ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ગ્રીનલેન્ડના કબ્જા સામેના વિરોધથી ગુસ્સે થયા ટ્રમ્પ, ડેનમાર્ક અને બ્રિટન સહિત આઠ દેશો પર ટેરિફ વધાર્યો

વિશ્વ / ગ્રીનલેન્ડના કબ્જા સામેના વિરોધથી ગુસ્સે થયા ટ્રમ્પ, ડેનમાર્ક અને બ્રિટન સહિત આઠ દેશો પર ટેરિફ વધાર્યો

Published By: Pravin Joshi

Last Updated: 05:43 AM, 18 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રીનલૅન્ડને અમેરિકાની સુરક્ષા સાથે જોડીને તેને પોતાના નિયંત્રણમાં લેવાના નિવેદનો સામે થયેલા વિરોધથી નારાજ થઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેનમાર્ક, બ્રિટેન, ફ્રાન્સ સહિત યુરોપના આઠ દેશો પર 10 ટકા ટૅરિફ લગાવવાની જાહેરાત કરી છે.

ADVERTISEMENT

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત પોતાના વિવાદાસ્પદ ગ્રીનલૅન્ડ પ્લાનને લઈને વૈશ્વિક રાજનીતિમાં હલચલ મચાવી છે. શનિવારે ટ્રમ્પે જાહેરાત કરી કે ડેનમાર્ક, બ્રિટેન, ફ્રાન્સ અને યુરોપિયન યુનિયનના અન્ય દેશો પર 10 ટકા આયાત ટૅરિફ લાગુ કરવામાં આવશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું કે આ ટૅરિફ 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે અને જો જૂન સુધી ગ્રીનલૅન્ડ પર દરેક રીતે નિયંત્રણ સ્થાપિત ન થયું તો 1 જૂનથી ટૅરિફ વધારીને 25 ટકા કરી દેવામાં આવશે.

trump-simple

ટ્રમ્પનો આ નિર્ણય યુરોપિયન દેશો માટે સ્પષ્ટ ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યો છે. માત્ર એક દિવસ પહેલા જ તેમણે યુરોપને સંકેત આપ્યો હતો કે જો ગ્રીનલૅન્ડ મુદ્દે અમેરિકાના હિતોને અવગણવામાં આવશે તો આર્થિક પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પ લાંબા સમયથી ગ્રીનલૅન્ડને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી રહ્યા છે અને કહે છે કે ત્યાં રહેલી દુર્લભ ખનિજ સંપત્તિ અને વ્યૂહાત્મક સ્થાનને કારણે અમેરિકા તેને અવગણી શકતું નથી.

TRUMP 10

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ટ્રમ્પનું માનવું છે કે જો ગ્રીનલૅન્ડ પર અમેરિકાનું નિયંત્રણ નહીં રહે તો ચીન અથવા રશિયા ત્યાં પોતાનો પ્રભાવ વધારી શકે છે, જે વૈશ્વિક સુરક્ષા માટે ખતરારૂપ સાબિત થઈ શકે. આ કારણસર ટ્રમ્પ વારંવાર કહી ચૂક્યા છે કે ગ્રીનલૅન્ડને અમેરિકાના નિયંત્રણમાં લાવવું અનિવાર્ય છે. જોકે, યુરોપિયન દેશોએ આ વિચારને ખુલ્લેઆમ પડકાર્યો છે અને તેને સંપ્રભુતાનો મુદ્દો ગણાવ્યો છે. ડેનમાર્ક જે ગ્રીનલૅન્ડની સુરક્ષા માટે જવાબદાર છે, તેણે આ અઠવાડિયે ત્યાં પોતાની સૈન્ય હાજરી વધારી છે. ફ્રાન્સની સશસ્ત્ર દળોની મંત્રી એલિસ રૂફોએ પણ સ્પષ્ટ કર્યું કે યુરોપ પોતાના પ્રદેશની સંપ્રભુતા બચાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. યુરોપિયન નેતાઓનું કહેવું છે કે ગ્રીનલૅન્ડનું ભવિષ્ય ન તો વોશિંગ્ટન નક્કી કરશે અને ન તો કોઈ બાહ્ય દબાણ હેઠળ બદલાશે.

ડેનમાર્કના વિદેશ મંત્રી લાર્સ લોકે રસમુસેને અમેરિકાના અભિગમને સખત શબ્દોમાં નકારી કાઢતા કહ્યું કે ગ્રીનલૅન્ડ પર કબજો કરવાની વાત અસ્વીકાર્ય છે. તેમના મતે, ન ડેનમાર્ક આ ઈચ્છે છે અને ન તો ગ્રીનલૅન્ડના લોકો અને આવી કોઈ પણ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન ગણાશે. વોશિંગ્ટન અને કોપનહેગન વચ્ચેની તાજેતરની બેઠક બાદ બંને પક્ષો વચ્ચે મૂળભૂત મતભેદ હોવાની વાત પણ સામે આવી છે.

ગ્રીનલૅન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલસને પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હાલ ગ્રીનલૅન્ડ ડેનમાર્ક, નાટો અને યુરોપિયન યુનિયન સાથે જ રહેવાનું પસંદ કરે છે. તેમના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ગ્રીનલૅન્ડ અમેરિકાના નિયંત્રણમાં જવા તૈયાર નથી. આ વચ્ચે કોપનહેગનમાં હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને તેમણે ગ્રીનલૅન્ડ વેચાણ માટે નથી તથા અમે આપણું ભવિષ્ય પોતે ઘડશું જેવા નારા લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વધુ વાંચો : વૈભવ સૂર્યવંશીએ તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ, અંડર-19 ક્રિકેટમાં મેળવી વધુ એક સિદ્ધિ

વિશ્વ રાજનીતિના નિષ્ણાતો માને છે કે ટ્રમ્પનો આ ટૅરિફ નિર્ણય માત્ર આર્થિક દબાણ નહીં પરંતુ કૂટનીતિક હથિયાર તરીકે પણ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. ગ્રીનલૅન્ડ મુદ્દે અમેરિકા અને યુરોપ વચ્ચે વધતું તણાવ વૈશ્વિક વેપાર, સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર લાંબા ગાળાની અસર કરી શકે છે. આવનારા મહિનાોમાં આ વિવાદ કયા દિશામાં જશે તેની તરફ સમગ્ર વિશ્વની નજર ટકી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TrumpTariffs USEuropeRelations Greenland

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ