બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અમેરિકાએ ઈરાન પર કર્યા નવા હુમલા, યુદ્ધવિરામ પર ફરી સંકટના વાદળો

વિશ્વ / અમેરિકાએ ઈરાન પર કર્યા નવા હુમલા, યુદ્ધવિરામ પર ફરી સંકટના વાદળો

Jinal Chauhan

Last Updated: 09:48 AM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ગંભીર બન્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વ્યાવસાયિક જહાજો પર થયેલા હુમલાઓ બાદ અમેરિકાએ ઈરાન સામે સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે.

અમેરિકાએ માત્ર સૈન્ય હુમલા જ કર્યા નથી પરંતુ ઈરાનને અપાયેલી તેલ વેચાણની ખાસ છૂટ પણ રદ કરી દીધી છે. આ ઘટનાથી સમગ્ર પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંને દેશો એકબીજા પર યુદ્ધવિરામના ભંગના આરોપો મૂકી રહ્યા છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે.

ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર અમેરિકાનો હુમલો

અમેરિકી સૈન્ય કમાન્ડ CENTCOMના જણાવ્યા મુજબ ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઇલ લોન્ચ સાઇટ, ડ્રોન બેઝ અને દરિયાકાંઠાના મોનિટરિંગ સેન્ટરોને નિશાન બનાવી હુમલા કરવામાં આવ્યા છે. ઈરાનના કેટલાક વિસ્તારોમાં વિસ્ફોટોના અહેવાલો પણ સામે આવ્યા છે.

તેલ વેચાણની છૂટ રદ

અમેરિકાએ ઈરાનને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનો વેચવાની આપવામાં આવેલી મંજૂરી પાછી ખેંચી લીધી છે. હવે ઈરાનને 17 જુલાઈ સુધી આવા તમામ સોદા બંધ કરવા પડશે. આ નિર્ણય બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો નોંધાયો છે.

Hormuz -Strait

જહાજો પર હુમલા બાદ વધ્યો વિવાદ

કતારે દાવો કર્યો છે કે તેના LNG ટેન્કર સહિત ત્રણ વ્યાવસાયિક જહાજો પર હુમલો કરવામાં આવ્યો હતો. એક ટેન્કરમાં આગ પણ લાગી હતી. જોકે તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જણાવાયું છે. ઈરાને આ હુમલાઓમાં પોતાની સંડોવણી નકારી કાઢી છે.

ઈરાને આપી કડક ચેતવણી

અમેરિકી કાર્યવાહી બાદ ઈરાને કડક વિરોધ નોંધાવ્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકા યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જો પરિસ્થિતિ આવી જ રહેશે તો દેશની સુરક્ષા અને હિતોની રક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.

લાંબા સમય સુધી ચાલી શકે છે કાર્યવાહી

અમેરિકી મીડિયા રિપોર્ટ મુજબ આ કાર્યવાહી માત્ર મર્યાદિત જવાબી હુમલો નથી. અમેરિકી અધિકારીઓનું માનવું છે કે જરૂર પડશે તો આ અભિયાન ઘણા દિવસો સુધી ચાલી શકે છે. અમેરિકા ઈરાનને કડક સંદેશ આપવા માંગે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ હોર્મુઝની ખાડીમાં એક પછી એક 3 જહાજ નિશાને, અમેરિકા-ઈરાન તણાવ ફરી વધ્યો?

ઈરાનના જવાબી હુમલાનો ભય

અમેરિકી અધિકારીઓને આશંકા છે કે ઈરાન ખાડી વિસ્તારમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો અથવા અમેરિકી હિતોને નિશાન બનાવી શકે છે. જોકે હજુ સુધી ઈરાન તરફથી કોઈ સત્તાવાર જવાબી કાર્યવાહી કરવામાં આવી હોવાની પુષ્ટિ થઈ નથી.

NATO સમિટ દરમિયાન લેવાયો નિર્ણય

રિપોર્ટ્સ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીમાં ચાલી રહેલી NATO સમિટ દરમિયાન ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવાની મંજૂરી આપી હતી. હવે આગળની કાર્યવાહી પ્રથમ તબક્કાના હુમલાના પરિણામોના મૂલ્યાંકન બાદ નક્કી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hormuz Strait Attack Donald Trump : America Iran Conflict
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ