બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / વૈભવ સૂર્યવંશીએ તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ, અંડર-19 ક્રિકેટમાં મેળવી વધુ એક સિદ્ધિ
Last Updated: 04:18 PM, 17 January 2026
Vaibhav Suryavanshi Record: 14 વર્ષીય વિસ્ફોટક ઓપનર વૈભવ સૂર્યવંશીએ વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. વૈભવ હવે અંડર-19 યુથ વનડેમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલીથી આગળ નીકળી ચૂક્યો છે. કોહલીએ અંડર-19 યુથ વનડેમાં 28 મેચ રમીને કુલ 978 રન બનાવ્યા છે, જ્યારે હવે વૈભવ આ મામલે તેમના કરતાં આગળ નીકળી ચૂક્યો છે.
ADVERTISEMENT
અંડર-19 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે 30 બોલમાં અડધી સદી ફટકારીને વૈભવે યૂથ વનડેમાં 1000 રનનો આંકડો પાર કરી લીધો છે. વૈભવે આ કારનામું માત્ર 20 મેચ કરી બતાવ્યું છે. આટલું જ નહીં, સેન્ચુરીના મામલે પણ વૈભવ સૂર્યવંશીએ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલીએ 2006 થી 2008 વચ્ચે ભારત માટે 28 યૂથ વનડે રમી હતી. તેમણે 24 ઇનિંગ્સમાં 978 રન બનાવ્યા હતા. તેની સરેરાશ 46.57ની હતી. તેમણે એક સદી ઉપરાંત છ અડધી સદી ફટકારી હતી. જ્યારે કે વૈભવ સૂર્યવંશીએ 20 મેચમાં જ આ આંકડો પાર કરી લીધો છે. યૂથ વનડેમાં વૈભવના નામે કુલ ત્રણ સદી અને પાંચ અડધી સદી નોંધાયેલી છે. એટલે કે ભારતના આ યુવા ખેલાડીએ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી દીધી છે.
Vaibhav Sooryavanshi stood tall with a breezy fifty when India needed it most 👏
— ICC (@ICC) January 17, 2026
Don't miss the highlights of his knock against Bangladesh in #U19WorldCup 🎥 https://t.co/loAecTrcPs
ADVERTISEMENT
જણાવી દઈએ કે વૈભવ સૂર્યવંશીએ 14 વર્ષ અને 294 દિવસની ઉંમરે U19 વર્લ્ડ કપમાં ભારત માટે ડેબ્યૂ કર્યું. 15 વર્ષનો થતાં પહેલા વર્લ્ડકપ રમનાર વૈભવ પહેલો ભારતીય ખેલાડી છે. અગાઉ, U19 ગ્લોબલ ટુર્નામેન્ટમાં સૌથી નાની ઉંમરના ભારતીય ડેબ્યૂ કરનાર કુમાર કુશાગ્ર હતા, જેને 2020માં શ્રીલંકા સામે 15 વર્ષ અને 88 દિવસની ઉંમરે મેચ રમી હતી. U19 વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચમાં, વૈભવ યુએસએ સામે ફક્ત બે રન જ બનાવી શક્યો હતો.

ADVERTISEMENT
યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીનો સિનિયર ક્રિકેટમાં પણ જબરદસ્ત રેકોર્ડ છે. આઠ લિસ્ટ A મેચોમાં, તેણે 44ની સરેરાશથી 353 રન કર્યા છે, જેમાં 190 રનની ઇનિંગ સામેલ છે. 18 T20 મેચોમાં, તેણે 41ની સરેરાશ અને 204ના સ્ટ્રાઇક રેટથી 701 રન કર્યા છે. તે ત્રણ સદી અને એક ફિફ્ટી ફટકારી ચૂક્યો છે. IPLમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો ભારતીય રેકોર્ડ પણ વૈભવના નામે જ નોંધાયેલો છે.
આ પણ વાંચો: IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે 6-6 મેચ, જોઇ લો શેડ્યૂલ
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.