ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / UPI અને ATMથી હવે ફટાફટ ઉપાડી શકશો PFના પૈસા, ઓટો સેટલમેન્ટ સહિતના આ 5 મોટા બદલાવ જાણો

photo-story

7 ફોટો ગેલેરી

કામની વાત / UPI અને ATMથી હવે ફટાફટ ઉપાડી શકશો PFના પૈસા, ઓટો સેટલમેન્ટ સહિતના આ 5 મોટા બદલાવ જાણો

Last Updated: 10:57 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

EPFO 3.0 હેઠળ હવે UPI અને ATMથી PFની રકમ સીધી કાઢી શકાશે અને ઓટો-સેટલમેન્ટની લીમીટ 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. જેમાં UMANG એપમાં ફેસ ઓથેન્ટિકેશન સહિત અનેક ડિજિટલ સુવિધાઓથી ક્લેમ પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે.

1/7

photoStories-logo

1. EPFO 3.0

કરોડો નોકરિયાતો માટે મોટી સારી ખબર આવી છે. જેમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હવે EPFO 3.0 નામની નવી ડિજિટલ સિસ્ટમ લાગુ કરી રહ્યું છે. આથી PF ક્લેમની લાંબી અને ડોક્યુમેન્ટની પ્રક્રિયા ખતમ થઈ જશે અને સભ્યો સીધા UPI અથવા UPI-સક્ષમ ATM મારફતે પૈસા કાઢી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સર્વિસને સંપૂર્ણરીતે ડિજિટલ બનાવવાનો હેતુ

આ ફેરફારનો મુખ્ય હેતુ ક્લેમમાં લાગતો સમય ઘટાડવો અને સર્વિસને સંપૂર્ણરીતે ડિજિટલ બનાવવાનો છે. જેમાં શ્રમ અને રોજગાર મંત્રાલય મુજબ, EPFOએ જુલાઈમાં તેના તમામ સભ્યોના ડેટાબેઝને સેન્ટ્રલાઇઝ્ડ IT સિસ્ટમ (CITES) પ્લેટફોર્મ પર સ્થાનાંતરિત કરી દીધો છે. આથી જૂની વ્યવસ્થા સમાપ્ત થઈ ગઈ છે અને દેશભરનો એક રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર થયો છે. હવે સભ્યો UPI મારફતે પોતાના લિંક્ડ બેંક ખાતામાં તરત પૈસા ટ્રાન્સફર કરી શકશે. ચાલો EPFO 3.0થી મળનારા પાંચ મોટા ફાયદા વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. UPI અને ATMથી 75% સુધી PF વિડ્રોઅલ

નિયમો અનુસાર સભ્યો પોતાના EPF બેલેન્સમાંથી 50%થી 75 % સુધીનો હિસ્સો UPI કે UPI-સક્ષમ ATM મારફતે કાઢી શકશે. તેઓ પોતાના ખાતામાં ટ્રાન્સફર યોગ્ય રકમ જોઈ શકશે અને UPI PIN થી સુરક્ષિત રીતે પૈસા મોકલી શકશે. બાદમાં તે પૈસા ડિજિટલી ખર્ચ કરી શકાય અથવા ATMથી કેશ કાઢી શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ઓટો-સેટલમેન્ટ લિમિટ 5 લાખ રૂપિયા

અગાઉની 1 લાખ રૂપિયાની મર્યાદા હવે વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. જેમાં બીમારી, બાળકોના અભ્યાસ, લગ્ન અથવા ઘર ખરીદવા કે બનાવવા જેવી જરૂરિયાતો માટે ક્લેમ માત્ર ત્રણ દિવસમાં આપમેળે પ્રોસેસ થઈને ખાતામાં આવી જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. UMANG એપમાં ફેસ ઓથેન્ટિકેશન

તેના સભ્યો હવે UMANG એપમાં ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજીથી પોતાનું UAN જનરેટ અથવા એક્ટિવેટ કરી શકશે. સાથે જ પાસબુક જોવી, ખોટી માહિતી સુધારવી અને ઓનલાઇન ક્લેમ સબમિટ કરવી જેવી સુવિધાઓ ઘરે બેઠાં મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ક્લેમ રિજેક્શનથી મુક્તિ

જૂની સિસ્ટમમાં સભ્યોને ખબર નહોતી પડતી કે તેઓ કેટલી રકમ કાઢવા પાત્ર છે. જેના કારણે ક્લેમ રદ થઈ જતા. હવે EPFO 3.0માં અલગ-અલગ પરિસ્થિતિ મુજબ પાત્ર રકમ અગાઉથી સ્ક્રીન પર દેખાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. ઓનલાઇન ફરિયાદોનો ડિજિટલ જવાબ

ક્લેમ પ્રોસેસિંગ દરમિયાન જો PF ઓફિસને વધારાની માહિતીની જરૂર પડે તો સભ્યો હવે તેનો જવાબ ઓનલાઇન ડિજિટલી આપી શકશે. અગાઉ આવી કોઈ સુવિધા નહોતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PF amount PF withdrawal EPFO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ