બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે 6-6 મેચ, જોઇ લો શેડ્યૂલ

ODI Series / IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે 6-6 મેચ, જોઇ લો શેડ્યૂલ

Bijal Vyas

Last Updated: 07:06 PM, 16 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.જ્યાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ સીરિઝનું શેડ્યુઅલ જાહેર કરવામાં આવ્યુ છે.

મહિલા પ્રીમિયર લીગ બાદ ભારતીય ક્રિકેટ ટીમ એક મહત્વની ODI અને T20 સીરિઝનો સામનો કરશે, જેમાં તેમની અગ્નિપરીક્ષા થશે. ભારત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.જ્યાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ સીરિઝનું શેડ્યુઅલ જાહેર કરવામાં આવ્યુ છે.

ભારત-ઓસ્ટ્રેલિયા ટી 20 વનડે સીરિઝ

આ પ્રવાસની શરૂઆત T20 સીરિઝથી થશે, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી T20 મેચ સિડનીમાં 15 ફેબ્રુઆરીએ રમાશે. બીજી T20 મેચ 19 ફેબ્રુઆરીએ હોબાર્ટમાં રમાશે. ત્રીજી વનડે 21 ફેબ્રુઆરીએ એડિલેડ ઓવલ ખાતે રમાશે. વનડે સીરિઝ 24 ફેબ્રુઆરીથી શરૂ થશે. પહેલી મેચ બ્રિસ્બેનમાં રમાશે. બીજી વનડે 27 ફેબ્રુઆરીએ હોબાર્ટમાં રમાશે. ત્રીજી વનડે 1 માર્ચે હોબાર્ટમાં રમાશે.

ઓસ્ટ્રેલિયામાં ભારતનો શરમજનક રેકોર્ડ

ટીમ ઈન્ડિયા માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ સરળ નહીં હોય. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતનું પ્રદર્શન ODI અને T20 બંને ફોર્મેટમાં ખરાબ રહ્યું છે. સૌથી પહેલા ODI ફોર્મેટની વાત કરીએ તો તેમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં 19 મેચોમાંથી ફક્ત ચાર જીતી શકી હતી, જ્યારે 15 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયામાં ક્યારેય વનડે સીરિઝ જીતી નથી. T20 ફોર્મેટમાં ભારતીય ટીમ 12 માંથી ફક્ત ચાર મેચ જીતી શકી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ સાત મેચ જીતી છે. જોકે, ભારતે ઓસ્ટ્રેલિયામાં ફક્ત એક જ T20 સીરિઝ જીતી છે, અને તે જીત 10 વર્ષ પહેલા 2016 માં મળી હતી. આ વખતે શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે.

એલિસા હીલીની છેલ્લી સીરિઝ

ઉલ્લેખનીય છે કે, ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝ એલિસા હીલીની છેલ્લી સીરિઝ હશે. આ સીરિઝ પછી તે નિવૃત્તિ લેશે. આ અનુભવી રાઇટ હેન્ડની વિકેટકીપર-બેટ્સમેનએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમાલનું સારું પ્રદર્શન કર્યું છે. 35 વર્ષીય આ ખેલાડીએ 123 વનડેમાં 35.98ની સરેરાશથી 3563 રન બનાવ્યા છે, જેમાં સાત સદીનો સમાવેશ થાય છે. ટી20 માં, તેણીએ 25.45ની સરેરાશથી 3054 રન બનાવી ચૂકી છે. એલિસા હીલી આખરે તેની કારકિર્દીની છેલ્લી સીરિઝમાં મોટોસ્કોર બનાવવા માંગશે.

સંકળાયેલા મુદ્દાઓ

IND vs AUS ODI Series schedule Womens Cricket
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ