બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 07:34 AM, 8 July 2026
1/7
શુક્ર હાલમાં સિંહ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને 16 જુલાઈએ મઘા નક્ષત્રમાંથી નીકળી પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. પૂર્વાફાલ્ગુની નક્ષત્રના સ્વામી પણ શુક્ર દેવ જ છે. જ્યોતિષ અનુસાર જ્યારે કોઈ ગ્રહ પોતાના જ નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે તેની શક્તિમાં વધારો થાય છે અને તે વધુ શુભ ફળ આપે છે. આ પરિવર્તન ચાર રાશિના જાતકો માટે ખાસ લાભદાયક સાબિત થઈ શકે છે.
2/7
મેષ રાશિના લોકો માટે શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ અનુકૂળ રહેશે. લાંબા સમયથી અટવાયેલું ધન પાછું મળવાની સંભાવના છે. આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે. નોકરી કરતા લોકોને નવી જવાબદારી અથવા પ્રમોશન મળી શકે છે. વેપારીઓને પણ સારો નફો મળવાના યોગ છે. સિંગલ લોકોના જીવનમાં નવા સંબંધની શરૂઆત થઈ શકે છે અને પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે.
3/7
સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો લોકપ્રિયતા અને આત્મવિશ્વાસમાં વધારો કરનારો રહેશે. સમાજ અને કાર્યક્ષેત્રમાં તમારી ઓળખ મજબૂત બનશે. લોકો તમારા વિચારો અને નિર્ણયોનું સન્માન કરશે. નવા વાહન આભૂષણ અથવા અન્ય સુખ-સુવિધાની વસ્તુઓ ખરીદવાના યોગ છે. ભાગીદારીમાં કરવામાં આવતા વેપારમાં પણ સારો આર્થિક લાભ મળી શકે છે.
4/7
તુલા રાશિના લોકો માટે આ ગોચર અનેક શુભ સંકેતો લઈને આવી રહ્યું છે. રોકાણમાંથી અણધાર્યો નફો મળી શકે છે. પિતૃક સંપત્તિ સંબંધિત લાભના યોગ પણ બની રહ્યા છે. કલા મીડિયા ડિઝાઇનિંગ અથવા ગ્લેમર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને વિશેષ સફળતા મળી શકે છે. પ્રભાવશાળી લોકો સાથે નવા સંપર્કો સ્થાપિત થઈ શકે છે જે ભવિષ્યમાં કારકિર્દી માટે લાભદાયક રહેશે.
5/7
ધનુ રાશિના જાતકો માટે શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન ભાગ્યોદય કરાવનારું સાબિત થઈ શકે છે. વ્યવસાયિક અને ધાર્મિક યાત્રાઓ સફળ અને લાભદાયક રહેશે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ઝડપ આવશે. અનેક કામો કોઈ અવરોધ વિના પૂર્ણ થઈ શકે છે. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને પણ સારા સમાચાર મળી શકે છે.
6/7
શુક્રના શુભ ફળ મેળવવા માટે દરેક શુક્રવારે સફેદ રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે. સફેદ રૂમાલ પોતાની પાસે રાખવો પણ લાભદાયક ગણાય છે. નાની કન્યાઓને ખીર અથવા સફેદ મીઠાઈનું દાન કરવાથી શુભ ફળ મળે છે. સાથે જ માતા લક્ષ્મીની નિયમિત પૂજા કરીને 'ૐ શું શુક્રાય નમઃ' મંત્રનો જાપ કરવાથી શુક્રની કૃપા પ્રાપ્ત થઈ શકે છે.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ