુજરાતના દહેજ આવી રહેલા LNG વહન કરતા ટેન્કર અલ-રકિયાત પર હોર્મુઝ સ્ટ્રેટ નજીક શંકાસ્પદ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ કતરે ઈરાનના ડેપ્યુટી એમ્બેસેડરને બોલાવીને આકરો વિરોધ નોંધાવ્યો હતો, તેને આંતરરાષ્ટ્રીય શિપિંગ સુરક્ષા અને વૈશ્વિક ઉર્જા પુરવઠા માટે ગંભીર ખતરો ગણાવ્યો હતો.

LNG વહન કરતા ટેન્કર અલ-રકિયાત પર હોર્મુઝમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ મોટું એલએનજી જહાજ કતરના રાસ લફાન બંદરથી ગુજરાતના દહેજ આવવા રવાના થયું હતું. 7 જુલાઈના અરબી સમુદ્ર અને ઓમાનના અખાતના સંગમ નજીક પરિવહન દરમિયાન જહાજ પર શંકાસ્પદ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કતરના વિદેશ મંત્રાલયે પણ આ સંદર્ભમાં એક નિવેદન જારી કર્યું હતું. કતરે ઈરાનના ડેપ્યુટી એમ્બેસેડરને બોલાવીને ટેન્કર અલ-રકિયાતને નિશાન બનાવવા સામે વિરોધ નોંધાવ્યો હતો.

ઈરાનના વિરોધમાં કતરે શું કહ્યું?

વિરોધ નોધાવતા કતરે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતી વખતે ટેન્કરને નિશાન બનાવવું નિંદનીય છે. આ હુમલો આંતરરાષ્ટ્રીય નેવિગેશન સલામતી કાયદાનું ગંભીર ઉલ્લંઘન હતું અને વૈશ્વિક ઉર્જા પુરવઠાને જોખમમાં મુકે છે. ટેન્કર પર હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું.

કતરે ઈરાનના ડેપ્યુટી એમ્બેસેડરને શું કહ્યું?

વિદેશ મંત્રાલય અનુસાર કતરે આ ઘટના અંગે ઈરાનને વિરોધ પત્ર સુપરત કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રોટોકોલ વિભાગના ડિરેક્ટરે કતરમાં ઈરાનના ડેપ્યુટી એમ્બેસેડરને મુખ્યાલયમાં બોલાવ્યા અને સખત વિરોધ નોંધાવ્યો. પત્રમાં ઈરાનને પ્રાદેશિક સુરક્ષાને જોખમમાં મૂકતી કોઈપણ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવા અને આંતરરાષ્ટ્રીય નેવિગેશન અને વૈશ્વિક ઉર્જા પુરવઠાની સુરક્ષાને જોખમમાં નાખવાથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ વિશ્વ / "અનેક સામ્રાજ્ય આવ્યાં, અનેક સામ્રાજ્ય ગયાં, પણ ઈન્ડોનેશિયા સાથે ભારતના સંબંધ એવાને એવા રહ્યા"- જાણો પોતાના સંબોધનમાં બીજું શું બોલ્યા PM મોદી?

શું કતર તેના અધિકારોનો ઉપયોગ કરશે?

કતારે સ્પષ્ટ કર્યું છે કે તે તેના હિતો અને સંપત્તિઓનું રક્ષણ કરવા માટે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર યોગ્ય પગલાં લેવાના તેના અધિકારનો ઉપયોગ કરશે. ઈરાન પાસે આ ઘટના માટે તાત્કાલિક સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યુ છે. આવી ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી કરવા અને આંતરરાષ્ટ્રીય કાયદાના સંબંધિત ધોરણોનું સંપૂર્ણ પાલન કરવા માટે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ship Attack Qatar Hormuz

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ