બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાવનગરના મહુવામાં દીપડાનો વધુ એક જીવલેણ હુમલો, બાંભણિયા ગામે 10 વર્ષના બાળકને ખેંચી જતાં કરુણ મોત

ગુજરાત / ભાવનગરના મહુવામાં દીપડાનો વધુ એક જીવલેણ હુમલો, બાંભણિયા ગામે 10 વર્ષના બાળકને ખેંચી જતાં કરુણ મોત

Nidhi Panchal

Last Updated: 07:39 AM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં દીપડાના હુમલાની વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. બાંભણિયા ગામે 10 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરી તેને ખેંચી જતાં તેનું કરુણ મોત થયું છે.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામે દીપડાના હુમલાની વધુ એક જીવલેણ ઘટના સામે આવી છે. ગામના 10 વર્ષના નિત્ય ગોડલીયા નામના બાળક પર દીપડાએ અચાનક હુમલો કરી તેને ખેંચી જતાં તેનું કરુણ મોત થયું છે. ઘટનાના પગલે સમગ્ર ગામમાં ભય અને શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકોમાં દીપડાના સતત વધતા હુમલાઓને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે.

dipdo-humlo

સમ્રગ ઘટના સમજો

મળતી માહિતી મુજબ, નિત્ય ગોડલીયા ઘરેથી મોભિયાણા ગામ તરફ આવેલી વાડી તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન બાંભણિયા વિસ્તાર પાસે અચાનક દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. હુમલા બાદ દીપડો બાળકને ખેંચીને જંગલ તરફ લઈ ગયો હતો. બાળક લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા અને તેની શોધખોળ શરૂ કરી હતી.

આસપાસના જંગલ અને વાડી વિસ્તારમાં શોધખોળ હાથ ધરી

પરિવારજનો અને ગ્રામજનોએ તાત્કાલિક સમગ્ર ગામ તેમજ આસપાસના જંગલ અને વાડી વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. લાંબી શોધખોળ બાદ બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પર હાજર ડોક્ટરે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે.

મૃતક બાળકના પિતા પ્રકાશ ગોડલીયા

મૃતક બાળકના પિતા પ્રકાશ ગોડલીયાએ જણાવ્યું કે, "હું ઘરે આવ્યો ત્યારે મારો છોકરો દેખાતો ન હતો. ત્યારબાદ આખા ગામમાં તેની તપાસ કરી હતી. પછી અમે જંગલ અને વાડીઓ તરફ શોધખોળ કરવા ગયા હતા. ત્યાંથી મારો છોકરો મળ્યો હતો." પિતાના આ શબ્દોએ સમગ્ર ઘટનાની કરુણતા વધુ સ્પષ્ટ કરી છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ, જિલ્લાના વહીવટી તંત્ર સાથે બેઠકોનો ધમધમાટ

RFO બી. જી. ગઢવી

આ સમગ્ર બનાવ અંગે મહુવાના RFO બી. જી. ગઢવીએ જણાવ્યું કે, મૃતકના પિતા પ્રકાશભાઈના જણાવ્યા અનુસાર તેમનો 10 વર્ષનો પુત્ર સ્કૂલેથી વાડી તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન બાંભણિયા વિસ્તારમાં દીપડાએ બાળક પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યૂ ટીમને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી હતી. RFO બી. જી. ગઢવીએ વધુમાં જણાવ્યું કે, હુમલો કરનાર દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રેસ્ક્યૂ ટીમ વિસ્તારનું સતત નિરીક્ષણ કરી રહી છે અને દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે જ સ્થાનિક લોકોને સાવચેત રહેવા અને ખાસ કરીને બાળકોને એકલા બહાર ન મોકલવાની અપીલ પણ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahuva News Bhavnagar Leopard Attack Leopard Attack Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ