બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
દારુ પીનારા લોકોની સંખ્યા સમગ્ર વિશ્વમાં દિવસેને દિવસે વધી રહી છે. લોકોને જેમ જેમ દારુ પીવાની આદત પડી જાય છે તેમને વધુ નશો કરાવતો દારૂ જોઈએ છે. આજે અમે તમને દુનિયાના 5 સૌથી વધુ નશો કરાવતા દારુ વિશે જણાવીશું, જેનો જો તમે માત્ર એક ઘૂંટ પીધો હોય તો તમે આખો દિવસ ઝૂમવા લાગશો. જો કે ડ્રિંક્સ તમારા માટે નુકસાનકારક હોય શકે છે, તેથી જો તમે તેનાથી દૂર રહો તો તમારા સ્વાસ્થ્ય માટે વધુ સારું છે. તમને જણાવી દઈએ કે ભારતમાં એવા ઘણા ડ્રિંક્સ છે જે 50 ટકાથી વધુ સ્ટ્રોંગ હોય છે.

ADVERTISEMENT
બકાર્ડી 151
આ હાઈ આલ્કોહોલિક રમ છે જે બરમૂડામાં સ્થિત બકાર્ડી લિમિટેડ ઓફ હૈમિલ્ટનમાં બનાવવામાં આવે છે. આ રમ સ્ટેનલેસ સ્ટલ ફાયર અરેસ્ટરની સાથે આવે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે કોકટેલ જેવું ક્યુબા લિબ્રે અને Daiquiris બનાવવા માટે કરવામાં આવે છે. આ ડ્રિંક્સને નીટ પીવાના કોશિશ ન કરવી જોઈએ, એવું કરવું તમારા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
સનસેટ રમ
આ વિશ્વની સૌથી પાવરફુલ રમ છે. સનસેટ રમને 2016માં વર્લ્ડની બેસ્ટ ઓવરપ્રુફ રમનો ખિતાબ રમ એવોર્ડ્સ તરફથી આપવામાં આવ્યો હતો. આ બોટલના લેબલ પર જ લખ્યું હોય છે કે તમે તેને મિક્સ કરીને પીઓ. આ વધારે પીવાથી ગળામાં જલન પેદા કરી શકે છે. જો ભૂલથી તમે તેને નીટ પીશો તો તેનું ગંભીર પરીણામ ભોગવવું પડશે.
ADVERTISEMENT
બાલ્કન 176 વોડકા
આ ટ્રિપલ ડિસ્ટિલ વોડકા સ્કૈડિનેવિયાઈ ડ્રિંક્સમાં સૌથી મજબૂત માનવામાં આવે છે. તે કલરવગરની અને ટેસ્ટલેસ હોય છે, આ સાથે તેમાં કોઈ ગંધ પણ નથી આવતી. એટલે કે જો તમે તેને પીશો તો કોઈને ખબર પણ નહીં પડે. જો કે તે એટલી સ્ટ્રોંગ છે કે આ બોટલમાં 13 અલગ-અલગ લેબલ ચેતવણીઓ આપવામાં આવી છે. આ દારૂનું વધુ પડતું સેવન તમારા મૃત્યુનું કારણ પણ બની શકે છે. એટલા માટે જો તમે તેનાથી દૂર રહેશો તો જ તે તમારા માટે સારું રહેશે.
ADVERTISEMENT

પિંસર શાંઘાઈ સ્ટ્રેન્થ
ADVERTISEMENT
આ સ્કોટલેન્ડની વોડકા છે. આ ડ્રિંક મિલ્ક થિસ્લ અને એલ્ડરફ્લાવરથી બનેલી છે. જે લીવર માટે સારી માનવામાં આવે છે. જો કે, આ ડ્રિંક્સ તમને થોડી સેકન્ડમાં જ ફુલ નશો કરી આપે છે. આ પીણું કોન્સન્ટ્રેટ તરીકે ઉપયોગમાં લેવા માટે બનાવવામાં આવ્યું છે. તમે ભૂલથી પણ તેને વધુ ન પીવો, જો તમે આમ કરશો તો તમને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
ગુડ ઓલ સેલર વોડકા
આ વોડકા સ્વીડનમાં લોકપ્રિય છે. તેને અહીં વધારે પીવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં આ ડ્રિંક્સ એટલું લોકપ્રિય નથી. આ ડ્રિંક્સની જે ખાસ વાત છે તે તેમાં ઓર્ગેનિક ગ્રેન્સ અને Vattern તળાવના ચોખ્ખા પાણીમાંથી બનાવવામાં આવે છે. આ સાથે જ તેમાં મોર્ડન ડિસ્ટિલરી ટેક્નોલોજીને ટ્રેડિશનલ સ્કિલ્સથી મેળવવામાં આવે છે. આ કોકટેલ બનાવવા માટે ખૂબ ઓછી માત્રામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.