બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં આજે વરસાદનું એલર્ટ, નવસારી-વલસાડમાં અતિભારે તો અમદાવાદમાં હળવા વરસાદની આગાહી

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન / ગુજરાતમાં આજે વરસાદનું એલર્ટ, નવસારી-વલસાડમાં અતિભારે તો અમદાવાદમાં હળવા વરસાદની આગાહી

Last Updated: 06:57 AM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ગઇકાલે દક્ષિણ ગુજરાતમાં ઘોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. હવે હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરી છે.

1/6

photoStories-logo

1. વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા

ગુજરાતમાં ગઇકાલે ખાસ કરીને સુરત, નવસારી અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જનજીવન પર અસર જોવા મળી હતી. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વાવ-થરાદ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ

આજે એટલે કે 8 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નર્મદા, છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, ખેડા, કચ્છ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા તેમજ વાવ-થરાદ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. અનુમાન મુજબ 9 જુલાઈથી 13 જુલાઈ દરમિયાન પણ વરસાદી માહોલ

હવામાન વિભાગના અનુમાન મુજબ 9 જુલાઈથી 13 જુલાઈ દરમિયાન પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વાવ-થરાદ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આજે શહેરમાં ભારે પવન સાથે વીજળીના કડાકા-ભડાકા

અમદાવાદના હવામાનની વાત કરીએ તો આજે શહેરમાં ભારે પવન સાથે વીજળીના કડાકા-ભડાકા વચ્ચે વરસાદ થવાની શક્યતા છે. મહત્તમ તાપમાન આશરે 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાની સંભાવના છે. રાજકોટમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે, જ્યાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહી શકે છે. સુરતમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. વડોદરામાં પણ વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. શહેરનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ચોમાસું સમગ્ર ગુજરાતમાં સક્રિય બની ગયું

હાલ નૈઋત્યનું ચોમાસું સમગ્ર ગુજરાતમાં સક્રિય બની ગયું છે. ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાતના તમામ વિસ્તારો તેમજ રાજસ્થાન અને હરિયાણાના વધુ ભાગોમાં પણ ચોમાસું આગળ વધ્યું છે. ચોમાસાની ઉત્તરીય મર્યાદા હાલમાં બાડમેર, જોધપુર અને ભટિંડા પરથી પસાર થઈ રહી છે. આગામી બેથી ત્રણ દિવસમાં પંજાબ અને હરિયાણાના બાકીના વિસ્તારો સહિત સમગ્ર દેશમાં ચોમાસું સંપૂર્ણ રીતે છવાઈ જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વ મધ્યપ્રદેશમાં રહેલું હવાનું હળવું દબાણ આગામી 24 કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને નબળું પડી શકે છે. આ સિસ્ટમ હાલમાં 9.6 કિલોમીટર સુધી વિસ્તરેલી છે અને દક્ષિણ ઉત્તર પ્રદેશના વિસ્તારોને અસર કરી શકે છે. દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીનો ઓફ-શોર ટ્રફ અને રાજસ્થાન ઉપરનું ચક્રવાતી પરિભ્રમણ સક્રિય હોવાથી આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની ચેતવણી

હવામાન વિભાગે માછીમારો માટે પણ મહત્વની ચેતવણી જાહેર કરી છે. જખૌ, માંડવી, મુંદ્રા, ન્યુ કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા, પોરબંદર, મૂળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ અને દહેજ સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે અને કેટલાક સ્થળોએ 60 કિમી પ્રતિ કલાક સુધી પવન ફૂંકાઈ શકે છે. કોંકણ-ગોવા નજીક 60થી 70 કિમી પ્રતિ કલાક અને કેટલાક વિસ્તારોમાં 80 કિમી પ્રતિ કલાક સુધી પવન ફૂંકાવાની શક્યતા છે. કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપ નજીક પણ 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન રહી શકે છે. ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, કચ્છ, પોરબંદર અને વલસાડના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Weather IMD Forecast Gujarat Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ