ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વની 5 સૌથી મોટી બેંક રોબરી - સુરંગ, બંધક અને હેકિંગથી થયેલી ચોંકાવનારી લૂંટો

photo-story

6 ફોટો ગેલેરી

અજબ ગજબ / વિશ્વની 5 સૌથી મોટી બેંક રોબરી - સુરંગ, બંધક અને હેકિંગથી થયેલી ચોંકાવનારી લૂંટો

Last Updated: 11:29 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમે જાણો છો કે, વિશ્વની પાંચ મોટી ઐતિહાસિક બેંક લૂંટોમાં સુરંગ, સાયબર અટેક અને બંધક બનાવવા જેવી અલગ-અલગ રીતોનો ઉપયોગ થયો હતો? આ ઘટનાઓમાં કરોડો ડોલરની રકમ ચોરાઈ હતી અને તેમાંથી મોટો ભાગ વસૂલ થઈ શક્યો નહોતો.

1/6

photoStories-logo

1. ઇતિહાસની મોટી બેંક 5 ચોરીઓ

વિશ્વમાં અમુક એવી બેંક લૂંટની ઘટનાઓ બની છે જે સાંભળીને ફિલ્મ સ્ટોરી પણ સામાન્ય લાગે. જેમાં ક્યાંક ભૂગર્ભમાં સુરંગ ખોદીને પહોંચ્યા, ક્યાંક યુદ્ધની અફરાતફરીનો લાભ લીધો, ક્યાંક કોમ્પ્યુટર સિસ્ટમને નિશાન બનાવ્યું અને ક્યાંક અધિકારીઓના પરિવારોને બંધક બનાવીને કામ કરાવ્યું. ચાલો આવી પાંચ મોટી ઐતિહાસિક બેંક રોબરીની વાત કરીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. બ્રાઝિલમાં 256 ફૂટ લાંબી સુરંગ

ફોર્ટાલેઝા શહેરમાં ચોરોએ એક ટર્ફ કંપનીના કર્મચારી તરીકે દેખાવ કરીને બેંક સુધી પહોંચવા માટે જમીનની નીચે આશરે 78 મીટર લાંબી સુરંગ બનાવી હતી. બે બ્લોક દૂર આવેલી બેંકની જાડી કોંક્રીટ અને સ્ટીલની દીવાલ કાપીને અંદર પહોંચ્યા અને લગભગ 7 કરોડ ડોલર (આશરે 667૭ કરોડ રૂપિયા) લઈને નાસી ગયા હતા. ચોરી થયેલી રકમનું વજન લગભગ 4 ટન હતું. જેમાં પાછળથી તેમાંથી માત્ર થોડી રકમ જ વસૂલ થઈ શકી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. લેબનોનમાં 2 દિવસ સુધી બેંકમાં જ બેસી રહ્યા

1976માં લેબનોનમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું. બેરૂતમાં અવ્યવસ્થાનો ફાયદો ઉઠાવીને એક જૂથે બ્રિટિશ બેંક ઓફ ધ મિડલ ઈસ્ટને નિશાન બનાવ્યુંહતું . તેઓ બેંકમાં ઘૂસીને લગભગ બે દિવસ સુધી ત્યાં જ રહ્યા અને ટ્રકમાં સામાન ભરતા રહ્યા હતા. જેમાં આખરે આશરે 5 કરોડ ડોલરની સંપત્તિ (સોનું, રોકડ, દાગીના અને સ્ટોક) લઈને નીકળી ગયા હતા. તેમાંથી મોટો હિસ્સો ક્યારેય પાછો મળ્યો નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બેંકમાં પગ પણ ન મૂક્યા છતાં 8.1 કરોડ ડોલર ચોર્યા

2016માં સાયબર અપરાધીઓએ ઇન્ટરનેશનલ નાણાં ટ્રાન્સફર સિસ્ટમ SWIFTને નિશાન બનાવ્યું હતું. જેમાં તેઓએ બાંગ્લાદેશના કેન્દ્રીય બેંક તરફથી ન્યૂયોર્કના ફેડરલ રિઝર્વને નકલી રીક્વેસ્ટો મોકલી હતી. જેમાં લગભગ 1 અબજ ડોલર ટ્રાન્સફર કરવાની કોશિશ થઈ હતી પરંતુ અધિકારીઓને સમયસર ખબર પડી. તેમ છતાં લગભગ 8.1 કરોડ ડોલર નીકળી ગયા હતા. જેમાં એક નાની સ્પેલિંગની ભૂલને કારણે બાકીની રકમ બચી ગઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. પોલીસ બનીને પરિવારોને બંધક

2004માં ઉત્તરી આયર્લેન્ડમાં નોર્ધર્ન બેંકની લૂંટમાં અપરાધીઓએ બે અધિકારીઓના પરિવારોને બંધક બનાવ્યા હતા. જેમાં અધિકારીઓને ધમકી આપી કે તેઓ સામાન્ય રીતે કામે જાય અને કોઈને કહેશે નહીં. બેંક બંધ થયા બાદ વોલ્ટ ખોલાવીને લગભગ 3.9 કરોડ ડોલર લઈ ગયા હતા. પાછળથી એક અધિકારીની પત્ની નાસીને પોલીસને જાણ કરી પરંતુ ત્યાં સુધીમાં કામ પૂરું થઈ ગયું હતું. જેમાં મોટા ભાગની રકમ વસૂલ ન થઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ખોટા વોલ્ટની લૂંટ

1972માં અમેરિકાના અમુક ચોરોને ખબર મળી કે રાષ્ટ્રપતિ નિક્સનનો કથિત ગુપ્ત ફંડ કેલિફોર્નિયાની એક બેંકમાં છે. તેઓ ત્યાં પહોંચ્યા અને છત પરથી રસ્તો બનાવ્યો હતો. એલાર્મ બંધ કર્યું અને વોલ્ટ સુધી પહોંચીને લગભગ 80 લાખ ડોલરની રોકડ, સ્ટોક, બોન્ડ અને દાગીના લઈ ગયા હતા. પાછળથી તપાસમાં ખબર પડી કે તેઓએ ખોટા વોલ્ટને નિશાન બનાવ્યું હતું. આ તમામ ઘટનાઓ દર્શાવે છે કે ઐતિહાસિક બેંક લૂંટોમાં અપરાધીઓએ અલગ-અલગ રીતે આયોજન કર્યું હતું અને અમુક ચોરીમાં મોટી રકમ ક્યારેય પાછી મળી નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

hostage bank robberies historical robberies
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ